IND vs SL 3rd ODI Preview: ટીમ ઈન્ડિયાએ શ્રેણી બાદ હવે નજર શ્રીલંકાને સાફ કરવા પર કે નવા પ્રયોગો થશે?

ભારતીય ટીમ શ્રીલંકા સામે વન ડે શ્રેણીની પ્રથમ બંને મેચ જીતી ચુક્યુ છે. આ સાથે જ ભારત શ્રેણીમાં અજેય થઇ ચુક્યુ છે. જોકે શ્રીલંકાએ બીજી મેચમાં ભારતને એ સંકેત જરુર આપ્યો છે કે, ક્લીન સ્વિપ આસાન નથી.

IND vs SL 3rd ODI Preview: ટીમ ઈન્ડિયાએ શ્રેણી બાદ હવે નજર શ્રીલંકાને સાફ કરવા પર કે નવા પ્રયોગો થશે?
IND vs SL 3rd ODI Preview
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2021 | 10:55 AM

ભારત અને શ્રીલંકા (India vs Sri Lanka ) વચ્ચે આજે વન ડે શ્રેણીની અંતિમ મેચ રમાનારી છે. ભારતે શ્રેણી પોતાના હસ્તગત કરી લીધી છે. હવે ટીમ ઇન્ડીયાનુ એક જ લક્ષ્ય છે કે, શ્રેણીમાં શ્રીલંકાનો પુરો સફાયો કરવો. જોકે સાથે ભારતીય ટીમ (Team India) માં કેટલાક પ્રયોગ પણ કરવામાં આવી શકે છે. આજે શુક્રવારે બંને ટીમો મેદાને ઉતરશે, બંને ટીમોના લક્ષ્યો આજે અલગ અલગ હશે. શ્રીલંકા એ હારનો સીલસીલો અટકાવાવ માટે લડત આપવાની છે. જ્યારે ભારત માટે ક્લીન સ્વિપ કરીને શાનદાર શ્રેણી જીત મેળવવાનો મોકો છે.

જોકે ભારત પાસે માત્ર ક્લીન સ્વિપ કરવાની જ તક જ નથી, પરંતુ કેટલાક નવા ચહેરાઓ અજમાવવાની તક પણ છે. કેટલાક સિનિયર ખેલાડીઓની ગેરહાજરીને લીધે, કેટલાક અંશે બીજા વર્ગની ગણવામાં આવી રહી હતી. જે ભારતીય ટીમે પ્રથમ બે મેચોમાં શ્રીલંકાને પરાજિત કર્યુ છે. પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ પોતાના નબળા હરીફને 7 વિકેટથી સરળતાથી પછાડી દીધુ હતુ.

પરંતુ બીજી મેચમાં શ્રીલંકાએ ભારત માટે મુશ્કેલી ઉભી કરી હતી. શ્રીલંકા વધુ સારા પ્રદર્શનના આધારે વિજેતા બનવાની સ્થિતિમાં હતું. પરંતુ દીપક ચહર અને ભુવનેશ્વર કુમારની ભાગીદારી રમતથી ટીમ ઈન્ડિયાને 3 વિકેટથી વિજય મળ્યો અને શ્રીલંકાને બીજો ઘા મળ્યો હતો.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ધવનને આરામ મળશે?

શિખર ધવન, હાર્દિક પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ અને ભુવનેશ્વર કુમાર જેવા અનુભવી ખેલાડીઓ ઉપરાંત ઘણા નવા ખેલાડીઓ પણ ટીમમાં હાજર છે. આવી સ્થિતિમાં, સવાલ એ ઉભો થાય છે કે શું આ નવી પ્રતિભાઓને ત્રીજી મેચમાં અજમાવવામાં આવશે? સિરીઝની શરૂઆત પહેલા કોચ રાહુલ દ્રવિડે કહ્યું હતું કે તેનો લક્ષ્ય પહેલા સિરીઝ જીતવાનો છે. તેના કારણે દરેક ખેલાડીને તક મળે તે સુનિશ્ચિત નથી.

આવી સ્થિતિમાં, જો દ્રવિડની વાત ધ્યાનમાં રાખવામાં આવે તો ટીમે શ્રેણી જીતી લીધી છે અને આવી સ્થિતિમાં નવા ખેલાડીઓ અજમાવવાનો વિકલ્પ ખુલી ગયો છે. આ માટે સૌથી સારો અને યોગ્ય વિકલ્પ એ છે કે, પોતે કેપ્ટન ધવનને આરામ અપાય. તેની જગ્યાએ દેવદત્ત પડિક્કલ અથવા ઋતુરાજ ગાયકવાડ જેવા નવા ઓપનરને મોકો અપાય. જે પૃથ્વી શો સાથે રમતની શરુઆત કરે.

બોલિંગમાં શું પરીવર્તન થઇ શકે છે?

બેટિંગમાં આગળ વધુ કોઇ ફેરફારની અપેક્ષા નથી. મનીષ પાંડે અને સૂર્યકુમાર યાદવને બીજી તક આપવામાં આવશે, જ્યારે હાર્દિક પંડ્યા બીજી મેચની નિષ્ફળતા બાદ પરત ફરવાનું પસંદ કરશે. બીજી તરફ, ધવનને આરામ આપવામાં આવે તો ભુવનેશ્વર કુમાર કેપ્ટનશીપ સંભાળશે. તેને પોતાની લય ફરી મેળવવા માટે આ મેચ રમવી જરૂરી છે.

દીપક ચહરની બેટિંગ બાદ તેને હટાવવાનો કોઈ સવાલ જ નથી. આવી સ્થિતિમાં, જગ્યા ફક્ત સ્પિનરોની સ્થિતિમાં બનાવવામાં આવે છે, જ્યાં યુઝવેન્દ્ર ચહલ ખૂબ જ અસરકારક બોલિંગ કરી રહ્યો છે. તેના સ્થાને અથવા ઝડપ માટે નવદીપ સૈનીને લાવવાનો વિકલ્પ છે અથવા વરૂણ ચક્રવર્તીની મિસ્ટ્રી સ્પિનને અજમાવી શકાય છે.

શ્રીલંકાને જીતની જરૂર છે

જ્યાં સુધી શ્રીલંકાની વાત છે, ત્યાં સુધી તેના માટે જીતવું મહત્વપૂર્ણ છે. જેથી શ્રેણીમાં સન્માન બચાવવા માટેનો વિજય મેળવવા પ્રયાસ કરશે. આ માટે શ્રીલંકાને શ્રેષ્ઠ વિકલ્પ એ છે કે કોઈ પણ ફેરફાર કર્યા વિના બીજી વનડેની ટીમને ફરીથી મેદાનમાં ઉતારવી. આમ એટલા માટે કારણ કે, ટીમે છેલ્લી મેચમાં વિશ્વાસ દર્શાવ્યો હતો અને તે જ ટીમને જાળવી રાખવાથી ખેલાડીઓને ફરીથી તેમની શક્તિ બતાવવાની તક મળશે. સાથે જ ખેલાડીઓનો આત્મવિશ્વાસ પણ વધશે.

આ પણ વાંચો: Cricket: MS ધોની પોતાના કરિયરનો દુશ્મન હતો કે બીજુ કોઈ? પાર્થિવ પટેલે કર્યો ખુલાસો

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">