IND vs AUS: ભારત પ્રવાસ ખેડવા પહેલા જ ઓસ્ટ્ર્લિયાને લાગ્યો મોટો ઝટકો, મહત્વનો બોલર પ્રથમ ટેસ્ટથી બહાર

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આગામી મહિને ટેસ્ટ સિરીઝની શરુઆત થનારી છે. આ માટે ઓસ્ટ્રેલિયાએ 18 ખેલાડીઓની સ્ક્વોડ જાહેર કરી દીધી છે, જે ટેસ્ટ શ્રેણી રમવા ભારત પ્રવાસે આવશે.

IND vs AUS: ભારત પ્રવાસ ખેડવા પહેલા જ ઓસ્ટ્ર્લિયાને લાગ્યો મોટો ઝટકો, મહત્વનો બોલર પ્રથમ ટેસ્ટથી બહાર
Mitchell Starc હાલમાં ઈજાગ્રસ્ત છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2023 | 10:40 AM

આગામી મહિને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝની શરુઆત થનારી છે. 4 મેચોની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ 9 ફેબ્રુઆરીએ રમાનારી છે. આ માટે ઓસ્ટ્રેલિયાએ ભારત પ્રવાસ ખેડનારી ઓસ્ટ્રેલિયન ટીમનુ એલાન બુધવારે કરી દીધુ છે. જોકે ભારત પ્રવાસ પહેલા જ ઓસ્ટ્રલિયન ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. પ્રથમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયન સ્ટાર પેસર બોલર મિશેલ સ્ટાર્ક ઉપલબ્ધ નહીં રહી શકે. 18 ખેલાડીઓની સ્ક્વોડ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જાહેર કરી દીધી છે, અને જેમાં સ્ટાર્કનુ નામ સામેલ છે. જોકે તે નાગપુર ટેસ્ટ થી બહાર રહેશે.

મિશેલ સ્ટાર્ક હાલમાં ઈજાગ્રસ્ત છે. આ ઈજાને લઈ જ તે નાગપુરમાં રમાનારી પ્રથમ ટેસ્ટ મેચમાં તે બહાર રહેશે. ઓસ્ટ્રેલિયા માટે આ મોટા ઝટકા સમાન છે. સ્ટાર્ક ઓસ્ટ્રેલિયન ટીમ માટે મહત્વનો બોલર છે અને તેની ગેરહાજરીના કારણે સિરીઝની શરુઆતની ટેસ્ટમાં જ સંતુલન બગડી શકે છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

સ્ટાર્ક દિલ્લી ટેસ્ટમાં જોડાશે

ઓસ્ટ્રિલિયાથી મળી રહેલા સમાટાર મુજબ તે ભારત પ્રવાસની પ્રથમ ટેસ્ટ મેચમાં બહાર રહેશે. ઓસ્ટ્રેલિયન સ્ટાર ઝડપી બોલરને આંગળીમાં ઈજા પહોંચી છે. જેને લઈ તે પ્રથમ ટેસ્ટ મેચમાં નહીં રમે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચની શરુઆત 9 ફેબ્રુઆરીએ થનારી છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ પસંદગી સમિતિ દ્વારા એ કન્ફર્મ કરવામાં આવ્યુ છે, કે પ્રથમ ટેસ્ટ માટે બહાર રહેનાર સ્ટાર્ક બીજી ટેસ્ટમાં જોડાઈ જશે. જે ટેસ્ટ મેચ દિલ્લીમાં રમાનારી છે.

મેલબોર્નમાં બોક્સિંગ ડે ટેસ્ટ રમવા દરમિયાન સ્ટાર્ક ઈજાગ્રસ્ત થયો હતો. ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચમાં મિશેલ સ્ટાર્કને આંગળી પર ઈજા પહોંચી હતી. ઈજાને લઈ તે સિડનીમાં રમાયેલી દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો હતો. કેમરોન ગ્રીન જે પણ દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં આંગળી પર ઈજાથી પરેશાન હતો. જોકે તે ઠીક થઈ ચૂક્યો છે અને તે નાગપુર ટેસ્ટ માટે ઉપલબ્ધ રહેશે.

ભારત પ્રવાસે આવનાર ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમ

પેટ કમિન્સ (કેપ્ટન), સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, કેમેરોન ગ્રીન, પીટર હેન્ડ્સકોમ્બ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, એશ્ટન અગર, ઉસ્માન ખ્વાજા, ડેવિડ વોર્નર, માર્નસ લાબુશેન, નાથન લિયોન, લાન્સ મોરિસ, ટોડ મર્ફી, મેથ્યુ રેનશો, સ્ટીવ સ્મિથ મિશેલ સ્ટાર્ક, મિશેલ સ્વેપ્સન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">