SLW vs INDW T20 2022: શ્રીલંકા સામે સિરીઝ જીત્યા બાદ કેપ્ટન હરમનપ્રીત કૌરનું મોટું નિવેદન, જાણો શુ કહ્યું

|

Jun 26, 2022 | 8:03 AM

Cricket : શ્રીલંકા સામેની સિરીઝ જીત્યા બાદ હરમનપ્રીત કૌરે (Harmanpreet Kaur) કહ્યું કે અમે પ્લાન મુજબ બેટિંગ કરી હતી. તે બેટિંગ કરવા માટે સરળ પીચ ન હતી. પરંતુ અમે જે રીતે તેનો સામનો કર્યો તે શાનદાર હતો.

SLW vs INDW T20 2022: શ્રીલંકા સામે સિરીઝ જીત્યા બાદ કેપ્ટન હરમનપ્રીત કૌરનું મોટું નિવેદન, જાણો શુ કહ્યું
Harmanpreet Kaur (PC: TOI)

Follow us on

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે (India Women Cricket Team) શનિવારે બીજી T20 મેચમાં શ્રીલંકા (Sri Lanak Cricket Team) ને 5 વિકેટે હરાવ્યું હતું. આ રીતે ભારતીય ટીમ (Team India) 3 મેચની શ્રેણીમાં 2-0 થી કબજો મેળવી લીધો છે. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાની ટીમે 20 ઓવરમાં 7 વિકેટે 125 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમે 19.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. આ શ્રેણીની છેલ્લી મેચ 27 જૂને દાંબુલામાં રમાશે.

આ મેચમાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર (Harmanpreet Kaur) એ શાનદાર પ્રદર્શન કર્યું હતું. મહત્વનું છે કે સુકાની હરમનપ્રીત કૌરે લાંબા સમય બાદ બોલિંગ પર હાથ અજમાવ્યો હતો અને આ દરમિયાન તેણે 1 વિકેટ પણ ઝડપી હતી. ત્યાર બાદ તેણે બેટિંગમાં 31 રનની મહત્વની ઈનિંગ રમી હતી. આ શાનદાર પ્રદર્શન માટે ભારતીય સુકાની હરમનપ્રીત કૌરને પ્લેયર ઓફ ધ મેચ (Player of the Match) જાહેર કરવામાં આવી હતી. શ્રેણી જીત્યા બાદ હરમનપ્રીત કૌરે કહ્યું કે, હું મેચ અને શ્રેણી જીતીને ખુશ છું. તે બેટિંગ કરવા માટે સરળ પીચ ન હતી. પરંતુ અમે જે રીતે તેનો સામનો કર્યો તે શાનદાર હતો.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો

 

 

અમે યોજના પ્રમાણે બેટિંગ કરીઃ હરમનપ્રીત કૌર

ભારતીય મહિલા ટીમની સુકાની હરમનપ્રીત કૌર (Harmanpreet Kaur) એ વધુ માં કહ્યું કે બીજી ટી20 મેચ માં શ્રીલંકા સામે અમે પ્લાન મુજબ બેટિંગ કરી હતી. અમે પરિસ્થિતિ અનુસાર અમારી જાત ને વધુ સારી રીતે સ્વીકારી લીધી. બીજી તરફ શ્રીલંકા ની સુકાની ચમારી અટાપટ્ટુએ કહ્યું કે, અમે સારી બેટિંગ કરી. પરંતુ છેલ્લી 6 ઓવરમાં વધુ સારી બેટિંગ કરી શક્યા હોત. અમારી ટીમે લગભગ 15 રન બનાવ્યા હતા. શ્રીલંકાના સુકાનીએ કહ્યું કે હરમનપ્રીત કૌર (Harmanpreet Kaur) અને સ્મૃતિ મંધાના (Smriti Mandhana) એ શાનદાર બેટિંગ કરી.

Next Article