AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Emerging Asia Cup 2023 સેમિફાઇનલમાં આજે ભારત બાંગ્લાદેશ સામે ટકરાશે, જાણો ક્યાં અને ક્યારે લાઈવ મેચ જોઈ શકશો

Emerging Asia Cup 2023 Semifinals:ઇમર્જિંગ એશિયા કપની સેમીફાઇનલ આજે કોલંબોમાં રમાવાની છે. શ્રીલંકાનો મુકાબલો પાકિસ્તાન સામે થશે જ્યારે ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે.

Emerging Asia Cup 2023 સેમિફાઇનલમાં આજે ભારત બાંગ્લાદેશ સામે ટકરાશે, જાણો ક્યાં અને ક્યારે લાઈવ મેચ જોઈ શકશો
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2023 | 11:43 AM
Share

ઇમર્જિંગ એશિયા કપ 2023 હવે તેના છેલ્લા તબક્કામાં છે. આજે ટુર્નામેન્ટની બંને સેમિફાઇનલ મેચો રમાવાની છે. પ્રથમ મેચ યજમાન શ્રીલંકા A અને પાકિસ્તાન A વચ્ચે રમાશે જ્યારે ભારત A દિવસની બીજી મેચમાં બાંગ્લાદેશ A સામે ટકરાશે. આ ચારેય ટીમોની ટુર્નામેન્ટમાં અત્યાર સુધીની સફર શાનદાર રહી છે. જ્યારે ટીમ ઈન્ડિયા પોતાની ત્રણેય મેચ જીતીને અહીં પહોંચી છે, તો પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશની ટીમોને ગ્રુપ સ્ટેજમાં 1-1 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો : FIFA Rankingમાં ભારતીય ટીમ 99માં ક્રમે, World cup 2026માં કવોલિફાયર માટે કેટલું મહત્વનું ?

આજે આ ટુર્નામેન્ટની બંને ફાઇનલિસ્ટ ટીમોના નામ સાફ થઇ જશે. ઇમર્જિંગ એશિયા કપ 2023ની ટાઈટલ મેચ 23 જુલાઈ, રવિવારના રોજ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાશે. ચાલો જાણીએ સેમી ફાઈનલ મેચો સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ માહિતી

Emerging Asia Cup 2023ના સેમીફાઈનલ મેચ ક્યાં રમાશે?

Emerging Asia Cup 2023 બંન્ને સેમીફાઈનલ મેચ આજે એટલે કે, શુક્રવારના રોજ રમાશે.

ઇમર્જિંગ એશિયા કપ 2023ની સેમીફાઈનલ મેચ કઈ ટીમો વચ્ચે રમાશે ?

પ્રથમ મેચ યજમાન શ્રીલંકા A અને પાકિસ્તાન A વચ્ચે રમાશે જ્યારે ભારત A દિવસની બીજી મેચમાં બાંગ્લાદેશ A સામે ટકરાશે.

ઇમર્જિંગ એશિયા કપ 2023ની સેમીફાઈનલની મેચ ક્યાં રમાશે?

શ્રીલંકા A અને પાકિસ્તાન A વચ્ચે કોલંબોના પી સારા ઓવલમાં રમાશે, ભારત A દિવસની બીજી મેચમાં બાંગ્લાદેશ Aની મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે.

આ પણ વાંચો : IND vs WI 2nd Test Day 1: કોહલી-જાડેજાએ ભારતીય ટીમને કરાવી વાપસી, વેસ્ટ ઈન્ડિઝે બતાવ્યો દમ, જુઓ Video

ઇમર્જિંગ એશિયા કપ 2023ની સેમીફાઈનલની મેચ કેટલા વાગે શરુ થશે?

ઇમર્જિંગ એશિયા કપ 2023 ની પ્રથમ સેમિફાઇનલ (SL A vs PAK A) IST સવારે 10:00 વાગ્યે શરૂ થશે, જ્યારે બીજી સેમિફાઇનલ (IND A vs BAN A) IST બપોરે 2:00 વાગ્યે શરૂ થશે.

ઇમર્જિંગ એશિયા કપ 2023ની સેમીફાઈનલ મેચનું લાઈવ પ્રસારણ ક્યાં થશે?

ભારત A અને બાંગ્લાદેશ A મેચનું લાઈવ પ્રસારણ ભારતમાં સ્ટારસ્પોર્ટસ નેટવર્ક પર કરવામાં આવશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
બનાસકાંઠાના ખેડૂતો મેદાનમાં, બાયપાસ પ્રોજેક્ટ રદ કરવાની માંગ
બનાસકાંઠાના ખેડૂતો મેદાનમાં, બાયપાસ પ્રોજેક્ટ રદ કરવાની માંગ
જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ
જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ
RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં
RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!
તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત
તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત
વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું
વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
g clip-path="url(#clip0_868_265)">