IPL: લખનૌ સુપર જાયન્ટ્સે નવા કોચની કરી જાહેરાત, એન્ડી ફ્લાવરની કરી છુટ્ટી
IPL ફ્રેન્ચાઈઝી લખનૌ સુપર જાયન્ટ્સે શુક્રવારે એક મોટી જાહેરાત કરી હતી. LSGએ ટીમના હેડ કોચ એન્ડી ફ્લાવરની જગ્યાએ જસ્ટિન લેંગરની નિમણૂક કરી હતી. લેંગર આગામી સિઝનમાં ટીમના કોચ તરીકે ભૂમિકા નિભાવશે.
શુક્રવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ફ્રેન્ચાઈઝી લખનૌ સુપર જાયન્ટ્સે (LSG) તેના નવા મુખ્ય કોચ તરીકે જસ્ટિન લેંગરના નામની જાહેરાત કરી છે. ફ્રેન્ચાઇઝીએ તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર લેંગરનો ફોટો પોસ્ટ કરી આ અંગે જાહેરાત કરી હતી.
એન્ડી ફ્લાવરનો કાર્યકાળ સમાપ્ત
આ પહેલા એન્ડી ફ્લાવર પહેલી બે સિઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સ ટીમ માટે મુખ્ય કોચની ભૂમિકામાં હતા, જેના જવાની પણ ફ્રેન્ચાઇઝી તરફથી સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા જાણ કરવામાં આવી હતી. તો બીજી તરફ જસ્ટિન લેંગરને મુખ્ય કોચ બનાવવાની જાહેરાત પણ ફ્રેન્ચાઇઝી દ્વારા સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા દરેકને આપવામાં આવી હતી.
JUST IN: LANGER! 💙🙏 pic.twitter.com/UYu6XSfgIX
— Lucknow Super Giants (@LucknowIPL) July 14, 2023
જસ્ટિન લેંગર લખનૌ સુપર જાયન્ટ્સનો નવો કોચ
જસ્ટિન લેંગર ઓસ્ટ્રેલિયન ટીમના કોચ પણ રહી ચૂક્યા છે. ફ્રેન્ચાઇઝીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “લખનૌ સુપર જાયન્ટ્સે ભૂતપૂર્વ મહાન ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના કોચ અને બેટ્સમેન જસ્ટિન લેંગરને તેમની ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા છે. આનાથી એન્ડી ફ્લાવરનો બે વર્ષનો કરાર પણ સમાપ્ત થાય છે અને લખનૌ સુપરજાયન્ટ્સ એન્ડી ફ્લાવરનો તેમના યોગદાન માટે આભાર માનવા માંગે છે.
ગૌતમ ગંભીરના ભાવિ પર પણ શંકા
શુક્રવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ફ્રેન્ચાઈઝી દ્વારા કરવામાં આવેલી જાહેરાતે ટીમ ‘માર્ગદર્શક’ ગૌતમ ગંભીરના ભાવિ પર પણ શંકા વ્યક્ત કરી હતી, જેને 2022ની સિઝનમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ સાથે જ અન્ય સપોર્ટિંગ સ્ટાફમાં પણ ફેરફાર થઈ શકે છે.
Justin Langer joins the Super Giants as Head Coach. Full story 👉 https://t.co/xNl4yUfXlt
— Lucknow Super Giants (@LucknowIPL) July 14, 2023
જસ્ટિન લેંગરની કોચ તરીકે સફળ કારકિર્દી
જસ્ટિન લેંગરને મે 2018માં ઓસ્ટ્રેલિયન ટીમના કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને તેમના કાર્યકાળ દરમિયાન ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને એશિઝ શ્રેણીમાં હરાવ્યું હતું. 2021માં ઓસ્ટ્રેલિયાએ પણ પ્રથમ વખત T20 વર્લ્ડ કપ જીત્યો હતો. આ સિવાય પર્થ સ્કોર્ચર્સે લેંગરના માર્ગદર્શનમાં ત્રણ વખત બિગ બેશ લીગનો ખિતાબ પણ જીત્યો હતો.
આ પણ વાંચો : Emerging Asia Cup: નેપાળના નંબર 9 ખેલાડીએ પાકિસ્તાનની કરી ધોલાઈ! 75 રન ફટકાર્યા
The owner of LSG traveled to England for discussions with Justin Langer regarding the position of Head Coach while on other hand KKR is reportedly in talks with Gautam Gambhir for the position of Head Coach. – Reports pic.twitter.com/vJsNYLJFG7
— Vipin Tiwari (@vipintiwari952) July 12, 2023
ઓસ્ટ્રેલિયાની ઓફરને ઠુકરાવી
જસ્ટિન લેંગરે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ટૂંકા ગાળાના કરારની ઓફરને ઠુકરાવી દીધી હતી અને IPL ફ્રેન્ચાઈઝી લખનૌ સુપર જાયન્ટ્સની ઓફર સ્વીકારી હતી. હવે આગામી સિઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ જસ્ટિન લેંગરના માર્ગદર્શનમાં પ્રેક્ટિસ કરશે અને સિઝનમાં ભાગ લેશે.