UAEને 7 વિકેટે હરાવી ઈમર્જિંગ એશિયા કપની સેમીફાઈનલમાં પહોંચ્યું ભારત
ACC T20 ઈમર્જિંગ ટીમ એશિયા કપ 2024ની આઠમી મેચ ભારત અને સંયુક્ત આરબ અમીરાત (UAE) ની ટીમો વચ્ચે રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ જીતીને ટૂર્નામેન્ટમાં સતત બીજી જીત નોંધાવી છે. હવે આ જીત સાથે ભારતીય ટીમ પોતાના ગ્રુપમાં ટોપ પર પહોંચી ગઈ છે અને સેમીફાઈનલમાં ક્વોલિફાય કર્યું છે.
ACC T20 ઈમર્જિંગ ટીમ એશિયા કપ 2024માં ટીમ ઈન્ડિયાએ તેની બીજી મેચ સંયુક્ત આરબ અમીરાત (UAE)ની ટીમ સામે રમી હતી. ઓમાનના અલ અમેરાત ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ભારતીય ટીમે એકતરફી જીત મેળવી હતી. આ જીત સાથે ભારતીય ટીમ ફરી એકવાર પોતાના ગ્રુપમાં ટોપ પર પહોંચી ગઈ છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ તેની પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમી હતી, જેમાં તેમણે 7 રનથી જીત મેળવી હતી.
ટીમ ઈન્ડિયાએ UAEને આસાનીથી હરાવ્યું
આ મેચમાં સંયુક્ત આરબ અમીરાતની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ આ નિર્ણય સાચો સાબિત થયો ન હતો. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા UAEની ટીમ 16.5 ઓવરમાં 107 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ઝડપી બોલર રસિક સલામ ભારતનો સૌથી સફળ બોલર હતો. તેણે 2 ઓવરમાં 15 રન આપ્યા અને 3 વિકેટ લીધી. રસિક સલામે પોતાની પહેલી જ ઓવરમાં આ ત્રણ વિકેટ લીધી હતી. તેના સિવાય રમનદીપ સિંહને 2 સફળતા મળી હતી. અંશુલ કંબોજ, વૈભવ અરોરા, અભિષેક શર્મા અને નેહલ વાઢેરાએ 1-1 વિકેટ લીધી હતી.
The Men in Blue cruise to victory, chasing down 107 with 7 wickets to spare! A dominant all-round performance seals the win for India ‘A’! #MensT20EmergingTeamsAsiaCup2024 #ACC pic.twitter.com/WzQ9cUGsbf
— AsianCricketCouncil (@ACCMedia1) October 21, 2024
Abhi- Sharma
Abhishek Sharma was firing with a strike rate of 241.66! #MensT20EmergingTeamsAsiaCup2024 #ACC pic.twitter.com/PsqpGNsgSG
— AsianCricketCouncil (@ACCMedia1) October 21, 2024
અભિષેક શર્માએ મેચ વિનિંગ ઈનિંગ રમી
ટીમ ઈન્ડિયાને મેચ જીતવા માટે 108 રન બનાવવાના હતા. ઓપનર અભિષેક શર્માએ આ ટાર્ગેટને ટીમ માટે ખૂબ જ આસાન બનાવી દીધો હતો. ટીમ ઈન્ડિયાએ માત્ર 10.5 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. આ મેચમાં ટીમ ઈન્ડિયા માટે અભિષેક શર્માએ સૌથી મોટી ઈનિંગ રમી હતી. તેણે માત્ર 24 બોલમાં 241.66ની સ્ટ્રાઈક રેટથી 58 રન બનાવ્યા હતા. અભિષેક શર્માની આ ઈનિંગમાં 6 ફોર અને 4 સિક્સ સામેલ હતી. આ સાથે જ કેપ્ટન તિલક વર્માએ પણ 18 બોલમાં 21 રનની ઈનિંગ રમી હતી.
આ પણ વાંચો: ઈંગ્લેન્ડની ટીમ મુશ્કેલીમાં, ફરી કેપ્ટન બદલવો પડ્યો, આ ખેલાડીને કમાન સોંપવામાં આવી