AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs BAN: ઈશાન કિશનની બેવડી સદીથી ઘરેલુ રાજ્યમાં જશ્નનો માહોલ, CMએ પાઠવી શુભેચ્છા

બાંગ્લાદેશમાં વન ડે શ્રેણીની અંતિમ મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં મોકો મળ્યો અને ઈશાન કિશને જબરદસ્ત બેવડી સદી ફટકારી દીધી હતી, જેને લઈ ભારતે 227 રનના અંતરથી જીત મેળવી હતી.

IND vs BAN: ઈશાન કિશનની બેવડી સદીથી ઘરેલુ રાજ્યમાં જશ્નનો માહોલ, CMએ પાઠવી શુભેચ્છા
Ishan Kishan એ ઝડપી બેવડી સદી નોંધાવી
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 11, 2022 | 8:42 AM
Share

ભારતીય ટીમે બાંગ્લાદેશ પ્રવાસમાં વન ડે શ્રેણીની 2-1 થી ગુમાવી દીધી છે. પરંતુ અંતિમ વન ડે મેચની રમતે ભારતીય ચાહકોને શ્રેણી ગુમાવવાની નિરાશાને ક્યાંય ભૂલાવી દીધી છે. કારણ કે અંતિમ વન ડે મેચમાં ભારતીય બેટસમેન ઈશાન કિશન અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ જબરદસ્ત રમત દર્શાવી હતી. ઈશાને શાનદાર બેવડી સદીં નોંધાવી હતી, તો વિરાટ કોહલીએ સદી નોંધાવી હતી. બંનેની રમતને લઈ ભારતીય ટીમનવો સ્કોર નિર્ધારીત ઓવરના અંતે 409 રન પર પહોંચ્યો હતો. ઈશાનની આ રમતને લઈ તેના ઘરેલુ રાજ્યમાં હાલમાં ઉત્સવ જેવો માહોલ છે. ઘરેલુ રાજ્યના મુખ્યપ્રધાને પણ તેને શુભેચ્છા પાઠવી છે, તો પિતાએ પણ ખાસ વાત કહી છે.

અંતિમ વન ડે મેચમાં ભારતે 227 રનના અંતરથી જીત મેળવી હતી. આ જીતનો હિરો ઈશાન કિશન હતો તેની રમતે જ મેચને એકતરફી બનાવી દીધી હતી. ઈશાનના હોમ સ્ટેટ બિહારના મુખ્યપ્રધાન નિતીશ કુમારે કહ્યુ હતુ કે, ઈશાનના પ્રદર્શને રાજ્યા સહિત પુરા દેશનુ માન વધાર્યુ છે. તેના પ્રદર્શનથી બિહારના ખેલાજી પણ સારી રમતને લઈ પ્રેરિત થશે. નિતીશ કુમારે આ માટે એક શુભેચ્છા પત્ર પણ જારી કર્યો છે.

માતા અને પિતાએ પણ કહ્યુ-ગર્વ થાય છે

યુવા ખેલાડીના ઘરમાં પણ તહેવાર જેવો માહોલ છે. તેના પિતા પ્રણવકુમાર પાંડેય અને માતા સુચિતા સિંહ પણ ખુબ જ ગર્વ અનુભવી રહ્યા છે. પિતા પ્રણવ કુમારે કહ્યું કે જ્યારે પણ હું મારા પુત્રને સારું રમતા જોઉં છું ત્યારે મને ગર્વ થાય છે. હવે તે રમત પ્રત્યે ગંભીર બની ગયો છે. તે હવે મેચ્યોર થઈ ગયો છે.આખું રાજ્ય તેને આશીર્વાદ આપી રહ્યું છે. સાથે જ માતા સુચિતા સિંહે કહ્યું કે મારા દીકરાએ આજે ​​ઈતિહાસ રચ્યો છે. ઘણા લોકો મેસેજ કરીને અભિનંદન પાઠવી રહ્યા છે. તેણે શાનદાર ઇનિંગ રમી છે.

વિક્રમોની વણઝાર લગાવી દીધી

શાનદાર ઈનીંગ વડે ઈશાન કિશને વિક્રમ નોંધાવી દીધા છે. સૌથી પહેલા તેની ઈનીંગની વાત કરવામાં આવે તો, તેણે 24 ચોગ્ગા અને 10 છગ્ગાની મદદ વડે 210 રન 131 બોલનો સામનો કરીને નોંધાવ્યા છે. તેણે વન ડે ક્રિકેટની સૌથી ઝડપી બેવડી સદી નોંધાવી છે. જ્યારે તે સૌથી ઓછી ઉંમરમાં બેવડી સદી નોંધાવનારો બેટ્સમેન તરીકે પણ રેકોર્ડ નોંધાવી ચુક્યો છે.

g clip-path="url(#clip0_868_265)">