IND vs SA T20 World Cup Final પહેલા ભારતીય મહિલા ક્રિકેટરોએ સાઉથ આફ્રિકાને લાવ્યું ઘૂટણીએ, કર્યું મોટું કારનામું

|

Jun 29, 2024 | 6:50 PM

IND W vs SA W: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ સામે ટેસ્ટ મેચના બીજા દિવસે એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. આ સિવાય ટીમ ઈન્ડિયાના બોલરોએ બીજી ઈનિંગ દરમિયાન 4 વિકેટ પણ લીધી છે.

IND vs SA T20 World Cup Final પહેલા ભારતીય મહિલા ક્રિકેટરોએ સાઉથ આફ્રિકાને લાવ્યું ઘૂટણીએ, કર્યું મોટું કારનામું

Follow us on

IND W vs SA W: ભારતની મહિલા ક્રિકેટ ટીમ અને દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે એકમાત્ર ટેસ્ટ મેચનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મેચના બીજા દિવસના અંત સુધીમાં ટીમ ઈન્ડિયા ખૂબ જ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. ભારતીય મહિલા ટીમે રમતના બીજા દિવસે ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. ભારતે રમતના બીજા દિવસે 600 રનનો આંકડો પાર કરી લીધો હતો.

ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં 6 વિકેટ ગુમાવીને 603 રન બનાવ્યા હતા. આ પછી કેપ્ટન હરમનપ્રીત કૌરે ઇનિંગ્સ ડિકલેર કરી હતી. મેચની પ્રથમ ઇનિંગમાં ભારતીય ઓપનરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન શેફાલી વર્માએ 205 રન અને સ્મૃતિ મંધાનાએ 149 રન બનાવ્યા હતા. રમતના બીજા દિવસે ટીમ ઈન્ડિયાની કેપ્ટન હરમનપ્રીત કૌર અને રિચા ઘોષે ઈનિંગને સંભાળી હતી.

ટીમ ઈન્ડિયાએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

દક્ષિણ આફ્રિકા સામેની રમતના બીજા દિવસે રિચા ઘોષે 86 રનની શાનદાર ઇનિંગ રમી હતી જ્યારે કેપ્ટન હરમનપ્રીત કૌરે 69 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ સાથે મહિલા ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ ટીમે એક દાવમાં 600 રન બનાવ્યા છે, જેમાં ભારતીય ટીમ આ સિદ્ધિ હાંસલ કરવામાં સફળ રહી છે. આ સાથે જ મહિલા ટેસ્ટ ક્રિકેટમાં એક ઈનિંગમાં સૌથી વધુ સ્કોર બનાવવાનો રેકોર્ડ પણ ટીમ ઈન્ડિયાના નામે નોંધાઈ ગયો છે. આ પહેલા આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમના નામે હતો, જેણે વર્ષ 2024માં દક્ષિણ આફ્રિકાની ટીમ સામે પર્થમાં રમાયેલી ટેસ્ટ મેચમાં પોતાની પ્રથમ ઇનિંગમાં 575 રન બનાવ્યા હતા.

ગંભીરને ફરી આવ્યો ગુસ્સો? પાછળથી આવીને એક વ્યક્તિનું ગળું દબાવી દીધું
કયા વિટામીનની કમીને કારણે પેટ ખરાબ થાય છે?
ગૌતમ સિંઘાનિયા પર આવ્યા આ મોટા સમાચાર...રોકેટ બન્યા Raymond Share
મલ્ટીવિટામિન્સના રોજ ઉપયોગ શું ગેરફાયદા થાય છે?
શ્રાવણનો પહેલો સોમવાર ક્યારે છે? જાણો તમામ તારીખ
Travel Tips : વરસાદની ઋતુમાં ફરવા માટે બેસ્ટ રોમેન્ટિક ડેસ્ટિનેશન, જુઓ ફોટો

બોલરોએ કરી કરામત

ભારતે પોતાનો દાવ ડિકલેર કર્યો અને દક્ષિણ આફ્રિકાની ટીમ હવે બેટિંગ કરવા મેદાનમાં આવી. આ દરમિયાન દક્ષિણ આફ્રિકાએ 72 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 236 રન બનાવ્યા છે. ટીમ ઈન્ડિયાના બોલર સ્નેહ રાણાએ ત્રણ વિકેટ ઝડપી હતી. દીપ્તિ શર્માએ પણ એક વિકેટ લીધી હતી. દક્ષિણ આફ્રિકાની મેરિઝાન કેપ 125 બોલમાં 69 રન અને નાદિન ડી ક્લાર્ક 28 બોલમાં 27 રન સાથે રમી રહી છે. દક્ષિણ આફ્રિકાની ટીમ હાલમાં 367 રનથી પાછળ છે. રમતના ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકાને વહેલી તકે ઓલઆઉટ કરવાનું લક્ષ્ય રાખશે.

Published On - 6:47 pm, Sat, 29 June 24

Next Article