BCCI: ઘરેલુ ક્રિકેટના આયોજનને લઈ ક્રિકેટ બોર્ડનો કાર્યક્રમ જાહેર, રણજી ટ્રોફીનું ત્રણ માસનું આયોજન

BCCIએ ઘરેલુ ક્રિકેટના કાર્યક્રમથી કોરોના (Corona) પ્રભાવિત ક્રિકેટ આયોજન પરત ફરશે. ગત વર્ષે રદ થયેલ રણજી ટ્રોફી આ વર્ષે રમાડવામાં આવશે.

BCCI: ઘરેલુ ક્રિકેટના આયોજનને લઈ ક્રિકેટ બોર્ડનો કાર્યક્રમ જાહેર, રણજી ટ્રોફીનું ત્રણ માસનું આયોજન
BCCI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2021 | 9:06 PM

કોરોના વાયરસ (Corona Virus)ને લઈને વિશ્વભરના રમતના આયોજનો પર વિપરીત અસર પડી છે. જેમાં ક્રિકેટે પણ વર્ષ 2020 અને 2021 દરમ્યાન તેની ગંભીર અસર ભોગવી છે. ઘરેલુ ક્રિકેટ (Domestic Cricket) પણ પ્રભાવિત થતા, ઉભરતા ખેલાડીઓને પણ કરિયરને લઈ ચિંતા સતાવવા લાગી હતી. આ દરમ્યાન હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) વર્ષ 2021-22ની ઘરેલુ સિઝનના કાર્યક્રમોની ઘોષણાં કરી છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

BCCIએ ઘરેલુ ક્રિકેટની શરુઆત સિનિયર મહિલા વન ડે લીગ સાથે કરવાનું આયોજન ઘડ્યુ છે. જેની શરુઆત 21 સપ્ટેમ્બરથી થશે. ત્યારબાદ સિનિયર મહિલા વન ડે ચેલેન્જર્સ ટ્રોફી શરુ થશે. જે 27 ઓક્ટોબરથી રમાનાર છે. રણજી ટ્રોફી (Ranji Trophy)ની ગત સિઝન કોરોનાકાળને લઈને રદ કરવામાં આવી હતી. પરંતુ આ વખતે ઘરેલુ ક્રિકેટ રમતા ખેલાડીઓ માટે અપેક્ષા મુજબ આયોજન જાહેર કરાયુ છે. રણજી ટ્રોફી ત્રણ મહિનાની વિન્ડોમાં રમાનાર છે. જેની શરુઆત 16 નવેમ્બરથી થશે અને 19 ફેબ્રુઆરી 2022 સુધી રમાનાર છે.

સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (Syed Mushtaq Ali Troph)ની શરુઆત 20 ઓક્ટોબર 2021થી થનાર છે. જેની ફાઈનલ મેચ 12 નવેમ્બરે રમાશે. ઉપરાંત વિજય હજારે ટ્રોફી (Vijay Hazare Trophy) 23 ફેબ્રુઆરી 2022થી 26 માર્ચ 2022 સુધી રમાનાર છે. વર્ષ 2021-22ની ઘરેલુ સિઝન દરમ્યાન મહિલા અને પુરુષ વર્ગની કુલ 2,127 ઘરેલુ મેચ રમાનાર છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ગત વર્ષે રણજી ટ્રોફીના આયોજનને પડતુ મુકવા મજબૂર થવુ પડ્યુ હતુ. પરંતુ ચાલુ સાલે ક્રિકેટરોને માટે આકર્ષણ ધરાવતી રણજી ટ્રોફીનું આયોજન કરવાની જાહેરાત કરાઈ છે. ગત વર્ષે વિજય હજારે ટ્રોફી અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીનું સફળ આયોજન કરવામાં આવ્યુ હતુ. જે બંને ટૂર્નામેન્ટ કોરોના વાયરસથી ખેલાડીઓની સુરક્ષિત રાખવા બાયોબબલ હેઠળ આયોજીત થઈ હતી.

સુરક્ષિત ક્રિકેટ પરત ફરવાની આશા

IPL 2021ના બાયોબબલમાં કોરોના સંક્રમણ બાદ તેને અધવચ્ચે સ્થગીત કરવામાં આવી હતી. IPLની બાકી રહેલ 31 મેચ યુએઈ શિફ્ટ કરાઈ છે. જ્યારે T20 વિશ્વકપ (World Cup)ને પણ UAE અને ઓમાન ખસેડવાની બીસીસીઆઈને કોરોનાને લઈ ફરજ પડી છે. આમ IPL સ્થગીત થવા બાદ ભારતમાં ઘરેલુ ક્રિકેટની શરુઆત સાથે ક્રિકેટ સુરક્ષિત પરત ફરવાની આશા બંધાઈ છે.

આ પણ વાંચોઃ MS Dhoniને શિક્ષણ વિભાગે શિક્ષકની નોકરી માટે ઈન્ટરવ્યુમાં બોલાવ્યો, ધોની ગેરહાજર રહ્યો!

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">