IND vs SL: ભારત પાસે જે શરમજનક રેકોર્ડ હતો એ હવે શ્રીલંકન ટીમના નામે નોંધાયો, જાણો શું હતો રેકોર્ડ

|

Jul 03, 2021 | 10:15 PM

ભારતીય ટીમ (Team India) વિશ્વમાં સૌથી વધુ વન ડે મેચ રમી ચુક્યુ છે. આ દરમ્યાન ભારતીય ટીમે આ શરમજનક રેકોર્ડ નોંધાવ્યો હતો.

IND vs SL: ભારત પાસે જે શરમજનક રેકોર્ડ હતો એ હવે શ્રીલંકન ટીમના નામે નોંધાયો, જાણો શું હતો રેકોર્ડ
Sri Lanka Team

Follow us on

ભારત અને શ્રીલંકા (India vs Sri Lanka) વચ્ચે આગામી 13 જૂલાઈથી વન ડે શ્રેણી રમાનાર છે. આ પહેલા જ ભારતીય ટીમ (Team India) પાસે વન ડે મેચમાં હારને લઈને રહેલી કાળી ટીલી હવે શ્રીલંકાને નામ ચઢી ચુકી છે. હાલમાં શ્રીલંકા અને ઈંગ્લેન્ડ (Sri Lanka vs England) વચ્ચે ત્રણ વન ડે મેચોની સિરીઝ રમાઈ રહી છે. જે દરમ્યાન પ્રથમ બંને વન ડે શ્રીલંકા હાર્યુ છે, આ સાથે જ શ્રેણી પણ ગુમાવી દીધી છે.

 

શ્રીલંકન ટીમે ઈંગ્લેન્ડ સામે હાર મેળવવા સાથે એક શરમજનક રેકોર્ડ ટીમના નામે નોંધાવી દીધો છે. અત્યાર સુધી જે શરમજનક રેકોર્ડ ભારતીય ટીમના નામે નોંધાયેલો હતો. જે રેકોર્ડ વન ડે ક્રિકેટમાં સૌથી વધુ મેચ હારવા (Most ODI Matches lost)ને લઈને છે. જેમાં અત્યાર સુધી વિશ્વમાં ભારતીય ટીમ સૌથી વધુ હાર નોંધાવી ચુકી હતી. પરંતુ હવે એક બાદ એક મેચ હારી રહેલ શ્રીલંકન ટીમે ભારત પાસેથી આ અણગમતો રેકોર્ડ પોતાને શિરે લીધો છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

શ્રીલંકન ટીમ ઈંગ્લેન્ડ સામેની વન ડે શ્રેણીમાં મેદાને ઉતર્યુ તે અગાઉ 426 મેચ હારી ચુકી હતી. પરંતુ શ્રેણીની બંને મેચ ગુમાવતા જ શ્રીલંકન ટીમ 428 મેચ હારીને વિશ્વમાં સૌથી વધુ વન ડે મેચ હારનારો દેશ તરીકે નોંધાઈ ચુક્યા છે. ભારતીય ટીમ હવે આ મામલામાં બીજા ક્રમાંકની ટીમ બની ચુકી છે.

ભારત પાસે સૌથી વધુ વન ડે રમવાનો રેકોર્ડ

ભારત સૌથી વધુ વન ડે મેચ રમવાનો રેકોર્ડ ધરાવે છે. ભારતીય ટીમ 993 વન ડે મેચ રમી ચુક્યુ છે. જેમાંથી ભારતીય ટીમ અત્યાર સુધીમાં 427 મેચ હારી છે. જ્યારે ત્રીજા ક્રમાંકે આ મામલે પાકિસ્તાન (Pakistan)ની ટીમ છે, જે 414 મેચ હાર્યુ છે. આમ ત્રણેય દેશો વચ્ચે હારના આંકડાના મામલે વધારે અંતર નથી તો વેસ્ટ ઈન્ડીઝની ટીમ હારવાના મામલામાં 400ની અંદર છે. એટલે કે તે 384 મેચ હારી ચુક્યુ છે.

 

સૌથી વધુ મેચ રમવાના મામલામાં બીજા નંબરે ઓસ્ટ્રેલીયા (Australia)ની ટીમ છે. જે 955 વન ડે મેચ રમી ચુક્યુ છે. જોકે તેનો મેચ હારની સરેરાશ ખૂબ ઓછી છે. ઓસ્ટ્રેલીયા 333 મેચ હાર્યુ છે. જ્યારે પાકિસ્તાન 933 વન ડે મેચ રમી ચુક્યુ છે.

 

અણગમતા રેકોર્ડને દુર રાખવાનો મોકો

શ્રીલંકન ટીમ 860 વન ડે મેચ રમ્યુ છે. હારના મામલામાં શ્રીલંકા અને ભારત વચ્ચે જોકે એક જ મેચનું અંતર છે તો બીજી તરફ હવે શ્રીલંકા અને ભારત બંને દેશ આમને સામને થનારા છે. તે અણગમતા રેકોર્ડને દૂર રાખવા મજબૂત થઈ શકે છે.

 

આ પણ વાંચોઃ BCCI: ઘરેલુ ક્રિકેટના આયોજનને લઈ ક્રિકેટ બોર્ડનો કાર્યક્રમ જાહેર, રણજી ટ્રોફીનું ત્રણ માસનું આયોજન

Next Article