AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND A vs BAN A, Final: ભારતીય ટીમ બની એશિયાની ચેમ્પિયન, શ્રેયંકા પાટિલે 15 રન આપીને 9 વિકેટ ઝડપી

ACC Women's Emerging Teams Cup: ઇન્ડિયા-એ ની ટીમે બાંગ્લાદેશ-એ ને ફાઇનલમાં 31 રનોથી માત આપી હતી. ટીમ ઇન્ડિયાએ 127 રનના જવાબમાં બાંગ્લાદેશની ટીમ 96 રન પર ઢેર થઇ ગઇ હતી. ભારતે બાંગ્લાદેશને હરાવીને ટુર્નામેન્ટમાં જીત મેળવી હતી.

IND A vs BAN A, Final: ભારતીય ટીમ બની એશિયાની ચેમ્પિયન, શ્રેયંકા પાટિલે 15 રન આપીને 9 વિકેટ ઝડપી
India A wins Emerging Asia Cup 2023
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 21, 2023 | 2:15 PM
Share

એસીસી વીમેન્સ ઇમર્જિંગ ટીમ કપમાં ભારતની દીકરીઓએ શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. હોંગ કોંગમાં ચાલી રહેલી ટુર્નામેન્ટમાં ફાઇનલમાં બાંગ્લાદેશ-એ ને ફાઇનલમાં ભારતની ક્રિકેટ ટીમે માત આપી હતી. ફાઇનલમાં ભારતીય ટીમે પ્રથમ બેટીંગ કરતા 7 વિકેટ ગુમાવીને 127 રન બનાવ્યા હતા અને જવાબમાં બાંગલાદેશની ટીમ ફક્ત 96 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ટીમ ઇન્ડિયાની જીતની સ્ક્રિપ્ટ તેના સ્પિનર્સે લખી હતી. શ્રેયંકા પાટિલ અને મન્નત કશ્યપની ફિરકી સામે બાંગ્લાદેશની ટીમ ઢેર થઇ ગઇ હતી.

શ્રેયંકા પાટિલે ફાઇનલ મેચમાં ફક્ત 13 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. ગજબની વાત એ છે કે આ 13 રન માંથી 5 રન તો શ્રેયંકાએ વાઇડ બોલમાં આપ્યા હતા. એટલે કે બાંગ્લાદેશી ટીમ ઓફ સ્પિનર સામે ફક્ત 8 રન જ બનાવી શકી હતી. ફાઇનલમાં શ્રેયંકા સિવાય સ્પિનર મન્નત કશ્યપે 20 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. જ્યારે તિતાસ સાધુએ એક વિકેટ ઝડપી હતી.

ફાઇનલમાં શું થયું?

ટાઇટલ મેચમાં ટીમ ઇન્ડિયાની શરૂઆત સારી રહી ન હતી. કેપ્ટન શ્વેતા સહરાવત 20 બોલમાં 13 રન બનાવીને નાહિદા અખ્તરની બોલ પર બોલ્ડ થઇ હતી. આ બાદ છેત્રી અને દિનેશ વૃંદાએ સારી ઇનિંગ રમી હતી. છેત્રીએ 22 અને વૃંદાએ સૌથી વધુ 36 રન બનાવ્યા હતા. મિડલ ઓર્ડરમાં કનિકા આહૂજાએ 23 બોલમાં નોટઆઉટ 30 રન બનાવ્યા હતા અને ટીમ 127 રન સુધી પહોંચી હતી.

શ્રેયંકાએ તો કમાલ કરી દીધો

જણાવી દઇએ કે શ્રેયંકા પાટિલ આ ટુર્નામેન્ટની શ્રેષ્ઠ ખેલાડી રહી હતી. 20 વર્ષની આ ઓફ સ્પિનરે ફક્ત 2 મેચમાં 9 વિકેટ ઝડપી હતી. ગજબની વાત એ છે કે આ દરમિયાન શ્રેયંકાએ ફક્ત 15 રન ખર્ચ કર્યા હતા. હોંગ કોંગ સામેની લીગ મેચમાં શ્રેયંકાએ 2 રન આપીને 5 વિકેટ ઝડપી હતી અને હવે ફાઇનલમાં તેણે 13 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">