AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: અંડર-19 વર્લ્ડ કપ 2026 માટે ભારતીય ટીમની જાહેરાત, વૈભવ સૂર્યવંશી સહિત આ ખેલાડીઓને મળ્યું સ્થાન

15 જાન્યુઆરીથી શરૂ થનારા ICC અંડર-19 વર્લ્ડ કપ માટે BCCI એ ટીમની જાહેરાત કરી છે. ICC અંડર-19 વર્લ્ડ કપમાં આયુષ મ્હાત્રેને કેપ્ટનશીપ સોંપવામાં આવી છે, જ્યારે વૈભવ સૂર્યવંશીને પણ ટીમમાં સ્થાન મળ્યું છે.

Breaking News: અંડર-19 વર્લ્ડ કપ 2026 માટે ભારતીય ટીમની જાહેરાત, વૈભવ સૂર્યવંશી સહિત આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Image Credit source: BCCI
| Updated on: Dec 27, 2025 | 9:10 PM
Share

ઝિમ્બાબ્વે અને નામિબિયા દ્વારા સંયુક્ત રીતે યોજાનાર ICC અંડર-19 વર્લ્ડ કપ 15 જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યો છે. બીસીસીઆઈએ આ મેગા ટુર્નામેન્ટ માટે ભારતીય અંડર-19 ટીમની જાહેરાત કરી છે, જેમાં આયુષ મ્હાત્રે કેપ્ટન તરીકે જોવા મળશે. ખાસ વાત એ છે કે, વૈભવ સૂર્યવંશીનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વિહાન મલ્હોત્રા વાઈસ-કેપ્ટન તરીકે સેવા આપશે.

ICC અંડર-19 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની ટીમ

આયુષ મ્હાત્રે (કેપ્ટન), વિહાન મલ્હોત્રા (વાઈસ-કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, એરોન જ્યોર્જ, વેદાંત ત્રિવેદી, અભિજ્ઞાન કુંડુ, હરવંશ સિંહ, આરએસ એમ્બ્રીસ, કનિષ્ક ચૌહાણ, ખિલાન પટેલ, મોહમ્મદ અનન, હેનીલ પટેલ, ડી. દીપેશ, કિશન કુમાર સિંહ, ઉદ્ધવ મોહન.

ભારતીય અંડર-19 ટીમને આગામી ICC અંડર-19 વર્લ્ડ કપના ગ્રુપ A માં યુએસએ, બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ સાથે મૂકવામાં આવી છે. ટીમ 15 જાન્યુઆરીએ યુએસએ સામે પોતાની પહેલી મેચ રમશે, જ્યારે બીજી મેચમાં ટીમ ઈન્ડિયા 17 જાન્યુઆરીએ બાંગ્લાદેશ સામે ટકરાશે.

ત્યારબાદ ભારતીય અંડર-19 ટીમ 24 જાન્યુઆરીએ ન્યુઝીલેન્ડ સામે ફાઇનલ ગ્રુપ સ્ટેજ મેચ રમશે. ટીમ ઈન્ડિયા તેની બધી ગ્રુપ સ્ટેજ મેચ ઝિમ્બાબ્વેના બુલાવાયો સ્ટેડિયમમાં રમશે.

‘આયુષ મ્હાત્રે’ પર જવાબદારી

આ વખતે અંડર 19 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપની જવાબદારી આયુષ મ્હાત્રે સંભાળશે, જે લાંબા સમયથી ઘણા પ્રવાસો પર અંડર 19 ટીમમાં આ જવાબદારી નિભાવતા જોવા મળ્યા છે.

આયુષના નેતૃત્વમાં, ભારતીય અંડર-19 ટીમે અત્યાર સુધી ખૂબ સારું પ્રદર્શન કર્યું છે, જેમાં તાજેતરમાં એશિયા કપ અંડર-19 માં ટીમ ઈન્ડિયા ફાઇનલમાં પહોંચી હતી પરંતુ ટ્રોફી જીતવામાં સફળ રહી ન હતી.

વૈભવ સૂર્યવંશી પર બધાની નજર

વધુમાં બધાની નજર 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી પર રહેશે, જે પોતાની કારકિર્દીમાં પહેલીવાર ICC ટુર્નામેન્ટમાં રમશે. ટીમ ઈન્ડિયા 5 વખત ICC અંડર-19 વર્લ્ડ કપ જીતી ચૂકી છે અને છેલ્લી વખત તેઓ ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચ્યા હતા, જ્યાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

Breaking News: કોચ તરીકે ગૌતમની સ્થિતિ ‘ગંભીર’! BCCI એ આ અનુભવી ખેલાડીને કોચિંગ પદ માટે ઓફર કરી, શું હવે કોઈ નવા-જૂની થશે?

કેરી રસિકો માટે માઠા સમાચાર, આ વર્ષે મોડી ખાવા મળી શકે છે કેસર- Video
કેરી રસિકો માટે માઠા સમાચાર, આ વર્ષે મોડી ખાવા મળી શકે છે કેસર- Video
અમદાવાદમાં થર્ટી ફર્સ્ટના દિવસે બહાર નીકળવાના હોવ તો આ વાત જાણી લેજો,
અમદાવાદમાં થર્ટી ફર્સ્ટના દિવસે બહાર નીકળવાના હોવ તો આ વાત જાણી લેજો,
PGVCL અને GETCO પરીક્ષામાં ગેરરીતિ, યુવરાજસિંહનો મોટો આરોપ
PGVCL અને GETCO પરીક્ષામાં ગેરરીતિ, યુવરાજસિંહનો મોટો આરોપ
હોટેલ રેસ્ટોરન્ટ્સમાં અન્નનો બગાડ નહી કરનાર ગ્રાહકને મળશે આ ઓફરનો લાભ
હોટેલ રેસ્ટોરન્ટ્સમાં અન્નનો બગાડ નહી કરનાર ગ્રાહકને મળશે આ ઓફરનો લાભ
નાતાલની રજાઓમાં સાસણ ગીર પ્રવાસીઓથી છલકાયું, જુઓ Video
નાતાલની રજાઓમાં સાસણ ગીર પ્રવાસીઓથી છલકાયું, જુઓ Video
હિટ એન્ડ રનની ઘટનામાં ટ્રક ચાલક સામે કોઈ કાર્યવાહી નહીં!
હિટ એન્ડ રનની ઘટનામાં ટ્રક ચાલક સામે કોઈ કાર્યવાહી નહીં!
સુરેન્દ્રનગર NA કૌભાંડમાં EDની કાર્યવાહી તેજ
સુરેન્દ્રનગર NA કૌભાંડમાં EDની કાર્યવાહી તેજ
તમારી કિંમતી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખો, થાક અને તણાવમાંથી રાહત મળશે
તમારી કિંમતી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખો, થાક અને તણાવમાંથી રાહત મળશે
ગીર સોમનાથના તાલાલામાં મહિલા તલાટીએ ખેડૂત સાથે કર્યું ગેરવર્તણૂક
ગીર સોમનાથના તાલાલામાં મહિલા તલાટીએ ખેડૂત સાથે કર્યું ગેરવર્તણૂક
મ્યાનમારમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાની MLA કેતન ઈનામદારે કરી માગ
મ્યાનમારમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાની MLA કેતન ઈનામદારે કરી માગ
g clip-path="url(#clip0_868_265)">