AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈજાના કારણે ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર, ઓસ્ટ્રેલિયા સિરીઝ માટે આ ખેલાડીની એન્ટ્રી

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને ઓસ્ટ્રેલિયન ટીમ વચ્ચે 5 ડિસેમ્બરથી 3 ODI મેચોની શ્રેણી રમવાની છે. પરંતુ આ સિરીઝ પહેલા ઈજાના કારણે ભારતીય ટીમમાં ફેરફાર કરવા પડ્યા હતા. ઈજાગ્રસ્ત યાસ્તિક ભાટિયાના સ્થાને ટીમ ઈન્ડિયાની ટીમમાં યુવા વિકેટકીપરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ઈજાના કારણે ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર, ઓસ્ટ્રેલિયા સિરીઝ માટે આ ખેલાડીની એન્ટ્રી
Yastika BhatiaImage Credit source: Pankaj Nangia/Getty Images
| Updated on: Nov 27, 2024 | 10:15 PM
Share

ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો વચ્ચે 5 ટેસ્ટ મેચોની બોર્ડર ગાવસ્કર ટ્રોફી રમાઈ રહી છે. તો બીજી તરફ મહિલા ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયન ટીમ સામે 3 ODI મેચોની શ્રેણી રમવાની છે. આ મેચો બંને ટીમો વચ્ચે બ્રિસબેન અને પર્થમાં 5 થી 11 ડિસેમ્બર દરમિયાન રમાશે. આ શ્રેણી ICC મહિલા ચેમ્પિયનશિપનો એક ભાગ છે. પરંતુ આ સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાની ટીમમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. BCCIએ ઈજાગ્રસ્ત યાસ્તિકા ભાટિયાના સ્થાને અન્ય ખેલાડીના નામની જાહેરાત કરી છે.

યાસ્તિકા ભાટિયાના સ્થાને ઉમા છેત્રી

ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની વનડે શ્રેણી માટે યાસ્તિકા ભાટિયાના સ્થાને ઉમા છેત્રીને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એક નિવેદનમાં કહ્યું કે, ‘ઓલ ઈન્ડિયા મહિલા પસંદગી સમિતિએ ઈજાગ્રસ્ત ભાટિયાની જગ્યાએ ઉમા છેત્રીનો સમાવેશ કર્યો છે. જ્યારે યાસ્તિકા વધુ અનુભવી છે, તેણે ત્રણ ટેસ્ટ, 28 વનડે અને 19 T20 મેચ રમી છે. આ શ્રેણીની પ્રથમ મેચ 5 ડિસેમ્બરે અને બીજી મેચ 8 ડિસેમ્બરે બ્રિસ્બેનમાં રમાશે. આ પછી ત્રીજી અને છેલ્લી વનડે 11 ડિસેમ્બરે પર્થના WACA મેદાન પર રમાશે.

બિગ બેશ લીગ દરમિયાન ઈજાગ્રસ્ત થઈ યાસ્તિકા

ભારતીય વિકેટકીપર બેટ્સમેન યાસ્તિકા ભાટિયા મહિલા બિગ બેશ લીગ 2024 દરમિયાન ઈજાગ્રસ્ત થઈ હતી. મેલબોર્ન સ્ટાર્સ તરફથી રમતી વખતે તેણીને કાંડામાં ઈજા થઈ હતી. તેણીના કાંડામાં એક નાનું ફ્રેક્ચર છે, જેના કારણે તેણીને વિમેન્સ બિગ બેશ લીગ 2024માંથી બહાર થવું પડ્યું હતું. આ પહેલા ન્યુઝીલેન્ડ સામેની હોમ વનડે સિરીઝ દરમિયાન તેને ઘૂંટણની ઈજાને કારણે પાંચ મહિના સુધી મેદાનની બહાર રહેવું પડ્યું હતું. ઓસ્ટ્રેલિયા સિરીઝ તેની વાપસી બાદ તેની પ્રથમ શ્રેણી હતી, પરંતુ તે તેમાંથી પણ બહાર થઈ ગઈ છે.

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ

હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), પ્રિયા પુનિયા, જેમિમાહ રોડ્રિગ્સ, હરલીન દેઓલ, રિચા ઘોષ (વિકેટકીપર), તેજલ હસબનીસ, દીપ્તિ શર્મા, મીનુ મણિ, પ્રિયા મિશ્રા, રાધા યાદવ, તિતાસ સાધુ, અરુંધતી રેડ્ડી, રેણુકા સિંહ ઠાકુર, સાયમા ઠાકુર, ઉમા છેત્રી (વિકેટકીપર).

આ પણ વાંચો: 6,6,6,6,4… હાર્દિક પંડ્યાએ CSKના નવા બોલરને બરાબર ફટકાર્યો, જુઓ વીડિયો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ
રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ
માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં
માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં
ઋષિ ભારતી બાપુએ અલ્પેશ ઠાકોરનું ખોલ્યું મોટું રાજ, જુઓ Video
ઋષિ ભારતી બાપુએ અલ્પેશ ઠાકોરનું ખોલ્યું મોટું રાજ, જુઓ Video
પનીર, ચીઝ, ઘીનું વેચાણ કરતી 41 દુકાનો પર આરોગ્ય વિભાગના દરોડા
પનીર, ચીઝ, ઘીનું વેચાણ કરતી 41 દુકાનો પર આરોગ્ય વિભાગના દરોડા
રણુજા જતા મિની ટેમ્પાનો થયો ગમખ્વાર અકસ્માત, 5 ગુજરાતીના મોત
રણુજા જતા મિની ટેમ્પાનો થયો ગમખ્વાર અકસ્માત, 5 ગુજરાતીના મોત
દિલ્હી કાર વિસ્ફોટ સ્થળેથી પિસ્તોલ નહીં પણ 9mmના 3 કારતૂસ મળ્યાં
દિલ્હી કાર વિસ્ફોટ સ્થળેથી પિસ્તોલ નહીં પણ 9mmના 3 કારતૂસ મળ્યાં
વડોદરા મનપામાં ₹3.81 કરોડના ફાયર સામાનના કૌભાંડનો મોટો પર્દાફાશ
વડોદરા મનપામાં ₹3.81 કરોડના ફાયર સામાનના કૌભાંડનો મોટો પર્દાફાશ
જેતપુરમાં સાડી પ્રિન્ટિંગ કારખાનામાં લાગી ભીષણ આગ
જેતપુરમાં સાડી પ્રિન્ટિંગ કારખાનામાં લાગી ભીષણ આગ
ખનીજ માફિયાઓ સામે લાલ આંખ ! 11 ડમ્પર જપ્ત કર્યા
ખનીજ માફિયાઓ સામે લાલ આંખ ! 11 ડમ્પર જપ્ત કર્યા
g clip-path="url(#clip0_868_265)">