IND vs WI 1st Test: ભારતીય ટીમની ધમાકેદાર જીત, અશ્વિન આગળ વેસ્ટ ઈન્ડિઝની ટીમનું સરેન્ડર, જુઓ Video
India vs West Indies Dominica Test: ભારતીય ટીમે પોતાની પ્રથમ ઈનિંગ 421 રન પર જાહેર કરી હતી. જેના કારણે ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિંઝ પર 271 રનની લીડ મેળવી લીધી હતી. આ લીડ સામે વેસ્ટ ઈન્ડિઝની ટીમ ટકી શકી ન હતી.
Dominica : માત્ર ત્રણ દિવસનો સમય લાગ્યો અને ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ની પ્રથમ મેચના ત્રીજા દિવસે જોરદાર જીત સાથે તેમના અભિયાનની શરૂઆત કરી. વેસ્ટ ઈન્ડિઝ સામેની ડોમિનિકા ટેસ્ટના પ્રથમ બે દિવસમાં જ મેચનું ભાગ્ય લગભગ નક્કી કરી ચૂકેલી ભારતીય ટીમે ત્રીજા દિવસના અંતે જ એક દાવ અને 141 રનથી જીત મેળવી હતી. પ્રથમ દાવમાં 5 વિકેટ લેનાર અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિન (Ravichandran Ashwin) બીજી ઈનિંગનો પણ સ્ટાર હતો. તેની 7 વિકેટના આધારે ભારતે સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી હતી.
પહેલી ઈનિંગમાં માત્ર 150 રન બનાવનારી વેસ્ટ ઈન્ડિઝની ટીમ બીજી ઈનિંગમાં 130 રન પર ઓલઆઉટ થઈ હતી. ભારતીય ટીમે પ્રથમ ઈનિંગમાં 421 રન બનાવીને જીતનો મજબૂત પાયો નાખ્યો હતો. બીજી ઈનિંગમાં 51મી ઓવરમાં જ વેસ્ટ ઈન્ડિઝની ટીમ ઓલઆઉટ થઈ હતી. વેસ્ટ ઈન્ડિંઝની છેલ્લી 8 વિકેટ અંતિમ સેઝનમાં પડી હતી.
આ પણ વાંચો : Breaking news: 19મી એશિયન ગેમ્સ Hangzhou 2022 માટે ભારતની મહિલા અને પુરુષ ટીમની કરાઇ જાહેરાત
ભારતીય ટીમે 141 રનથી મેળવી જીત
WHAT. A. WIN! 🙌 🙌
A cracking performance from #TeamIndia to win the first #WIvIND Test in Dominica 👏 👏
Scorecard ▶️ https://t.co/FWI05P4Bnd pic.twitter.com/lqXi8UyKf1
— BCCI (@BCCI) July 14, 2023
ટોસ જીતીને બેટિંગ પસંદ કરનારી વેસ્ટ ઈન્ડિઝની ટીમ પ્રથમ ઈનિંગમાં 150 રન પર ઓલઆઉટ થઈ હતી. જેમાં એલીક એથેનાઝે 47 રન અને ક્રેગ બ્રાથવેટે 20 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ તરફથી અશ્વિને 60 રન આપીને 5 વિકેટ, જ્યારે જાડેજાએ 26 રન આપીને 3 વિકેટ લીધી હતી.
Out goes Chanderpaul! Review needed but umpire’s decision stands ✅
Brilliant from Jadeja 🏏#WIvIND pic.twitter.com/ovRzawwrZo
— Cricket on BT Sport (@btsportcricket) July 14, 2023
ભારતની પ્રથમ ઈનિંગમાં બંને ઓપનર ચમક્યા હતા. યશસ્વી જયસ્વાલે 171 રન અને કેપ્ટન રોહિત શર્માએ 103 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી રહકીમ કોર્નવોલે 32 રન આપીને 1 વિકેટ અને કેમર રોચે 50 રન આપીને 1 વિકેટ લીધી હતી.
આ પણ વાંચો : IPL: લખનૌ સુપર જાયન્ટ્સે નવા કોચની કરી જાહેરાત, એન્ડી ફ્લાવરની કરી છુટ્ટી
વેસ્ટ ઈન્ડિઝની બીજી ઈનિંગમાં એલીક એથેનાઝે સૌથી વધારે 28 રન અને જેસન હોલ્ડરે 20* રન બનાવ્યા હતા. ભારત તરફથી જાડેજાએ 38 રન આપીને 2 વિકેટ અને અશ્વિને 71 રન આપીને 7 વિકેટ લીધી હતી.
અશ્વિન અને યશસ્વી જયસ્વાલે મચાવી ધમાલ
A debut to remember for Yashasvi Jaiswal! 👍 👍
He bags the Player of the Match award for his brilliant batting perfomance in Dominica 👌 👌#TeamIndia | #WIvIND pic.twitter.com/BitP4oK1Gm
— BCCI (@BCCI) July 14, 2023
Ashwin takes another wicket 😮💨
A brilliant bowling display 🔥#WIvIND pic.twitter.com/GRiwyjFlAA
— Cricket on BT Sport (@btsportcricket) July 14, 2023
અશ્વિને વેસ્ટ ઈન્ડિંઝ સામે પ્રથમ ઈનિંગમાં 24.3 ઓવરમાં 60 રન આપીને 5 વિકેટ લીધી હતી. જ્યારે બીજી ઈનિંગમાં 21.3 ઓવરમાં 71 રન આપીને 7 વિકેટ લીધી હતી.ડેબ્યૂ મેચમાં જ યશસ્વી જયસ્વાલે 387 બોલમાં 171 રન બનાવ્યા હતા. જેને કારણે તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.