U19 World Cup 2026 : આજે ભારત-ઝિમ્બાબ્વે સુપર 6 મેચ, જાણો ક્યાં અને ક્યારે મેચ લાઈવ જોઈ શકશો
ભારત અને યજમાન ઝિમ્બાબ્વે વચ્ચે અંડર-19 વર્લ્ડ કપ 2026ની સુપર-6 મેચ 27 જાન્યુઆરી, 2026 મંગળવારના રોજ ઝિમ્બાબ્વેના બુલાવાયોમાં ક્વીન સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાશે. ભારતીય ટીમ ટ્રોફી જીતવાના ઈરાદે મેદાન પર ઉતરશે.

ભારતની અંડર-19 ટીમે આઈસીસી અંડર-19 વર્લ્ડકપ 2026ના ગ્રુપ સ્ટેજમાં પોતાની 3 મેચ જીત્યા બાગ ગ્રુપમાં ટોપ પર રહી સુપર સિક્સમાં સ્થાન પાક્કું કર્યું છે.હવે સુપર-6 રાઉન્ડમાં ભારતની પહેલી મેચ મેજબાન ઝિમ્બાબ્વે સામે છે. તો ચાલો આપણે જાણીએ ભારત-ઝિમ્બાબ્વે અંડર-19 વર્લ્ડકપની મેચ ક્યાં અને કેટલા વાગ્યે શરુ થશે. તેમજ આ મેચ તમે ક્યાં લાઈવ જોઈ શકશો.
આજે આયુષ મ્હાત્રેની કેપ્ટનશીપમાં વૈભવ સૂર્યવંશી અને વિહાન મલ્હોત્રા જેવા શાનદાર ખેલાડીઓની સાથે સુપર સિક્સ રાઉન્ડની પહેલી મેચ જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. તો ઝિમ્બાબ્વેની ટીમ પણ ભારતીય ટીમ સામે ઉલેટફેર કરવાનો સંપૂર્ણ પ્રયાસ કરશે.
View this post on Instagram
પાકિસ્તાન વિરુદ્ધ હાઈવોલ્ટેજ મેચ
તમને જણાવી દઈએ કે, યુવા ભારતીય અંડર 19 ટીમ વર્લ્ડકપની પહેલી મેચ યુએએસની ટીમ વિરુદ્ધ જીત મેળવી હતી. ત્યારબાદ બાંગ્લાદેશ વિરુદ્ધ રમાયેલી મેચમાં પણ જીત મેળવી હતી. ભારતે ગ્રુપ સ્ટેજમાં પોતાની ત્રીજી મેચ ન્યુઝીલેન્ડ સામે રમી હતી. જેમાં ભારતીય ટીમના ધુરંધરોએ બેટિંગ કરી આ ટાર્ગેટ 13.3 ઓવરમાં પૂર્ણ કરી જીતની હેટ્રિક ફટકારી હતી.તમને જણાવી દઈએ કે, ભારતીય યુવા ટીમ 1 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાન વિરુદ્ધ હાઈવોલ્ટેજ મેચમાં રમતી જોવા મળશે.
View this post on Instagram
ભારત અને યજમાન ઝિમ્બાબ્વે વચ્ચે અંડર-19 વર્લ્ડ કપ 2026ની સુપર-6 મેચ 27 જાન્યુઆરી, 2026 મંગળવારના રોજ ઝિમ્બાબ્વેના બુલાવાયોમાં ક્વીન સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાશે. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે અંડર-19 વર્લ્ડકપની મેચ બપોરના 12: 30 કલાકથી શરુ થશે. મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જિયો હોટસ્ટાર એપ અને વેબસાઈટ પર જોઈ શકો છો.
ભારતીય અંડર 19 ટીમ
ભારતીય અંડર 19 ટીમની જો આપણે વાત કરીએ તો. આયુષ મ્હાત્રે, ડી દીપેશ,મોહમ્મદ એનાન,વૈભવ સૂર્યવંશી,આર.એસ, અંબરીશ,હરવંશ સિંહ,વેદાંત ત્રિવેદી, અભિજ્ઞાન કુંડૂ,કિશન કુમાર સિંહ,કનિષ્ક ચૌહાણ, આરોન જૉર્જ, વિહાન મલ્હોત્રા, ઉદ્ધવ મોહન, હેનિલ પટેલ અને ખિલન પટેલનો સમાવેશ થાય છે.
