IND vs SL: ક્રિસ ગેઇલને સિક્સરને મામલે પાછળ છોડનારા ખેલાડીનો, જન્મ દિવસે જ ટીમ ઇન્ડીયા વતી ડેબ્યૂ

|

Jul 18, 2021 | 5:26 PM

શ્રીલંકા પ્રવાસે (Sri Lanka Tour) રહેલી ભારતીય ટીમમાં નવોદિત ચહેરાઓ ભરેલા છે. આ દરમ્યાન કેપ્ટન શિખર ઘવને IPL માં સિક્સરની ધૂમ મચાવનારા ખેલાડીને ડેબ્યૂનો મોકો આપ્યો હતો.

IND vs SL: ક્રિસ ગેઇલને સિક્સરને મામલે પાછળ છોડનારા ખેલાડીનો, જન્મ દિવસે જ ટીમ ઇન્ડીયા વતી ડેબ્યૂ
Ishan-Kishan

Follow us on

શિખર ધવન (Shikhar Dhawan) ની કેપ્ટનશીપ ધરાવતી ભારતીય ટીમ હાલના સમયે શ્રીલંકાના પ્રવાસે છે. જ્યાં રવિવારે સિરીઝની પ્રથમ વન ડે મેચ ટીમ રમી રહી છે. જ્યાં ભારતીય ટીમને યુવા ખેલાડીઓથી ભરેલી છે. ભારતીય ટીમે પ્લેયીંગ ઇલેવનમાં વિકેટકીપર બેટ્સમેન તરીકે ઇશાન કિશન (Ishan Kishan) ને પસંદ કર્યો છે. સંજૂ સેમસન આ ઇજાને લઇને બહાર રહ્યો છે.

ઇશાન કિશન અંડર-19 વિશ્વકપમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી ચુક્યો છે. સાથે જ તે IPLમાં પણ સતત પોતાના બેટ થી રન વરસાવતો રહ્યો છે. ઇશાન કિશનને કેપ્ટન શિખર ધવને ડેબ્યૂ કરવાનો મોકો આપ્યો છે. ઇશાન કિશનની ગણના ભારતના ઉભરતા બેટ્સમેનોમાં કરવામાં આવે છે. સાથે જ તેને દેશના ક્રિકેટનુ ભવિષ્ય પણ કહેવામાં આવે છે.

ઇશાન કિશને ગત માર્ચ માસ દરમ્યાન T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમીને T20 ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ. જે દરમ્યાન તેણે શાનદાર અર્ધશતક લગાવ્યુ હતુ. હવે તેને આજે તેના જન્મદિવસે જ શાનદાર મોકો મળ્યો છે. હવે તે વન ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટેની ભારતીય ટીમનો સભ્ય બન્યો છે. ઇશાનની કોશીષ હશે કે જેમ શાનદાર રીતે T20 માં ડેબ્યૂ કર્યુ હતુ, એમ વન ડે ડેબ્યૂ કરશે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

ભારત તરફ થી બીજો એવો ખેલાડી છે જેણે જન્મદિવસના દિવસે જ ડેબ્યૂ કર્યુ છે. જ્યારે તે કુલ 16મો ખેલાડી છે, જેણે જન્મદિવસે આ મોકો મેળવ્યો છે. ભારત તરફ થી તેના પહેલા ગુરુશરણ સિંહ 1990માં હેમિલ્ટનમાં ઓસ્ટ્રલિયા સામે પોતાના જન્મદિવસે ડેબ્યૂ કર્યુ હતુ.

IPL માં દર્શાવ્યો દમ

ઇશાને ગુજરાત લાયન્સ વતી થી IPLમાં ડેબ્યૂ કર્યુ હતુ. હાલમાં તે મુંબઇ ઇન્ડીયન્સ ની ટીમનો મહત્વનો બેટ્સમેન છે. તેણે 2016માં પોતાની પ્રથમ IPLમેચ રમી હતી. અત્યાર સુધીમાં 56 મેચ રમી તે 7 અર્ધશતક સાથે, 1284 રન બનાવ્યા છે. IPL2020 માં ઇશાને સૌથી વધુ સિક્સર લગાવી હતી. તે સિઝનમાં તેણે 14 મેચમાં 30 સિક્સર લગાવી હતી. આ મામલામાં ક્રિસ ગેઇલ હવે તેની પાછળ રહી ગયો છે.

આ પણ વાંચોઃ Tokyo Olympics 2020 : ટોક્યો ઓલિમ્પિકમાં વિશાળ કઠપુતળીનો શો રજુ કરાયો, 2011 ભૂકંપ સાથે છે કનેક્શન

Next Article