IND vs SL: ભારતનો ત્રીજી T20 મેચમાં ખરાબ રમતના ભોગે 7 વિકેટે પરાજ્ય, 2-1 થી શ્રીલંકાએ શ્રેણી જીતી

|

Jul 29, 2021 | 11:27 PM

ભારત અને શ્રીલંકા વચ્ચેની ટી20 શ્રેણીની અંતિમ અને નિર્ણાયક મેચમાં ભારતે કંગાળ રમત દાખવી હતી. ભારતીય બેટ્સમેનોની નિષ્ફળતાને લઇ ભારતે શ્રેણી ગુમાવવી પડી હતી. શ્રીલંકાએ બોલીંગ અને ફિલ્ડીંગમાં શાનદાર દેખાવ કર્યો હતો.

IND vs SL: ભારતનો ત્રીજી T20 મેચમાં ખરાબ રમતના ભોગે 7 વિકેટે પરાજ્ય, 2-1 થી શ્રીલંકાએ શ્રેણી જીતી
Wanindu Hasaranga-Dhananjaya de Silva

Follow us on

ભારત અને શ્રીલંકા (India vs Sri Lanka) વચ્ચે આજે T20 સિરીઝની અંતિમ અને નિર્ણાયક મેચ રમાઇ હતી. ભારતીય કેપ્ટન શિખર ધવને (Shikhar Dhawan) ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. મોટો સ્કોર ખડકવાની યોજના નિષ્ફળ રહેતા, ભારતીય ટીમે (Team India) ખરાબ શરુઆત કરી હતી. માત્ર 81 રન 20 ઓવરના અંતે કર્યા હતા. જેને શ્રીલંકન ટીમ 14.3 ઓવરમાં પાર કરી લેવામાં સફળ રહ્યુ હતુ. આ સાથે જ શ્રીલંકાએ સિરીઝને 2-1 થી જીતી લીધી હતી.

શ્રીલંકા બેટીંગ ઇનીંગ

સિરીઝને જીતવાના મોકા સાથે શ્રીલંકન બેટ્સમેન લક્ષ્યનો પિછો કરવા માટે મેદાને આવ્યા હતા. મક્કમ અને ધીમી શરુઆત કરી હતી. જોકે 35 રનના સ્કોરમાં બંને ઓપનરોની વિકેટ શ્રીલંકાએ ગુમાવી દીધી હતી. જે બંને વિકેટ રાહુલ ચાહરે ઝડપી હતી. આવિષ્કા ફર્નાન્ડો 12 રન 18 બોલમાં કરીને વિકેટ ગુમાવી બેઠો હતો. મિનોદ ભાનૂકા એ 27 બોલમાં 18 રન કરીને પેવેલિયન પરત ફર્યો હતો.

સદિરા સમરાવિક્રમાએ 13 બોલમાં 6 રન કર્યા હતા. ધનંજ્ય ડી સિલ્વાએ 20 બોલમાં અણનમ 23 રન કર્યા હતા. જ્યારે વાનિન્દુ હસારંગા (Wanindu Hasaranga) એ 9 બોલમાં 14 રન અણનમ કર્યા હતા. આમ શ્રીલંકાએ ભારત સામેની શ્રેણીની શાનદાર રીતે જીતી લીધી હતી.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

ભારત બોલીંગ ઇનીંગ

રાહુલ ચાહરે શાનદાર બોલીંગ કરી હતી. તેણે કરકસર ભરી બોલીંગની શરુઆત કરી હતી. તે ઓપનીંગ જોડીને તોડવા સાથે બંને ઓપનરોને પરત પેવેલિયન મોકલામાં સફળ રહ્યો હતો. રાહુલે 4 ઓવર કરીને 15 રન આપી 3 વિકેટ ઝડપી હતી. તેણે ઓછા સ્કોર છતાં શ્રીલંકા પર દબાણ વધારી દીધુ હતુ. જોકે અન્ય બોલરો વિકેટ મેળવવામાં સફળ નહી રહેતા દબાણ લાંબો સમય ટકી શક્યુ નહોતુ. સંદિપ વોરિયર ખર્ચાળ બોલર સાબિત થયો હતો. તેણે 7.70 ઇકોનોમી થી 3 ઓવર કરી હતી. વરુણ ચક્રવર્તીએ 3 ઓવરમાં 12 રન આપ્યા હતા. ભૂવનેશ્વર કુમારે 2 ઓવરમાં 9 રન આપ્યા હતા.

ભારતની બેટીંગ ઇનીંગ

કેપ્ટન શિખર ધવનના રુપમાં જ ભારતે વિકેટ ગુમાવવાની શરુઆત કરી હતી. કેપ્ટન ધવન શૂન્ય રને જ વિકેટ ગુમાવી બેઠો હતો. દેવદત્ત પડીક્કલના રુપમાં 23 રનના સ્કોર પર બીજી વિકેટ ગુમાવી હતી. 24 રનના સ્કોર પર સંજૂ સેમસન અને 25 રનના સ્કોર પર ઋતુરાજ ગાયકવાડની વિકેટ ગુમાવી હતી. આમ ભારત પ્રથમ 5 ઓવરમાં જ ભારતે 4 વિકેટ ગુમાવીને મુશ્કેલ સ્થિતી સર્જી દીધી હતી. ગાયકવાડે 10 બોલમાં 14 રન, પડિક્કલ 15 બોલમાં 9 રન અને સેમસન શૂન્ય રને આઉટ થયો હતો.

ભૂવનેશ્વર કુમાર અને કુલદીપ યાદવે ઇનીંગને સંભાળવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ ભૂવનેશ્વર 32 બોલમાં 16 રન કરીને આઉટ થયો હતો. રાહુલ ચાહર 5 રન કરીને વિકેટ ગુમાવી બેઠો હતો. વરુણ ચક્રવર્તીએ શૂન્ય પર આઉટ થયો હતો. કુલદીપ યાદવે અણનમ 23 રન, 28 બોલમાં કર્યા હતા. ચેતન સાકરીયાએ અણનમ 5 રન કર્યા હતા.

શ્રીલંકાની બોલીંગ ઇનીંગ

વાનિન્દુ હસારંગા ભારત સામે આજે શ્રીંલંકાનો સફળ બોલર રહ્યો હતો. તેણે 4 વિકેટ ઝડપી હતી. તેણે માત્ર 9 રન આપ્યા હતા. દાશુન શનાકાએ 4 ઓવરમાં 20 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. રમેશ મેન્ડીસે 1 વિકેટ ઝડપી હતી. અકીલા ધનંજ્યે 4 ઓવરમાં 11 રન આપ્યા હતા. જોકે તેને વિકેટ નહોતી મળી શકી. દુષ્મંથા ચામિરા એ 4 ઓવરમાં 16 રન આપીને 1 વિકેટ ઝડપી હતી.

Published On - 11:25 pm, Thu, 29 July 21

Next Article