IND vs WI: યશસ્વી જયસ્વાલના કોચે ખોલી તેની પોલ, પાણીપુરી વેચી હોવાની વાત પર કર્યો ઘટસ્ફોટ
યશસ્વી જયસ્વાલ વિશેની સૌથી લોકપ્રિય વાર્તા તેની પાણીપુરી એટલે કે ગોલગપ્પા વેચવાની છે. પરંતુ, તેના બાળપણના કોચ આ મહત્વપૂર્ણ વાર્તાને ખોટી હોવાનું જણાવી રહ્યા છે. જે બાદ હવે યશસ્વીના આ કહાની પર સવાલ ઉઠી રહ્યા છે.
યશસ્વી જયસ્વાલ (Yashasvi Jaiswal) હાલ ખૂબ જ ચર્ચામાં છે. તેણે વેસ્ટ ઈન્ડિઝમાં ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારી ટીમ ઈન્ડિયાના ભવિષ્યના સુપરસ્ટાર તરીકે ઓળખ મેળવી લીધી છે. વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર જયસ્વાલ દેશના ક્રિકેટના નવા હીરો તરીકે ઉભરી આવ્યો છે. પરંતુ, અહીં ભારતમાં તેના કોચે આપેલા નિવેદને તેના પર સવાલો ઉભા કર્યા છે.
કોચ જ્વાલા સિંહે કર્યો ખુલાસો
સવાલ એ છે કે શું યશસ્વી જયસ્વાલ જુઠ્ઠો છે? જુઠ્ઠા હોવાનો આરોપ બહુ મોટો છે. પરંતુ તેના પર આ આરોપ એટલા માટે લગાવવામાં આવી રહ્યો છે કારણ કે તેણે પોતાની ક્રિકેટ જર્ની વિશે જે કહ્યું છે અને તેના કોચ જ્વાલા સિંહે એક ઈન્ટરવ્યુમાં જે કહ્યું છે તેમાં કોઈ મેળ નથી. યશસ્વીએ જે વાર્તા કહી તેના પૂર્વ કોચ એથી અલગ જ બોલી રહ્યા છે.
શું યશસ્વી જયસ્વાલ ખોટું બોલી રહ્યો છે?
યશસ્વી જયસ્વાલ વિશેની સૌથી લોકપ્રિય વાર્તા તે પાણીપુરી એટલે કે ગોલગપ્પા વેચતો હોવાની છે. જો કે તેની ગોલગપ્પા વેચવાની કહાની તે તસવીર જેટલી જ લોકપ્રિય છે જેમાં તે ગોલગપ્પાની દુકાન સંભાળતો જોવા મળે છે. પરંતુ, તેના બાળપણના કોચ આ મહત્વપૂર્ણ વાર્તાને ખોટી સાબિત કરતા હોય તેવું લાગે છે. તેમના કહેવા પ્રમાણે, યશસ્વીએ ક્યારેય ગોલગપ્પા વેચ્યા નથી. હવે પ્રશ્ન એ છે કે જ્યારે યશસ્વીએ આવું ન કર્યું તો શું તે ખોટું બોલી રહ્યો છે?
અનેક ઇન્ટરવ્યુમાં કહી વાત
ખરેખર, યશસ્વી જયસ્વાલના આવા ઘણા ઇન્ટરવ્યુ છે, જેમાં તે ગોલગપ્પા વેચવાની વાત કરતો જોવા મળે છે? સ્ટાર સ્પોર્ટ્સ પર તેની ક્રિકેટ સફર વિશે વાત કરતી વખતે, યશસ્વીએ પોતે જણાવ્યું હતું કે તે કેવી રીતે ગોલગપ્પા વેચતો હતો. તેણે એ ઘટના પણ કહી જ્યારે એકવાર પાણીપુરી વેચતી વખતે તેની સાથે ક્રિકેટ રમતા તેના મિત્રો ત્યાં આવ્યા અને તે તેમને જોઈને ભાગી ગયો.
યશસ્વીના કોચે આપ્યું મોટું નિવેદન
પરંતુ, હવે તેના કોચ જ્વાલા સિંહનું કહેવું કંઈક બીજું છે. એક ઈન્ટરવ્યુમાં જ્વાલા સિંહે કહ્યું કે પાણીપુરી વેચવાની યશસ્વીની વાત ખોટી છે અને કહ્યું કે આ વાર્તામાં કોઈ સત્ય નથી. તેણે કહ્યું કે જ્યારે યશસ્વી 16 વર્ષનો હતો ત્યારે તેણે એક ઈન્ટરવ્યુ આપ્યો હતો, જેમાં તેણે પોતાની સંઘર્ષની કહાણીને મજબૂત કરવા માટે પાણીપુરી વેચવાની ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. બસ ત્યારથી મીડિયાને હેડલાઈન બનાવવાની આદત પડી ગઈ છે.
પાણીપુરી વેચવાની યશસ્વીની વાત ખોટી
જ્વાલા સિંહે કહ્યું કે આ હેડલાઇન સારી છે પરંતુ તેમાં સત્ય માત્ર 5 ટકા છે. તેણે કહ્યું કે યશસ્વી મુંબઈ આવ્યા પછી તેના ટેન્ટમાં રાત વિતાવવાની વાત પણ થોડા દિવસો માટે જ છે. તેની પાસે જીવન જીવવાની પ્રાથમિક સુવિધાઓ નહોતી. તે કેટલાક ફેરીવાળાઓને મદદ કરતો હતો, જેના બદલામાં તેને કેટલાક પૈસા મળતા હતા. પરંતુ એક વાર તે મારી પાસે આવ્યો, ત્યારબાદ તેના માટે આ બધી મુશ્કેલીઓ સમાપ્ત થઈ ગઈ. આજે તે જે પ્રકારનું ક્રિકેટ રમી રહ્યો છે તે સારા ખોરાક અને રહેવાની સારી સ્થિતિ વિના શક્ય નથી. મેં તેને આ બધું ઉપલબ્ધ કરાવ્યું. સમય અને પૈસા ખર્ચ્યા વિના કોઈ પણ વ્યક્તિ આવો વ્યાવસાયિક ક્રિકેટર બની શકતો નથી. આજે તે જ્યાં છે તેની પાછળ મેં 9 વર્ષ આપ્યા છે.
આ પણ વાંચો : કોણ છે Ishaan Kishanની ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયા, અનેક વખત ક્રિકેટરને કરી ચૂકી છે સપોર્ટ
કોણ સાચું, કોણ ખોટું?
હવે સવાલ એ થાય છે કે કોણ સાચું અને કોણ ખોટું? જો યશસ્વી સાચું કહે છે, તો શું તેના કોચ જ્વાલા સિંહ આવું કહીને ડાબા હાથના બેટ્સમેનની સફળતાનો શ્રેય માંગી રહ્યા છે? અને જો કોચ જ્વાલા સિંહ ખરેખર સાચું બોલે છે તો મોટો સવાલ એ છે કે શું યશસ્વી જૂઠું બોલી રહ્યો છે?