AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Football: રશિયા થી Champions League નુ યજમાન પદ છીનવી લેવાનુ નિશ્વિત, યુક્રેન પર હુમલાને લઇ UEFA લેશે મોટો નિર્ણય

યુરોપની સૌથી મોટી ક્લબ ફૂટબોલ સ્પર્ધા, આ સિઝનની યુઇએફએ ચેમ્પિયન્સ લીગ (UEFA Champions League) ની ફાઇનલ મે મહિનામાં રશિયન શહેર સેન્ટ પીટર્સબર્ગમાં રમાવાની છે, પરંતુ હવે તે હવે અન્ય શહેરમાં યોજાશે.

Football: રશિયા થી Champions League નુ યજમાન પદ છીનવી લેવાનુ નિશ્વિત, યુક્રેન પર હુમલાને લઇ UEFA લેશે મોટો નિર્ણય
UEFA હવે રશિયામાંથી ટૂર્નામેન્ટને ખસેડી લેશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2022 | 8:19 PM
Share

ઘણા દિવસોની અટકળો અને આશંકાઓ બાદ આખરે રશિયા અને યુક્રેન (Russia-Ukraine Conflict) વચ્ચે સૈન્ય સંઘર્ષ શરૂ થયો છે. ગુરુવારે 24 ફેબ્રુઆરીએ, રશિયન દળોએ યુક્રેન ના કેટલાક શહેરોમાં લશ્કરી મથકો પર હુમલો કર્યો. બંને દેશો વચ્ચેના સંઘર્ષને લઈને શરૂઆતથી જ એવો ડર હતો કે તેની અન્ય બાબતો પર પણ મોટી અસર પડશે અને તેની અસર રમતગમતના મોરચે પણ દેખાઈ રહી છે. જ્યારે યુરોપિયન દેશો આ હુમલા માટે રશિયા પર આર્થિક પ્રતિબંધો લગાવી રહ્યા છે, ત્યારે યુરોપિયન ફૂટબોલ સંસ્થા UEFA પણ એક મોટું પગલું ભરવા જઈ રહ્યું છે. ક્લબ ફૂટબોલની સૌથી પ્રખ્યાત ટુર્નામેન્ટ ચેમ્પિયન્સ લીગ (UEFA Champions League 2022 Final) ની ફાઈનલનું યજમાન રશિયા પાસેથી છીનવાઈ જવાની તૈયારીમાં છે.

પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ ચેમ્પિયન્સ લીગની ફાઈનલ આ વર્ષે મે મહિનામાં રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં યોજાવાની છે, પરંતુ હવે તે બીજા શહેરમાં રમાશે. UEFA આ પગલું રશિયાની સરકારના પગલાંની ત્યાંની ફૂટબોલ ફેડરેશનને સજા આપવાના પ્રયાસમાં લેવા જઈ રહ્યું છે. એક અહેવાલ અનુસાર, UEFA શુક્રવારે 25 ફેબ્રુઆરીએ એક ઈમરજન્સી મીટિંગનું આયોજન કરવા જઈ રહ્યું છે, જેમાં નિર્ણયને મંજૂરી આપવામાં આવશે.

UEFA શુક્રવારે નિર્ણય લેશે

બ્રિટિશ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટના રિપોર્ટ અનુસાર UEFAએ શુક્રવારે એક્ઝિક્યુટિવ કમિટીની બેઠક બોલાવી છે, જેમાં વર્તમાન સ્થિતિ અને તેની અસર પર ચર્ચા કરવામાં આવશે. આ સિઝનની ફાઈનલ 28 મેના રોજ સેન્ટ પીટર્સબર્ગમાં રમાવાની છે, પરંતુ શુક્રવારે મળનારી બેઠકમાં રશિયા પાસેથી તેનું યજમાન છીનવી લેવાની મંજૂરી આપવામાં આવશે. UEFAએ એક નિવેદનમાં કહ્યું કે તે આ મામલે તમામ શક્ય અને જરૂરી પગલાં લેશે.

યુક્રેનની ફૂટબોલ ટુર્નામેન્ટ સ્થગિત

આ દરમિયાન, યુક્રેનમાં રશિયન હુમલાઓને કારણે યુક્રેનિયન પ્રીમિયર લીગ ટુર્નામેન્ટને રોકી દેવામાં આવી છે. દેશની ટોચની ફૂટબોલ લીગ છેલ્લા બે મહિનાથી શિયાળાની રજા પર ચાલી રહી હતી અને ટુર્નામેન્ટની સીઝન શુક્રવાર 25 ફેબ્રુઆરીથી ફરી શરૂ થવાની હતી, પરંતુ દેશમાં ‘માર્શલ લો’ લાગુ થવાને કારણે તેને મોકૂફ રાખવામાં આવી છે. ટુર્નામેન્ટ ફરી ક્યારે શરૂ થશે તે હાલમાં નિશ્વિત નથી.

આ પણ વાંચોઃ IND VS SL, 1st T20I: લખનૌમાં આ ભારતીય બેટ્સમેનનુ બેટ ‘હિટ’ રહે છે, અહીં તોફાની T20 શતક નોંધાવી ચુક્યો છે

આ પણ વાંચોઃ IND vs SL: શ્રીલંકા સામેની સિરીઝની શરુઆતે જ ઋતુરાજ ગાયકવાડનુ તૂટ્યુ દિલ, આ કારણથી રહેવુ પડ્યુ બહાર

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">