IND vs SL: રોહિત શર્માની વિક્રમી મેચમાં ભારત પહેલા બોલીંગ કરશે, ટીમ ઇન્ડિયામાં 4 ફેરફાર, જાણો Playing XI

|

Feb 27, 2022 | 6:57 PM

IPL 2022 પહેલા ભારતીય ક્રિકેટ ટીમની આ છેલ્લી T20 મેચ છે. આ પછી ટીમ ઈન્ડિયા જૂનમાં ફરી એક સાથે થઇને આવશે અને T20 મેચમાં વાપસી કરશે.

IND vs SL: રોહિત શર્માની વિક્રમી મેચમાં ભારત પહેલા બોલીંગ કરશે, ટીમ ઇન્ડિયામાં 4 ફેરફાર, જાણો Playing XI
India Vs Sri Lanka: શ્રીલંકાએ ટોસ જીતીની પ્રથમ બેટીંગ પસંદ કરી

Follow us on

સતત ત્રીજી T20 સિરીઝ પર કબજો જમાવનાર ભારતીય ટીમ હવે ક્લીન સ્વીપની હેટ્રિક મારવા જઈ રહી છે. ભારત અને શ્રીલંકા (India Vs Sri Lanka) વચ્ચે T20 શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ ધર્મશાળામાં શરૂ થઈ ગઈ છે. શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકા (Dasun Shanaka) એ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમે (Indian Cricket Team) શનિવારે 26 ફેબ્રુઆરીએ આ જ મેદાન પર શ્રીલંકાને 7 વિકેટે હરાવીને શ્રેણી 2-0થી જીતી લીધી છે. હવે ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ બાદ શ્રીલંકાને ક્લિન સ્વિપ કરવાના ઈરાદા સાથે પોતાની જોરદાર રમત બતાવશે.

સિરીઝ પર કબજો જમાવી ચૂકેલી ભારતીય ટીમે છેલ્લી મેચમાં ઘણા ફેરફારો કરીને અન્ય ખેલાડીઓને તક આપવાનો નિર્ણય કર્યો છે. આ મેચ માટે ભારતીય પ્લેઈંગ ઈલેવનમાં 4 ખેલાડીઓએ સ્થાન બદલ્યું છે. ઈશાન કિશન ઈજાના કારણે પહેલા જ આ મેચમાંથી બહાર થઈ ગયો હતો. ભુવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ અને યુઝવેન્દ્ર ચહલને આરામ આપવામાં આવ્યો છે. તેમની જગ્યાએ કુલદીપ યાદવ, અવેશ ખાન, રવિ બિશ્નોઈ અને મોહમ્મદ સિરાજને ટીમમાં જગ્યા મળી છે.

શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?

ખાસ વાત એ છે કે આજની મેચમાં ઈશાન કિશનની જગ્યાએ રોહિત શર્માની સાથે સંજુ સેમસનને ઓપનિંગ કરવાની તક આપવામાં આવી છે. શ્રેયસનું સ્થાન ત્રીજા નંબર પર યથાવત છે, જ્યારે દીપક હુડાને ચોથા નંબર પર રાખવામાં આવ્યા છે. મેચની સ્થિતિ અનુસાર બેટિંગ ક્રમમાં બદલાવની સંભાવના છે. જો કે આજે ટીમ ઈન્ડિયા 6 અગ્રણી બોલરો સહિત કુલ 8 બોલરો સાથે મેદાનમાં ઉતરી છે.

 

 

આજની પ્લેયીંગ ઇલેવન

ટીમ ઇન્ડિયાઃ રોહિત શર્મા (કેપ્ટન), વેંકટેશ ઐયર, શ્રેયસ ઐયર, સંજુ સેમસન, દીપક હુડા, રવિન્દ્ર જાડેજા, હર્ષલ પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, અવેશ ખાન અને રવિ બિશ્નોઈ.

ટીમ શ્રીલંકાઃ દાસુન શનાકા (કેપ્ટન), પથુમ નિસાંકા. દાનુષ્કા ગુનાથિલકા, ચરિત અસલંકા, દિનેશ ચાંદીમલ (વિકેટકીપર), જેનિથ લિયાંગે, ચમિકા કરુણારત્ને, દુષ્મંથા ચમીરા, જેફરી વાન્ડર્સે, બિનુરા ફર્નાન્ડો, લાહિરુ કુમારા.

 

આ પણ વાંચોઃ Arvalli: વિસ્ફોટ કરી પત્નિની હત્યા બાદ પતિ મોતને ભેટ્યો, હવે ATS એ પણ મામલાની બારીકાઇથી તપાસ કરી

 

Published On - 6:48 pm, Sun, 27 February 22

Next Article