IND vs SL: શ્રીલંકામાં હાર્દિક પંડ્યાએ શરુ કરી બોલીંગની પ્રેકટીસ, ઓલરાઉન્ડરના દેખાવની અપેક્ષા થશે પૂર્ણ

|

Jul 07, 2021 | 7:33 PM

સૂર્યકુમાર યાદવે (Suryakumar Yadav) બતાવ્યુ હતુ કે હાર્દિક બોલીંગ કરવાની શરુઆત કરી ચુક્યો છે. આમ ટીમ ઈન્ડીયા માટે હાર્દિકની બોલીંગ પ્રેકટીસ રાહત અપાવશે.

IND vs SL: શ્રીલંકામાં હાર્દિક પંડ્યાએ શરુ કરી બોલીંગની પ્રેકટીસ, ઓલરાઉન્ડરના દેખાવની અપેક્ષા થશે પૂર્ણ
Hardik Pandya (File Image)

Follow us on

ભારતીય ટીમ (Team India) હાલમાં શ્રીલંકા સામેની મર્યાદિત ફોર્મેટની શ્રેણીની તૈયારીઓ કરી રહ્યુ છે. કોલંબો (Colombo)માં ટીમ હાલમાં નેટ પ્રેકટીસ કરી રહ્યા છે. આ દરમ્યાન હવે હાર્દિક પંડ્યા (Hardik Pandya) પણ બોલીંગ કરવાની પ્રેકટીસ શરુ કરી છે. જેને લઈને હવે માનવામાં આવી રહ્યુ છે કે હાર્દિક પંડ્યા શ્રીલંકા સામેની શ્રેણીમાં બોલીંગ કરતો પણ નજર આવી શકે છે. પીઠની સર્જરી બાદથી તે બોલીંગથી દૂર રહેવા લાગ્યો હતો.

 

આ અગાઉ સૂર્યકુમાર યાદવે (Suryakumar Yadav) બતાવ્યુ હતુ કે હાર્દિક બોલીંગ કરવાની શરુઆત કરી ચુક્યો છે. આમ ટીમ ઈન્ડીયા માટે હાર્દિકની બોલીંગ પ્રેકટીસ રાહત અપાવશે. યાદવે કહ્યું હતુ કે તે નેટ્સમાં બોલીંગ કરી રહ્યો છે. તેણે ઈન્ટ્રા સ્ક્વોડ મેચમાં પણ સોમવારે બોલીંગ કરી હતી. જોકે તે તેના અને ટીમ મેનેજમેન્ટ પર નિર્ભર છે કે તેને તેઓ કેવી રીતે રમાડવા ઈચ્છે છે. જોકે હા તે બોલીંગ કરી રહ્યો છે અને તે ખૂબ સારો સંકેત છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

હાર્દિકે ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં પણ બોલીંગ કરી હતી. જેમાં તેણે 6.94ની ઈકોનોમી રેટ સાથે 3 વિકેટ ઝડપી હતી. જોકે હાર્દિક આઈપીએલ ટૂર્નામેન્ટ દરમ્યાન બોલીંગ કરવાથી દૂર રહ્યો હતો. જોકે તેણે આઈપીએલમાં બોલીંગ નહીં કરવાનું કારણ મુંબઈ ઈન્ડીયન્સ અને હાર્દિકનો નિર્ણય હતો. હાર્દિક પંડ્યાએ ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં 5 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 17 ઓવર ફેંકી હતી.

 

બેટીંગ વડે શાનદાર પ્રદર્શન કરતા રહેતા હાર્દિક સામે આમ તો અનેકવાર સવાલો ઉઠતા રહેતા હતા. તેની બેટીંગ સામે કોઈ જ વાંધો નહોતો. પરંતુ તે બોલીંગ નહોતો કરતો એ વાત ખટકી રહી હતી. હાર્દિક પંડ્યાએ ગત મહિને કહ્યું હતુ કે મારુ ફોકસ T20 વિશ્વકપ છે. હું વિશ્વકપની તમામ મેચોમાં બોલીંગ કરવા ઈચ્છી રહ્યો છુ.

હાર્દિક પંડ્યાનું કરિયર

27 વર્ષીય હાર્દિક પંડ્યા અત્યાર સુધીમાં 60 વન ડે અને 48 T20 મેચ રમી ચુક્યો છે. જ્યારે 11 ટેસ્ટ ભારત વતી રમી છે. વન ડેમાં તેણે 55 વિકેટ ઝડપી છે. જ્યારે T20 મેચમાં 41 વિકેટ અને ટેસ્ટ ક્રિકેટમાં 17 વિકેટ ઝડપી છે. વન-ડે ક્રિકેટમાં હાર્દિક પંડ્યાએ 1,267 રન કર્યા છે. જ્યારે T20 ક્રિકેટમાં 474 રન નોંધાવ્યા છે. જોકે તે T20માં તેના નામે એક પણ ફીફટી નથી નોંધાઈ.

 

આ પણ વાંચો: Happy Birthday MS Dhoni: ધોનીના નામ ખૂબસૂરત યુવતીઓ સાથે જોડાયેલા રહ્યા, આ અભિનેત્રીએ કર્યો હતો ખુલાસો

Next Article