IND vs SL: વન ડે ક્રિકેટ ડેબ્યૂ મેચમાં ભૂવનેશ્વર કુમારે કર્યો હતો ગજબ કમાલ, પ્રથમ બોલે જ ઝડપી હતી વિકેટ

ભૂવનેશ્વર કુમારે (Bhuvneshwar Kumar) પાકિસ્તાન સામે 2012માં આંતરરાષ્ટ્રીય વન ડે ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ. ભૂવનેશ્વર ભારત અને શ્રીલંકા (India vs Sri Lanka) વચ્ચેની શ્રેણી દરમ્યાન, વાઇસ કેપ્ટનની ભૂમીકા નિભાવી રહ્યો. તેણે બીજી વન ડેમાં બોલ અને બેટ બંને વડે શાનદાર પ્રદર્શન કર્યુ હતુ.

IND vs SL: વન ડે ક્રિકેટ ડેબ્યૂ મેચમાં ભૂવનેશ્વર કુમારે કર્યો હતો ગજબ કમાલ, પ્રથમ બોલે જ ઝડપી હતી વિકેટ
Bhuvneshwar Kumar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2021 | 3:08 PM

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિકેટ લેવા માટે દરેક બોલર પ્રત્યેક બોલે પ્રયાસ કરતો હોય છે. પરંતુ બોલરને વિકેટ મેળવવી એ મુશ્કેલ હોય છે. જોકે આ પહેલા તો બોલરે સ્થાનિક ક્રિકેટ અને IPL જેવી ટૂર્નામેન્ટમાં શાનદાર દેખાવ કરવો પડતો હોય છે .અનેક ભારતીય બોલરો રાષ્ટ્રીય ટીમમાં આવ્યા બાદ વિકેટ મેળવવાની નિષ્ફળતાને લઇને ટીમની બહાર થવુ પડ્યુ છે. પરંતુ ભૂવનેશ્વર (Bhuvneshwar Kumar) જેવા બોલર કરિયરના પ્રથમ બોલે જ વિકેટ ઝડપવામાં સફળ રહેવાનો કમાલ કરી ચુક્યા છે.

જ્યારે કેટલાક બોલરો તેમના પ્રદર્શનને લઇ લાંબી કરિયર ચલાવી શક્યા છે. હાલના સમયમાં જસપ્રિત બુમરાહ અને ભૂવનેશ્વર કુમાર તેનુ ઉદાહરણ છે. બુમરાહ ને હાલના સમયમાં ટેસ્ટ, વન ડે અને ટી20 એમ ત્રણે ફોર્મેટનો સફળ બોલર માનવામાં આવે છે. ભૂવનેશ્વર કુમાર શ્રીલંકા સામેની શ્રેણીમાં હાલમાં વાઇસ કેપ્ટન તરીકેની ભૂમીકામાં છે. સાથે જ તેણે બીજી વન ડે મેચમાં, શાનદાર બોલીંગ કરી હતી. તો વળી, બેટીંગમાં પણ તેણે મહત્વનુ યોગદાન પુરુ પાડ્યુ હતુ.

ભારતીય ટીમમાં અત્યાર સુધીના વન ડે ક્રિકેટના ઇતિહાસમાં અનેક બોલર હિસ્સો રહી ચુક્યા છે. જે દરમ્યાન અનેક બોલર મહાન થઇ ચુક્યા તો, અનેક બોલર નિષ્ફળ નિવડ્યા છે. જોકે ભૂવનેશ્વર કુમાર અને સદાગોપન રમેશ (Sadagopan Ramesh) એવા બોલર રહ્યા છે, તેઓ કરિયરના પ્રથમ બોલે વિકેટ ઝડપવામાં સફળતા મેળવી ચુક્યા છે. બંને એ આંતરરાષ્ટ્રીય વન ડે ક્રિકેટમાં બોલર તરીકે પ્રથમ બોલ ફેંકવા દરમ્યાન જ વિકેટ ઝડપી હતી.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

પાકિસ્તાન સામે ભૂવીએ કર્યો હતો કમાલ

ભારત તરફ થી આવો કમાલ કરનારો ભૂવનેશ્વર કુમાર બીજો ખેલાડી હતો. તેણે ઘર આંગણે પાકિસ્તાન સામે રમવા દરમ્યાન આ ઉપલબ્ધી હાંસલ કરી હતી. વર્ષ 2012માં પાકિસ્તાનની ટીમ ભારત પ્રવાસે હતી. જે દરમ્યાન ભૂવનેશ્વર કુમારે વન ડે ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ. જે વેળા પાકિસ્તાનની બેટીંગ ઇનીંગ સામે પ્રથમ ઓવર કરવાની જવાબદારી ભૂવીને આપી હતી. ભૂવનેશ્વરે કરિયરના પ્રથમ બોલ પર જ મહંમદ હાફિઝને ક્લીન બોલ્ડ કરી દીધો હતો.

આ સાથે જ ભૂવનેશ્વર કુમાર ભારત તરફ થી આમ કરનારો બીજા ખેલાડી તરીકે નોંધાયો હતો. પાકિસ્તાનને શ્રેણીની પ્રથમ વન ડેની પ્રથમ ઓવરના પ્રથમ બોલે જ તેમની પ્રથમ વિકેટ ગુમાવવી પડી હતી. જે ભૂવનેશ્વર માટે ખાસ ઉપલબ્ધી બની ચુકી હતી.

ભારત તરફ થી સદાગોપન રમેશ આમ કરનારા પ્રથમ બોલર

રમેશે વેસ્ટઇન્ડીઝ સામે વર્ષ 1999માં કોકાકોલા કપ દરમ્યાન કરિયરની પ્રથમ વન ડે ઓવર કરી હતી. સિંગાપોરમાં રમાયેલી ટૂર્નામેન્મેન્ટની ત્રીજી મેચમાં ભારતીય ટીમમાં તેમને બોલીંગની તક મળી હતી. વરસાદને લઇ મેચ 30 ઓવર સુધીની જ રાખવામાં આવી હતી. જે દરમ્યાન સદાગોપન રમેશ ઓપનર તરીકે ટીમમાં સામેલ હતા. તેઓે પ્રથમ વાર જ બોલીંગ લઇ આવી, પ્રથમ બોલ પર જ નિક્સન મેક્લીનની વિકેટ ઝડપી હતી. આ સાથે જ પ્રથમ બોલ પર જ વિકેટ ઝડપનારા પ્રથમ ભારતીય ખેલાડી નોંધાયા હતા.

આ પણ વાંચોઃ

Latest News Updates

રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
g clip-path="url(#clip0_868_265)">