AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: ઇશાન કિશને લખનૌમાં ઘૂમાવ્યુ બેટ, 30 બોલમાં ફટકારી દીધી આક્રમક ફીફટી

ઈશાન કિશન (Ishan Kishan) વેસ્ટ ઈન્ડિઝ સામેની છેલ્લી T20 શ્રેણીમાં ખરાબ રીતે નિષ્ફળ ગયો હતો અને ત્રણ મેચમાં એક પણ અડધી સદી ફટકારી શક્યો ન હતો, જેના કારણે તેના સ્થાનને લઈને સવાલો ઉભા થઈ રહ્યા હતા.

IND vs SL: ઇશાન કિશને લખનૌમાં ઘૂમાવ્યુ બેટ, 30 બોલમાં ફટકારી દીધી આક્રમક ફીફટી
Ishan Kishan આક્રમક અર્ધશથક જમાવ્યુ
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2022 | 9:45 PM
Share

વેસ્ટ ઈન્ડિઝ સામેની T20I શ્રેણીમાં એક બાદ એક નિષ્ફળતાઓ સહન કર્યા પછી, ઈશાન કિશને (Ishan Kishan) શ્રીલંકા સામેની T20I શ્રેણીની પ્રથમ મેચમાં જોરદાર પુનરાગમન કર્યું. ખરાબ પ્રદર્શન બાદ ટીમ ઈન્ડિયાએ ઈશાન કિશન પર વિશ્વાસ દર્શાવ્યો અને યુવા ડાબા હાથના બેટ્સમેને તોફાની અડધી સદી ફટકારીને આ ભરોસો જાળવી રાખ્યો. પાવરપ્લેમાં જબરદસ્ત પદાર્પણ કરનાર ઈશાને આ પછી પણ પોતાની આક્રમક સ્ટાઈલ જારી રાખી હતી અને પોતાની રમત અડધી સદી સુધી પહોંચી હતી. ઇશાન કિશનની આક્રમક રમતને લઇને ભારતીય ટીમ (Indian Cricket Team) શ્રીલંકા સામે મજબૂત પડકાર સર્જી શકી હતી.

ઈશાને તેની બીજી અડધી સદી માત્ર 30 બોલમાં 6 ફોર અને 2 સિક્સરની મદદથી ફટકારી હતી. લગભગ એક વર્ષ પછી તેના બેટમાંથી ટી20 ફિફ્ટી આવી. ગયા વર્ષે માર્ચમાં ડેબ્યૂ મેચમાં તેની પ્રથમ અડધી સદી 30 બોલમાં બની હતી.

ઈશાને કેપ્ટન રોહિત શર્મા સાથે જબરદસ્ત ઓપનિંગ ભાગીદારી કરી હતી. બંનેએ શ્રીલંકન બોલરોને થકવી દેતી રમત રમી હતી. બંનેએ 111 રનની વિશાળ ભાગીદારી રમત 11.5 ઓવરમાં રમી હતી. જોકે રોહિત શર્મા લાહિરુ કુમારાના નિચા બોલને ઓળખવામાં થાપ ગયો હતો. જે બોલ પર તે 44 રનના વ્યક્તિગત સ્કોર પર ક્લિન બોલ્ડ થયો હતો. ઇશાન કિશને 89 રનની શાનદાર ઇનીંગ રમી હતી. તેણે 56 બોલમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગા વડે તોફાની રમત રમી હતી.

ઇશાન કિશન સાથે શ્રેયસ અય્યરે પમ શાનદાર રમત રમી હતી. એક સમયે એમ લાગી રહ્યુ હતુ કે ઇશાન આક્રમક શતક પૂર્ણ કરી લેશે પરંતુ ઇશાન ની રમત 89 રન પર સમાપ્ત થઇ ગઇ હતી. આ પહેલા ઇશાનને અય્યરે સારો સાથ પુરાવ્યો હતો.

આઇપીએલમાં મુંબઇએ 15.25 કરોડ વરસાવ્યા હતા

IPL 2022ની હરાજીમાં મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા 15.25 કરોડ રૂપિયામાં ખરીદાયેલા આ બેટ્સમેનને વેસ્ટ ઈન્ડિઝ સિરીઝની નિષ્ફળતા પાછળ છોડી દીધી અને ફ્રેન્ચાઈઝીના નિર્ણયને સાચો સાબિત કર્યો. ઈશાને ટીમ ઈન્ડિયા અને મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા સાથે મળીને 11 ઓવરમાં જ સદીની ભાગીદારી કરી હતી.

આ પણ વાંચોઃ Football: રશિયા થી Champions League નુ યજમાન પદ છીનવી લેવાનુ નિશ્વિત, યુક્રેન પર હુમલાને લઇ UEFA લેશે મોટો નિર્ણય

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
g clip-path="url(#clip0_868_265)">