AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs Bangladesh: બાંગ્લાદેશ 182 રનમાં સમેટાયુ,  ભારતનો 227 રને શાનદાર વિજય

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની વન ડે શ્રેણી સમાપ્ત થઈ છે. ભારતે પહેલાથી સિરીઝને ગુમાવી દીધી છે. અંતિમ વન ડે ભારતે મોટા અંતર જીતી લીધી હતી.

India vs Bangladesh: બાંગ્લાદેશ 182 રનમાં સમેટાયુ,  ભારતનો 227 રને શાનદાર વિજય
ભારતે મોટા માર્જીનથી મેળવી જીત
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 10, 2022 | 7:23 PM
Share

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ત્રણ વન ડે મેચોની શ્રેણી સમાપ્ત થઈ છે. ભારતીય ટીમે શ્રેણીની અંતિમ મેચ મોટા અંતરથી જીતી લીધી છે. ટીમ ઈન્ડિયાએ જોકે શ્રેણીની 2-1 થી ગુમાવી દીધી છે. જોકે અંતિમ મેચમાં ઈશાન કિશનની બેવડી સદી અને વિરાટ કોહલીની સદીએ ભારતીય ટીમને શાનદાર જીત અપાવી છે. ભારતીય બોલરોએ પણ અંતિમ મેચમાં જબરદસ્ત બોલીંગ આક્રમણ કર્યુ હતુ. કોહલી અને ઈશાનની રમતની મદદ વડે ભારતે 409 રનનો સ્કોર નોંધાવ્યો હતો. જેની સામે બાંગ્લાદેશ માત્ર 182 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ જતા 227 રને ભારતની જીત નોંધાઈ હતી.

ભારતીય ટીમે પ્રથમ બંને વન ડે મેચ ગુમાવવાને લઈ અંતિમ મેચને જીતવા માટે દબાણ સર્જાયુ હતુ. તો બીજી તરફ નિયમીત કેપ્ટન રોહિત શર્મા સહિત મહત્વના ખેલાડીઓ ઈજાને લઈ આરામ પર હતો. આ સ્થિતીમાં હવે ભારતીય ટીમે ઓપનર તરીકે ઈશાન કિશનને સ્થાન આપવામાં આવ્યુ હતુ. જેણે લાંબા સમય બાદ પરત ફરતા શાનદાર રમત દર્શાવી હતી.

ભારતનુ શાનદાર બોલીંગ આક્રમણ

ભારતીય ટીમની જબરદસ્ત બેટિંગ બાદ બોલરોએ પણ શાનદાર બોલીંગ આક્રમણ કર્યુ હતુ. જેને લઈ બાંગ્લાદેશની ટીમ ઝડપથી સમેટાઈ ગઈ હતી. 33 રનમાં જ યજમાન ટીમની ઓપનીંગ જોડી તુટી ગઈ હતી. અક્ષર પટેલે અનામુલ હકની વિકેટ ઝડપીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. બીજી સફળતા સિરાજે બાંગ્લાદેશના કેપ્ટન લિટ્ટન દાસનો શિકાર ઝડપ્યો હતો. દાસ 26 બોલમાં 29 રન નોંધાવી પરત ફર્યો હતો. મુશ્ફીકુર રહિમ 7 રન નોંધાવી આઉટ થયો હતો. અક્ષર પટેલે તેને બોલ્ડ કરી દીધો હતો. યાસીર અલી 25 રન નોંધાવી ઉમરાન મલિકનો શિકાર થયો હતો.

શાકિબ અલ હસન સેટ થઈ રમતને આગળ વધારી રહ્યો હતો, ત્યારે જ કુલદીપ યાદવે તેને બોલ્ડ કરીને પરત મોકલતા જ બાંગ્લાદેશની લડત નબળી પડી ગઈ હતી. મહમુદ્દલ્લાહ 20 રન નોંધાવીને આઉટ થયો હતો, તેને વોશિંગ્ટન સુંદરે આઉટ કર્યો હતો. અફિફ હુસૈન 8 રનમાં જ પરત ફર્યો હતો. મહેંદી હસન મિરાજ 3 રન નોંધાવી આઉટ થયો હતો.

ઈશાન-કોહલીની શાનદાર ઈનીંગ

ઓપનર તરીકે રોહિત શર્માના ઈજાને લઈ આરામ પર રહેવાને લઈ ઈશાન કિશનને મોકો મળ્યો હતો. ઈશાને વિરાટ કોહલી સાથે મળીને શાનદાર રમત દર્શાવી હતી. ઈશાન કિશને વન ડે કરિયરની પ્રથમ સદીને બેવડી સદીમાં ફેરવી દીધી હતી. તેણે 131 બોલમાં શાનદાર 210 રનની ઈનીંગ રમી હતી. આ દરમિયાન ઈશાને 24 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા હતા. વિરાટ કોહલીએ પણ જબરદસ્ત રમત રમી હતી. કોહલીએ પણ 91 બોલમાં 113 રન નોંધાવ્યા હતા. કોહલી અને બંનેની રમતે ભારતના સ્કોરને 400ને પાર માટે પાયો નાંખી દીધો હતો.

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">