Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL : વિરાટ કોહલી-રોહિત શર્માને શ્રીલંકા પહોંચતા જ મોટો આંચકો લાગ્યો

ટીમ ઈન્ડિયાએ T20 સિરીઝ પર કબજો જમાવી લીધો છે અને હવે શ્રીલંકા સામે બીજી ઓગસ્ટથી વનડે સિરીઝ શરૂ થવા જઈ રહી છે. વિરાટ અને રોહિત બંને આ સિરીઝ માટે કોલંબો પહોંચી ગયા છે પરંતુ શ્રીલંકાની રાજધાનીમાં પગ મૂકતા જ તેમને મોટો આંચકો લાગ્યો છે.

IND vs SL : વિરાટ કોહલી-રોહિત શર્માને શ્રીલંકા પહોંચતા જ મોટો આંચકો લાગ્યો
Rohit Sharma & Virat Kohli
Follow Us:
| Updated on: Jul 29, 2024 | 6:54 PM

ભારતીય ક્રિકેટ ટીમે શ્રીલંકા સામે T20 સિરીઝ જીતી લીધી છે, એવામાં ત્રીજી T20 મેચમાં ટીમ ઈન્ડિયાનો હેતુ સિરીઝ ક્લીન સ્વીપ કરવાનો રહેશે. જો કે આ સિરીઝ બાદ ટીમ ઈન્ડિયાએ 2 ઓગસ્ટથી વનડે સિરીઝ રમવાની છે, જેના માટે વિરાટ કોહલી અને કેપ્ટન રોહિત શર્મા પણ રજાઓ પૂરી કરીને કોલંબો પહોંચી ગયા છે. જો કે, શ્રીલંકાની રાજધાની પહોંચતા જ આ બંને ખેલાડીઓને મોટો આંચકો લાગ્યો હતો. વાસ્તવમાં, ODI ટીમના ખેલાડીઓ કોલંબોમાં પ્રેક્ટિસ કરવાના હતા, પરંતુ વરસાદના કારણે તે પ્રેક્ટિસ સેશન જ રદ્દ કરવી પડી હતી.

કોલંબોમાં ભારે વરસાદ

જ્યારે વિરાટ-રોહિતે શ્રીલંકામાં પગ મૂક્યો ત્યારે તડકો હતો પરંતુ જ્યારે તેઓ પ્રેક્ટિસ માટે કોલંબોના મેદાન પર પહોંચ્યા ત્યારે ભારે વરસાદ શરૂ થયો હતો. જેના કારણે ટીમ ઈન્ડિયાનું પ્રેક્ટિસ સેશન રદ્દ થયું. કોલંબોમાં આગામી 2 દિવસ સુધી વરસાદની સંભાવના છે હવે ટીમ ઈન્ડિયા કેવી પ્રેક્ટિસ કરે છે તે જોવાનું રહેશે.

જો તમે રસોડામાં લોઢી(તવી)ને ઊંધી રાખશો તો શું થશે?
Jioનો સૌથી સસ્તો પ્લાન, 75 રૂપિયામાં મળશે 23 દિવસની વેલિડિટી
પેઢાંમાંથી વારંવાર નીકળે છે લોહી? તો જાણો કયા વિટામિનની છે કમી
IPL 2025માં સૌથી મોટી ઉંમરનો કેપ્ટન કોણ છે? જુઓ ફોટો
આ છે IPL 2025નો સૌથી નાની ઉંમરનો કેપ્ટન, જુઓ ફોટો
Vastu Tips: ઘરમાં ગરોળીનું દેખાવવું કઈ વાતનો સંકેત આપે છે? જાણો શુભ કે અશુભ

વિરાટ-રોહિતને લાગ્યો આંચકો

વિરાટ-રોહિત માટે કોલંબોમાં પ્રેક્ટિસ સેશન ખૂબ મહત્વનું છે. આ બંને ખેલાડીઓએ T20 વર્લ્ડ કપની ફાઈનલ બાદ કોઈ મેચ રમી નથી. બંને રજાઓ મનાવી રહ્યા હતા અને હવે બંને શ્રીલંકા સામેની પ્રથમ વનડેમાં રમશે. મહત્વની વાત એ છે કે વિરાટ કોહલી લગભગ 7 વર્ષ પછી શ્રીલંકા વનડે સિરીઝ રમવા આવ્યો છે, તેથી તેના માટે વાતાવરણને અનુરૂપ થવા માટે પ્રેક્ટિસ કરવી જરૂરી છે.

ODI અને T20 ટીમ અલગ પ્રેક્ટિસ કરશે

તમને જણાવી દઈએ કે ભારતીય T20 ટીમ હાલમાં પલ્લેકલેમાં છે, જ્યાં તે મંગળવારે T20 સિરીઝની છેલ્લી મેચ રમશે. ODI શ્રેણી માટે પસંદ કરાયેલા ખેલાડીઓ કોલંબોમાં છે. જેમાં શ્રેયસ અય્યર, હર્ષિત રાણાનો સમાવેશ થાય છે. આ ખેલાડીઓની મદદ માટે આસિસ્ટન્ટ કોચ અભિષેક નાયર પલ્લેકેલેથી કોલંબો પહોંચી ગયા છે.

આ પણ વાંચો: એશિયા કપના આયોજનને લઈ સૌથી મોટા સમાચાર, પાકિસ્તાન ક્રિકેટ ટીમ આવશે ભારત

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">