AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND Vs ZIM 3rd ODI: ભારતની નજર ક્લીન સ્વીપ પર, જાણો ક્યાં અને કેવી રીતે જોઈ શકશો Live Streaming?

Watch India vs Zimbabwe Today Match Live: ભારત અને ઝિમ્બાબ્વે (Indian Cricket Team) વચ્ચે 22 ઓગસ્ટે ત્રીજી અને છેલ્લી વનડે મેચ રમાશે. ટીમ ઈન્ડિયા પહેલા જ સિરીઝ જીતી ચૂકી છે.

IND Vs ZIM 3rd ODI: ભારતની નજર ક્લીન સ્વીપ પર, જાણો ક્યાં અને કેવી રીતે જોઈ શકશો Live Streaming?
kl-rahul
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 21, 2022 | 3:31 PM
Share

ભારતે ઝિમ્બાબ્વે સામે 3 મેચની વનડે સિરીઝ જીતી લીધી છે અને હવે કેએલ રાહુલની (KL Rahul) આગેવાની હેઠળની ટીમ સિરીઝમાં ક્લીન સ્વીપ કરવા પર નજર રાખી રહી છે. ભારતે (Indian Cricket Team) પહેલી મેચ 10 વિકેટે અને બીજી મેચ 5 વિકેટથી જીતીને સિરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી હતી. રાહુલની કેપ્ટનશિપમાં ભારતે પહેલી વખત સિરીઝ જીતી હતી અને હવે તેઓ ક્લીન સ્વીપ કરીને પહેલી જીત નોંધાવવાની કોશિશ કરશે. બંને વચ્ચે સિરીઝની ત્રીજી અને છેલ્લી વનડે મેચ 22 ઓગસ્ટે રમાશે.

બોલરોએ ભારતીય બેટ્સમેનોને કર્યા હેરાન

બીજી વનડે મેચની વાત કરીએ તો ભારતે 146 બોલમાં યજમાન ટીમે આપેલા 162 રનના ટાર્ગેટને 5 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. પરંતુ ઝિમ્બાબ્વેના બોલરોએ પહેલી વનડેની સરખામણીએ બીજી વનડેમાં અજાયબીઓ કરી હતી. તેને ભારતને આસાનીથી જીતવા દીધું નહીં. એક સમયે ભારતે 97 રનમાં પોતાની 4 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ આ પછી દીપક હુડ્ડા અને સંજુ સેમસને દાવ સંભાળ્યો અને ભારતને જીત અપાવી.

ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકો છો ODI સિરીઝ

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રીજી ODI મેચ ક્યારે રમાશે?

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રીજી ODI 22 ઓગસ્ટ (સોમવાર)ના રોજ રમાશે.

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રીજી ODI ક્યાં રમાશે?

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રીજી ODI મેચ હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાશે.

ઝિમ્બાબ્વે અને ટીમ ઈન્ડિયા વચ્ચે ત્રીજી ODI મેચ ક્યારે શરૂ થશે?

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રીજી ODI મેચ ભારતીય સમયાનુસાર બપોરે 12.45 વાગ્યે શરૂ થશે. ટોસ 12:15 વાગ્યે થશે.

ઝિમ્બાબ્વે અને ટીમ ઈન્ડિયા વચ્ચેની ત્રીજી ODI મેચનું લાઈવ ટેલિકાસ્ટ કઈ ચેનલ કરશે?

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની ત્રીજી ODIનું લાઈવ ટેલિકાસ્ટ ફેન્સ ભારતમાં સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર જોઈ શકશે.

ભારત-ઝિમ્બાબ્વે ત્રીજી ODI મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ઓનલાઈન ક્યાં જોઈ શકાશે?

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની ત્રીજી ODI મેચનું ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ સોની લાઈવ એપ પર કરવામાં આવશે. આ સિવાય tv9gujarati.com પર પણ મેચના લાઈવ અપડેટ્સ વાંચી શકાશે.

ભારત: કેએલ રાહુલ (કેપ્ટન), શિખર ધવન, ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, ઈશાન કિશન, સંજુ સેમસન, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, આવેશ ખાન, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ, દીપક ચહર , શાહબાઝ અહમદ

ઝિમ્બાબ્વે: રેજિસ ચકાબવા (કેપ્ટન), રિયાન બર્લ, તનાકા ચિવાંગા, બ્રાડલે ઇવાંસ, લ્યૂક જોંગવે, ઇનોસેંટ કેઇઆ, ટી કૈતાનો, ક્લાઇવ માડાંડે, વેસલી એમ, ટી મારુમાની, જાન મસારા, ટોની મુનિયોંગા, રિચર્ડ અંગારાવા, વિક્ટર એન, સિકંદર રઝા, મિલ્ટન શુમ્બા, ડોનાલ્ડ તિરિપાનો

ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
g clip-path="url(#clip0_868_265)">