IND vs SL: શ્રીલંકન ક્રિકટરોની હાલત કફોડી ! આર્થિક હાલત કથળતા લોન અને ખુદના લગ્ન કરવા પૈસા નથી

શ્રીલંકન ક્રિકેટરો અને શ્રીલંકા ક્રિકેટ બોર્ડ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી કોન્ટ્રાક્ટને લઇ વિવાદ ચાલી રહ્યો છે. આ દરમ્યાન હવે ખેલાડીઓની આર્થિક હાલત કથળવા લાગી છે. જેને લઇને કોઇના લગ્ન અટકી પડ્યા છે, તો કોઇ ઘરના હપ્તા ચુકવી શકતા નથી.

IND vs SL: શ્રીલંકન ક્રિકટરોની હાલત કફોડી ! આર્થિક હાલત કથળતા લોન અને ખુદના લગ્ન કરવા પૈસા નથી
Sri Lankan cricket Team
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2021 | 9:35 PM

હાલના સમયમાં શ્રીલંકા ક્રિકેટ (Sri Lanka Cricket) ટીમ ચર્ચામાં છે. ટીમની રમત ખૂબ જ ખરાબ વર્તાઇ રહી છે. સાથે જ બોર્ડ અને ખેલાડીઓ વચ્ચે કોન્ટ્રાક્ટને લઇ શ્રીલંકા ક્રિકેટનુ નામ ખૂબ જ ખરાબ ચિતરાયુ છે. આ મામલામાં ખૂબ બબાલ પણ મચી ચૂકી છે. ખેલાડીઓ સન્યાસ લેવા સુધીની ધમકીઓ બોર્ડને આપી દીધી હતી. આવી સ્થિતીમાં શ્રીલંકા ક્રિકેટ બોર્ડે દરેક ને પ્રવાસના હિસાબ થી કોન્ટ્રાક્ટ આપવાનુ કહેવુ પડ્યુ હતુ.

આ વિવાદ ભારત સામેની સિરીઝ પહેલા જ ઉભો થયો હતો. ખેલાડીઓએ કરાર પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ કોઈક રીતે તેને ભારત સામેની શ્રેણી માટે મનાવી લેવામાં આવ્યો હતો. કારણ કે તે શ્રીલંકાના બોર્ડને ઘણું કમાશે. પરંતુ કરારનો વિવાદ હજી સંપૂર્ણ રીતે હલ થયો નથી. આ કારણે ખેલાડીઓ આર્થિક સંકટમાં ફસાયેલા છે. અહેવાલ છે કે ઘણા ખેલાડીઓ આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે અને તેમની પાસે લોન અને વીમાના પૈસા પણ નથી.

મીડિયા રિપોર્ટનુસાર, ખેલાડીઓએ શ્રીલંકા ક્રિકેટને આ અંગે માહિતી આપી છે. તેમણે પોતાની બાકી રકમ ચુકવવા અને કરાર અંગે માન રાખવા માટે માંગ કરી છે. આ સંદર્ભે બોર્ડને પત્ર મોકલવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, નવા કરારને લીધે, અમને જાન્યુઆરી 2021 પછી એક પણ પૈસો મળ્યો નથી. નવા કરાર અંગે ખેલાડીઓ સ્પષ્ટ નથી. તેમને આ વિશે લેખિતમાં કહેવું જોઈએ. નવા કરારમાં ખેલાડીઓના પગારમાં 30 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

લગ્ન પણ પૈસા વિના અટકી પડ્યા

આ મામલે સંબંધિત લોકોનું કહેવું છે કે, કરારને લઈને બોર્ડ અને સિનિયર ખેલાડીઓ વચ્ચે ચાલી રહેલી ઝગડોને કારણે જુનિયર ખેલાડીઓ મુશ્કેલીમાં મુકાયા છે. એક સુત્રને ટાંકીને, રિપોર્ટમાં લખ્યું હતુ કે, વાર્ષિક કરારના અભાવે ખેલાડીઓ ખરાબ રીતે પ્રભાવિત થયા છે. તેમના માટે હોમ લોનના હપ્તા ભરવા અને પરિવારના સભ્યો માટે વીમાના પૈસા ચૂકવવાનું મુશ્કેલ બની રહ્યું છે. કેટલાક ખેલાડીઓનાં લગ્ન પણ મોકૂફ રાખવામાં આવ્યા છે. જુનિયર ખેલાડીઓ આ મામલામાં ખૂબ ફસાઇ ચુક્યા છે. એવું માનવામાં આવી રહ્યુ છે કે કરાર વિના, તેની કારકિર્દી ડૂબી જશે. કારણ કે તેમની વર્તમાન શ્રેણી માટે પસંદગી કરવામાં આવી નથી.

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ખેલાડીઓએ 1 જાન્યુઆરી, 2021 થી વાર્ષિક કરાર લાગુ કરવાની વિનંતી કરી છે. જુનિયર ખેલાડીઓ આશા વ્યક્ત કરી રહ્યા છે કે તેઓ જલ્દીથી આ વિવાદમાંથી બહાર નીકળી જશે અને તેમને પગાર મળશે.

આ પણ વાંચો: Cricket: બંગાળ ક્રિકેટ તરફથી રમશે સ્પોર્ટસ મિનિસ્ટર! 39 ખેલાડીઓના ફીટનેસ કેમ્પના બન્યા હિસ્સો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">