IND vs SL: બેંગલુરુ ડે નાઇટ ટેસ્ટને લઇને દર્શકો માટે સારા સમાચાર, 2 વર્ષ બાદ 100 ટકા પ્રેક્ષકોને સ્ટેડિયમમાં પ્રવેશવાની છૂટ

2020 માં કોરોના સંક્રમણ પછી ભારતમાં કોઈપણ ક્રિકેટ મેચ માટે સ્ટેડિયમો સંપૂર્ણ દર્શક ક્ષમતા સાથે ખોલવામાં આવ્યા ન હતા. આમ હવે IPL માં પણ દર્શકોની વધારે હાજરીને લઇને આશાઓ જાગી છે.

IND vs SL: બેંગલુરુ ડે નાઇટ ટેસ્ટને લઇને દર્શકો માટે સારા સમાચાર, 2 વર્ષ બાદ 100 ટકા પ્રેક્ષકોને સ્ટેડિયમમાં પ્રવેશવાની છૂટ
M.Chinnaswamy Stadium માં ભારત અને શ્રીલંકા વચ્ચે ડે નાઇટ ટેસ્ટ રમાનારી છે.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 11, 2022 | 9:47 AM

મોહાલીમાં ભારત અને શ્રીલંકા (India Vs Sri Lanka) વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ માટે દર્શકોને મંજૂરી આપવા માટે ચાહકોએ સોશિયલ મીડિયા પર એક અભિયાન ચલાવવું પડ્યું, ત્યારબાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પંજાબ ક્રિકેટ એસોસિએશનને 50 ટકા પ્રેક્ષકોને મંજૂરી આપવાનો આદેશ આપ્યો. તેને આવવા દેવાનો નિર્ણય લેવાયો હતો. હવે બેંગ્લોરમાં રમાનાર બીજી ટેસ્ટ મેચ દરમિયાન દર્શકોની ભીડ જામશે. ભારત અને શ્રીલંકા વચ્ચે 12 માર્ચથી એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યોજાનારી ડે-નાઈટ ટેસ્ટ મેચ માટે દર્શકોના ઉત્સાહને ધ્યાનમાં રાખીને (IND vs SL Day Night Test Bengaluru), કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશને દર્શકોને મંજૂરી આપી છે. સ્ટેડિયમમાં 100 ટકા ક્ષમતા સાથે આવવાની પરવાનગી આપી છે. એટલે કે વિરાટ કોહલી (Virat Kohli) ના જે ચાહકો તેને 100મી ટેસ્ટમાં જોઈ શક્યા ન હતા, તેમને હવે 101મી ટેસ્ટમાં તેને નજીકથી જોવાનો મોકો મળશે.

ટેસ્ટ શ્રેણીની બીજી મેચ માટે, અગાઉ કર્ણાટક ક્રિકેટ એસોસિએશન (KSCA) એ માત્ર 50 ટકા ક્ષમતામાં જ દર્શકો આવવાની જોગવાઈ કરી હતી. આ અંતર્ગત, 10 હજારથી વધુ ટિકિટો વેચાણ માટે મૂકવામાં આવી હતી, પરંતુ એક વખત વેચાણ શરૂ થયું કે, પ્રથમ બે દિવસની તમામ ટિકિટો વેચાઈ ગઈ. આ પછી ટિકિટની માંગ વધુ વધવા લાગી અને આવી સ્થિતિમાં KSCAએ દર્શકોને પૂર્ણ ક્ષમતા સાથે સ્ટેડિયમમાં જવા દેવાનો નિર્ણય લીધો છે.

કોરોના બાદ પ્રથમ વાર પૂર્ણ ક્ષમતા સાથે દર્શકોને પ્રવેશ

અહેવાલ મુજબ, વધતી માંગ પછી, KSCA સ્ટેડિયમને સંપૂર્ણ ક્ષમતા સાથે ખોલવા માટે સંમત થઈ ગયું છે અને તેને આ સંદર્ભમાં રાજ્ય સરકાર પાસેથી મંજૂરી પણ મળી ગઈ છે. આવી સ્થિતિમાં, કોઈપણ નિયંત્રણોની ગેરહાજરી અને દર્શકોમાં મેચ પ્રત્યેના ઉત્સાહને જોતા, બાકીની ટિકિટોનું વેચાણ પણ શુક્રવાર 11 માર્ચથી શરૂ થશે. ખાસ વાત એ છે કે 2020માં કોરોના સંક્રમણ શરૂ થયા બાદ આ પ્રથમ વખત હશે, જ્યારે ભારતમાં ક્રિકેટ મેચ માટે દર્શકોને પૂર્ણ ક્ષમતા સાથે સ્ટેડિયમમાં આવવાની મંજૂરી આપવામાં આવશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આ કારણોથી મેચને લઈને ઉત્સાહ

આ ટેસ્ટને લઈને દર્શકોના ઉત્સાહના ઘણા કારણો છે. તેનું એક મોટું કારણ એ છે કે 2018 પછી પહેલીવાર બેંગ્લોરમાં અને 2020 પછી પહેલીવાર આંતરરાષ્ટ્રીય મેચનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેના પર પણ, આ મેચ શનિવારથી શરૂ થઈ રહી છે, જેના કારણે દર્શકોને સ્ટેડિયમમાં જઈને મેચનો આનંદ માણવાનો મોકો મળ્યો છે.

તેમજ બેંગ્લોરમાં પ્રથમ વખત ડે-નાઈટ ટેસ્ટ મેચ યોજાઈ રહી છે જે એક અલગ જ અનુભવ હશે. આખરે વિરાટ કોહલી 5 વર્ષ પછી આ મેદાન પર ટેસ્ટ મેચ રમવા આવી રહ્યો છે. કોહલીએ તાજેતરમાં જ મોહાલીમાં તેની 100મી ટેસ્ટ રમી હતી, જે અગાઉ બેંગલુરુમાં યોજાવાની હતી. છેલ્લા 14 વર્ષથી કોહલી માટે IPL માં બેંગ્લોર RCB નું હોમ ગ્રાઉન્ડ રહ્યું છે.

આ પણ વાંચોઃ IPL 2022: ધોની એ હંગરગેકરને લાંબા છગ્ગા ફટકારવાની આપી રહ્યો છે ટ્રેનીંગ, સુરતમાં ચાલી રહ્યો છે કેમ્પ, જુઓ Video

આ પણ વાંચોઃ PAK vs AUS: રવિન્દ્ર જાડેજાથી પાકિસ્તાનનો શાહીન શાહ આફ્રિદી પ્રભાવિત, જડ્ડુ એક્શનમાં કરી સ્પિન બોલીંગ, જુઓ Video

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">