Viral: ઘરમાં દીકરી સાથે ક્રિકેટ રમતો જોવા મળ્યો કેન વિલિયમ્સન, જુઓ Video

ન્યુઝીલેન્ડની ક્રિકેટ ટીમના કેપ્ટન કેન વિલિયમસનનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે તેની દીકરી સાથે ક્રિકેટ રમી રહ્યો છે.

Viral: ઘરમાં દીકરી સાથે ક્રિકેટ રમતો જોવા મળ્યો કેન વિલિયમ્સન, જુઓ Video
Kane Williamson
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2023 | 5:41 PM

ઈજાના કારણે છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટથી દૂર ચાલી રહેલ ન્યુઝીલેન્ડનો સ્ટાર બેટ્સમેન કેન વિલિયમસન ઈજામાંથી સાજો થઈ વર્લ્ડ કપ પહેલા ટીમમાં વાપસી કરવાના પ્રયાસ કરી રહ્યો છે. ફેન્સ વિલિયમસનને ક્રિકેટના મેદાનમાં જલદી રમતો જોવા માંગે છે. ચાહકોના મનમાં એ સવાલ છે કે, કેન ક્યારે સાજો થશે, ક્યારે ટીમ સાથે જોડાશે, ક્યારે પ્રેક્ટિસ શરૂ કરશે? આ બધા સવાલો વચ્ચે કેન વિલિયમસનનો એક વીડિયો સામે આવ્યો છે.

વિલિયમસનનો વીડિયો થયો વાયરલ

હાલમાં કેન વિલિયમસનનો એક ક્યૂટ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કેન વિલિયમસન તેની દીકરી સાથે ક્રિકેટ રમી રહ્યો છે. તેની દીકરી બોલિંગ કરી રહી છે અને કેન વિલિયમસન બેટિંગ કરી રહ્યો છે. આ વીડિયો વિલિયમસનના ઘરનો જ છે અને એવું લાગી રહ્યું છે કે પપ્પા વિલિયમસને દીકરી સાથે ઘરમાં જ વર્લ્ડ કપની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે વીડિયો

સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ વાયરલ થયો છે. આ વીડિયો ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. અનેક યુઝર્સે આ વીડિયો શેર કર્યો છે, જ્યારે લાખો યુઝર્સે આ વીડિયો લાઇક કર્યો છે. ચાહકોએ આ વીડિયો પર અનેક મજેદાર અને ક્યૂટ કોમેન્ટ્સ પણ કરી છે. અનેક સોશિયલ મીડિયા યુઝર્સે આ વીડિયોને આજના દિવસનો સૌથી ક્યૂટ વીડિયો ગણાવ્યો હતો.

આ પણ વાંચોઃ Hardik Pandya – Natasa Stankovic love story: લગ્ન પહેલા પિતા બનેલા હાર્દિક પંડ્યા પત્ની નતાશાને પહેલીવાર કેવી રીતે મળ્યો? જાણો લવ બર્ડની રસપ્રદ લવ સ્ટોરી

IPLમાં વિલિયમસન થયો હતો ઇજાગ્રસ્ત

કેન ન્યુઝીલેન્ડની ટીમનો સૌથી મહત્વપૂર્ણ ખેલાડી છે અને ન્યુઝીલેન્ડના વર્લ્ડ કપ અભિયાનમાં તેની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. પરંતુ IPLમાં થયેલ ઇજાના કારણે તે ટીમથી બહાર છે અને વર્લ્ડ કપમાં તેની વાપસીને લઈને પણ સસ્પેન્સ યથાવત છે. આ વીડિયો સામે આવ્યા બાદ એવું માનવામાં આવી રહ્યું છે કે તે જલ્દી સાજો થઈ મેદાનમાં પરત ફરશે અને વર્લ્ડ કપની ટીમમાં સામેલ થવા માટે ફિટનેસ ટેસ્ટ પાસ કરી ટીમમાં સામેલ થશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">