ચીફ સિલેક્ટર અજીત અગરકર વર્લ્ડ કપ માટેના રોડમેપ પર ચર્ચા કરવા વેસ્ટ ઈન્ડિઝ જશે
આ વર્ષે ભારતમાં ODI વર્લ્ડ કપ રમાવાનો છે અને આ માટે ટીમ ઈન્ડિયા કોઈ કસર છોડવા માંગતી નથી. તેથી જ મુખ્ય પસંદગીકાર અજીત અગરકર વેસ્ટ ઈન્ડિઝ જશે અને કોચ અને કેપ્ટન સાથે વાત કરશે.
આ વર્ષે ODI વર્લ્ડ કપ ભારતની યજમાનીમાં રમાવાનો છે. ટીમ ઈન્ડિયા આ માટે તૈયારી કરી રહી છે. હાલ ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે અને હવે અહીંથી વર્લ્ડ કપની તૈયારીઓ હાથ ધરવામાં આવશે. મુખ્ય પસંદગીકાર અજીત અગરકર (Ajit Agrakar) વર્લ્ડ કપ માટેના રોડમેપ પર ચર્ચા કરવા વેસ્ટ ઈન્ડિઝ જશે.
અજીત અગરકર જશે ત્રિનિદાદ
આ સમયે ભારતીય ટીમ ટેસ્ટ શ્રેણીમાં ભાગ લઈ રહી છે. ભારતે પ્રથમ ટેસ્ટ મેચ જીતી લીધી છે. બીજી મેચમાં પણ તે જીતનો પ્રયાસ કરશે. આ પછી ODI અને T20 શ્રેણી રમાશે. આ દરમિયાન અગરકર ટીમમાં સામેલ થવા માટે મુંબઈથી ત્રિનિદાદ જશે અને લગભગ 14,000 કિલોમીટરની સફર પૂરી કરીને ટીમ સાથે જોડાશે.
Ajit Agarkar will be traveling to the West Indies to discuss the road map for the 2023 World Cup with Rohit Sharma and Rahul Dravid. (Indian Express). pic.twitter.com/07rl7rMjaq
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 18, 2023
રાહુલ-રોહિત સાથે કરશે ચર્ચા
સમાચાર એજન્સી PTIના અહેવાલ મુજબ, અગરકર ટીમના કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડ સાથે વાત કર્યા બાદ ODI વર્લ્ડ કપ માટે રોડમેપ તૈયાર કરશે. BCCIના એક સૂત્રએ PTIને જણાવ્યું હતું કે પસંદગી સમિતિના સભ્ય સલિલ અંકોલા હાલમાં વેસ્ટ ઈન્ડિઝમાં છે, પરંતુ તે ટેસ્ટ શ્રેણી પછી પરત ફરશે અને ત્યારબાદ અગરકર મર્યાદિત ઓવરોની શ્રેણી દરમિયાન ટીમ ઈન્ડિયા સાથે જોડાશે.
ચીફ સિલેક્ટર પ્રથમ વખત ટીમને મળશે
અગરકરે હાલમાં જ મુખ્ય પસંદગીકારનું પદ સંભાળ્યું છે અને તે હજુ સુધી ટીમને રૂબરૂ મળ્યો નથી. તે વિન્ડીઝ પ્રવાસ પર ટીમને મળશે. આ દરમિયાન કોચ અને કેપ્ટન સાથે વાત કર્યા બાદ તેનો પ્રયાસ વર્લ્ડ કપ માટે બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવાનો રહેશે. જેમાં વર્લ્ડ કપ માટે 20 મુખ્ય ખેલાડીઓની પસંદગીનો સમાવેશ થાય છે. આ સિવાય તે ખેલાડીઓની ફિટનેસ અને વર્કલોડ મેનેજમેન્ટ વિશે પણ વાત કરશે.
Chairman of selection committee Ajit Agarkar is all set to travel to West Indies to meet Captain Rohit Sharma and coach Rahul Dravid to discuss the road map for ODI World Cup 2023. (To PTI) pic.twitter.com/Sa5lcQlzPP
— CricketMAN2 (@ImTanujSingh) July 18, 2023
આ પણ વાંચો : IND vs WI: યશસ્વી જયસ્વાલના કોચે ખોલી તેની પોલ, પાણીપુરી વેચી હોવાની વાત પર કર્યો ઘટસ્ફોટ
બુમરાહ પર ખાસ ફોકસ રહેશે
એજન્સીના અહેવાલ મુજબ, આ બેઠકમાં ભારતના ઝડપી બોલર જસપ્રિત બુમરાહની ફિટનેસ પર પણ ચર્ચા કરવામાં આવશે અને બુમરાહ આયર્લેન્ડ સામેની T20 શ્રેણી માટે ઉપલબ્ધ રહેશે કે નહીં તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે. બુમરાહ હાલમાં બેંગલુરુની નેશનલ ક્રિકેટ એકેડમીમાં છે અને તેની ફિટનેસ પર કામ કરી રહ્યો છે. દ્રવિડ આયર્લેન્ડ પ્રવાસમાં આરામ કરશે અને NCA ચીફ VVS લક્ષ્મણ ટીમની કમાન સંભાળશે.