AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: કોચ તરીકે ગૌતમની સ્થિતિ ‘ગંભીર’! BCCI એ આ અનુભવી ખેલાડીને કોચિંગ પદ માટે ઓફર કરી, શું હવે કોઈ નવા-જૂની થશે?

વ્હાઇટ બોલ કોચ તરીકે ગૌતમ ગંભીરનો રેકોર્ડ મજબૂત છે પરંતુ ટેસ્ટ મેચમાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે. કોચ તરીકે ગૌતમ ગંભીરની સ્થિતિ હવે ખરેખર ‘ગંભીર’ બની રહી છે. BCCI દ્વારા એક અનુભવી ખેલાડીને કોચિંગ પદ માટે ઓફર કરાયાની ચર્ચા ચાલી રહી છે.

Breaking News: કોચ તરીકે ગૌતમની સ્થિતિ 'ગંભીર'! BCCI એ આ અનુભવી ખેલાડીને કોચિંગ પદ માટે ઓફર કરી, શું હવે કોઈ નવા-જૂની થશે?
Image Credit source: PTI
| Updated on: Dec 27, 2025 | 8:20 PM
Share

વ્હાઇટ બોલ કોચ તરીકે ગૌતમ ગંભીરનો રેકોર્ડ મજબૂત છે. તેના નેતૃત્વ હેઠળ ટીમે ICC અને ACC ટુર્નામેન્ટ ટ્રોફી જીતી છે. જો કે, ટેસ્ટ ક્રિકેટમાં ગંભીરનો રેકોર્ડ ખાસ રહ્યો નથી. ખાસ કરીને SENA દેશો સામે ભારતમાં છેલ્લા 10 ટેસ્ટ મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે, જેના કારણે ટેસ્ટ ફોર્મેટમાં ટીમના રેકોર્ડ પર સવાલ ઊઠ્યા છે.

કોણ છે એ ‘અનુભવી ખેલાડી’?

અહેવાલો અનુસાર, હાર પછી ક્રિકેટ બોર્ડના એક વરિષ્ઠ અધિકારીએ વીવીએસ લક્ષ્મણ સાથે અનૌપચારિક વાત કરી અને તેમને પૂછ્યું કે, શું તેઓ ભારતની રેડ-બોલ ટીમના કોચિંગમાં રસ ધરાવશે?

બીસીસીઆઈના એક સૂત્રએ નામ ન આપવાની શરતે પીટીઆઈને જણાવ્યું હતું કે, “ગૌતમ ગંભીરને ભારતીય ક્રિકેટના ટોચના સ્તરે મજબૂત સમર્થન છે. જો ભારત ટી20 વર્લ્ડ કપ જીતે છે અથવા ફાઇનલમાં પહોંચે છે, તો ગંભીર માટે પોતાની ભૂમિકા ચાલુ રાખવી સરળ રહેશે.”

આ સિવાય વધુમાં જાણવા મળ્યું હતું કે, ” હવે જોવું રસપ્રદ રહેશે કે, શું તે ટેસ્ટ ક્રિકેટમાં પણ તેની જવાબદારીઓ નિભાવવાનું ચાલુ રાખે છે? રેડ-બોલ ફોર્મેટમાં ગંભીર સિવાય બીજા કોઈ વિકલ્પો નથી, કારણ કે વીવીએસ લક્ષ્મણ સિનિયર ટેસ્ટ ટીમના કોચિંગમાં રસ દાખવી રહ્યા નથી.” વીવીએસ લક્ષ્મણ હાલમાં બેંગલુરુમાં સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે ક્રિકેટના હેડ તરીકેની તેમની ભૂમિકાથી ખુશ છે.

ગૌતમ ગંભીરનો કોચિંગ કરાર ક્યાં સુધી છે?

ગૌતમ ગંભીરનો BCCI સાથેનો કોચિંગ કરાર 2027 ODI વર્લ્ડ કપ સુધી છે. જો કે, પાંચ અઠવાડિયામાં શરૂ થનારા T20 વર્લ્ડ કપમાં ભારતના પ્રદર્શનના આધારે આ કરાર પર પુનર્વિચાર થઈ શકે છે. એવામાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાં ચર્ચા ચાલી રહી છે કે, શું ગંભીરને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27 સાયકલની બાકીની નવ ટેસ્ટ મેચ માટે રેડ-બોલ કોચ તરીકે જાળવી રાખવો જોઈએ?

ઇંગ્લેન્ડમાં રમાયેલી પાંચ ટેસ્ટની સિરીઝ 2-2 થી ડ્રો રહ્યા બાદ હવે ભારતને આગળ ઘણા વિદેશી પ્રવાસ કરવાના છે. ઓગસ્ટ 2026માં ભારત શ્રીલંકા સામે બે ટેસ્ટ મેચ રમશે, ત્યારબાદ ઑક્ટોબરમાં ન્યુઝીલેન્ડનો પ્રવાસ કરશે. આ પછી જાન્યુઆરી–ફેબ્રુઆરી 2027માં ઑસ્ટ્રેલિયા સામે પાંચ ટેસ્ટ મેચની મોટી સિરીઝ રમાશે.

ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. જે પાંચ દિવસ સુધી ચાલે છે.  અહી ક્લિક કરો

Follow Us
જામનગરમાં જડેશ્વર વિસ્તારમાં કરાયેલા ડિમોલિશન મામલે આહીર સમાજમાં રોષ
જામનગરમાં જડેશ્વર વિસ્તારમાં કરાયેલા ડિમોલિશન મામલે આહીર સમાજમાં રોષ
ડીઝલની અછતને લઈને ખેડૂતે પેટ્રોલ પંપ પર બેસણુ યોજીને નોંધાવ્યો વિરોધ
ડીઝલની અછતને લઈને ખેડૂતે પેટ્રોલ પંપ પર બેસણુ યોજીને નોંધાવ્યો વિરોધ
રાહુલ ગાંધીએ, વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ગદ્દાર કહ્યાં
રાહુલ ગાંધીએ, વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ગદ્દાર કહ્યાં
છોટા ઉદેપુરમાં ડીઝલની અછતથી ખેડૂતો હેરાન પરેશાન! જુઓ Video
છોટા ઉદેપુરમાં ડીઝલની અછતથી ખેડૂતો હેરાન પરેશાન! જુઓ Video
કોડિનાર ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલ ભરાવવા માટે ટ્રેક્ટરની લાગી લાઈનો
કોડિનાર ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલ ભરાવવા માટે ટ્રેક્ટરની લાગી લાઈનો
Breaking News : સમોસામાંથી નીકળ્યો વંદો, જુઓ Video
Breaking News : સમોસામાંથી નીકળ્યો વંદો, જુઓ Video
Breaking news: રાતોરાત ગાયબ થયું AMTS બસ સ્ટેન્ડ! જુઓ Video
Breaking news: રાતોરાત ગાયબ થયું AMTS બસ સ્ટેન્ડ! જુઓ Video
Breaking News: પેટ્રોલ-ડિઝલ બચાવવા રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Breaking News: પેટ્રોલ-ડિઝલ બચાવવા રાજ્ય સરકારનો મોટો નિર્ણય
પરિવારમાં બધાને ધ્યાનથી સાંભળો, યોગ ફાયદાકારક સાબિત થશે
પરિવારમાં બધાને ધ્યાનથી સાંભળો, યોગ ફાયદાકારક સાબિત થશે
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
g clip-path="url(#clip0_868_265)">