IND vs SA: દિનેશ કાર્તિકની તોફાની અડધી સદી વડે દક્ષિણ આફ્રિકા સામે ભારતે 170 રનનુ લક્ષ્ય રાખ્યુ, હાર્દિક પંડ્યાના 46 રન
ભારતીય ટીમની શરુઆત નબળી રહી હતી, ભારત માટે આજની મેચ શ્રેણીમાં ટકી રહેવા માટે જીતવી જરુરી છે એવા સમયે જ ભારતીય બેટ્સમેનો જરુરી પ્રદર્શન કરી શક્યા નહી. જોકે અંતમાં દિનેશ કાર્તિકે તોફાની અડધી સદી નોંધાવતા લડાયક સ્કોર ખડકી શકાયો હતો.
રાજકોટમાં શુક્રવારે ભારત અને દક્ષિણ આફ્રિકા (India Vs South Africa) વચ્ચે ટી20 મેચ રમાઈ રહી છે. બંને દેશો વચ્ચે રમાઈ રહેલી પાંચ ટી20 મેતોની શ્રેણીની આ ચોથી મેચ છે. દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ટોસ જીત્યો હતો અને તેણે ફિલ્ડીંગ પસંદ કરીને ભારતને પ્રથમ બેટીંગ માટે નિમંત્રણ આપ્યુ હતુ. ભારતીય ટીમની શરુઆત નબળી રહી હતી. ભારતીય ટીમના બેટ્સમેનો આફ્રિકન બોલરોના ઉછાળ ભર્યા બોલ સામે શોટ લગાવવામાં મુશ્કેલી અનુવભતા હતા અને વિકેટ ગુમાવી રહ્યા હતા. જોકે અંતમાં હાર્દિક પંડ્યા અને દિનેશ કાર્તિકે શાનદાર રમત દર્શાવી હતી. કાર્તિકે તોફાની અડધી સદી વડે ટીમનો સ્કોર લડાયક સ્થિતીમાં લઈ જવા મદદ કરી હતી. 20 ઓવરમાં ભારતે 6 વિકેટ ગુમાવીને 169 રન નોંધાવ્યા હતા.
ભારતીય ટીમની શરુઆત નબળી રહી હકી, ભારતે 40 રનના સ્કોર પર જ ત્રણ મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. જેમાં ઋતુરાજ ગાયકવાડની વિકેટ 13 રનના સ્કોર પર પ્રથમ વિકેટના રુપમાં ગુમાવી હતી. તેણે માત્ર 5 રન નોંધાવ્યા હતા.24 રનના સ્કોર પર શ્રેસ અય્યરની વિકેટ ગુમાવી હતી. તેણે પણ માત્ર 4 રન જ નોંધાવ્યા હતા. ઈશાન કિશન ત્રીજી વિકેટના રુપમાં પરત ફર્યો હતો. જોકે તેમે 26 બોલમાં 27 રન નોંઘાવ્યા હતા. પરંતુ વિકેટ ગુમાવવાને લઈને ભારતીય ટીમ શરુઆતમાં દબાણ અનુભવી રહી હોય એમ રનની ગતી મંદ રહી હતી.
પંડ્યા-કાર્તિકે ધમાલ મચાવી દીધી
હાર્દિક પંડ્યા અને દિનેશ કાર્તિકે ટીમના સ્કોરની જવાબદારી પોતાના ખભા પર લઈ લીધી હતી. બંનેએ ઘમાલ ભરી ઈનીંગ રમવાની શરુઆત કરી દીધી હતી. આમ દર્શકો પણ જેની રાહ જોઈ રહ્યા હતા એ ફટકાબાજી આ બંને ખેલાડીઓએ શરુ કરી હતી. હાર્દિક પંડ્યા જોકે અડધી સદી ચૂક્યો હતો. હાર્દિક પંડ્યાએ 31 બોલમાં 46 રન નોંધાવ્યા હતા. તેણે 3 છગ્ગા અને 3 ચોગ્ગા નોંધાવ્યા હતા. તે લુંગી એ્ન્ગીડીનો શિકાર થયો હતો.
દિનેશ કાર્તિકે 27 બોલમાં 55 રન નોંધાવ્યા હતા. તેની રમતે અંતમાં ટીમના સ્કોરને ઝડપી ગતી આપી હતી. પરીણામે ભારતીય ટીમ 170 રનનુ લક્ષ્ય હરીફ ટીમને આપી શકી હતી. જોકે કાર્તિક અંતિમ ઓવરના બીજા બોલે ડ્વેન પ્રિટોરિયસનો શિકાર થયો હતો. કાર્તિકે 9 ચોગ્ગા અને 2 છગ્ગા નોંધાવ્યા હતા.
Innings Break! @DineshKarthik & @hardikpandya7 starred with the bat as #TeamIndia post 169/6 on the board. 👏 👏
Over to our bowlers now. 👍 👍
Scorecard ▶️ https://t.co/9Mx4DQmACq #INDvSA | @Paytm pic.twitter.com/X3YBMFM7tV
— BCCI (@BCCI) June 17, 2022
દક્ષિણ આફ્રિકા તરફથી લુંગી એન્ગીડીએ બે વિકેટ ઝડપી હતી. જ્યારે માર્કો યાનસેન, ડ્વેન પ્રિટોરિયસ, એનરિક નોરખિયા અને કેશવ મહારાજે એક એક વિકેટ ઝડપી હતી.