AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામે વન ડે સિરીઝમાં શિખર ધવને ‘ગબ્બર’ સ્વરુપ દર્શાવ્યુ, હવે ટીમ મેનેજમેન્ટ માટે નવી સમસ્યા

શિખર ધવન (Shikhar Dhawan) વિજય હજારે ટ્રોફીમાં સારું પ્રદર્શન કરી શક્યો ન હતો અને આ કારણથી દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટેની ટીમમાં તેની પસંદગી પર સવાલ ઉઠી રહ્યા હતા.

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામે વન ડે સિરીઝમાં શિખર ધવને 'ગબ્બર' સ્વરુપ દર્શાવ્યુ, હવે ટીમ મેનેજમેન્ટ માટે નવી સમસ્યા
Shikhar Dhawan: સિરીઝની અંતિમ વન ડેમાં શાનદાર અર્ધશતક ફટકાર્યુ હતુ.
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 23, 2022 | 11:16 PM
Share

ભારતનો દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ (India Vs South Africa) ખૂબ જ નિરાશાજનક રહ્યો છે. ટેસ્ટ શ્રેણી પહેલા એવી આશા હતી કે ટીમ ઈન્ડિયા (Team India) આ વખતે દક્ષિણ આફ્રિકામાં ઈતિહાસ રચશે. ભારત અત્યાર સુધી દક્ષિણ આફ્રિકામાં એક પણ ટેસ્ટ શ્રેણી જીતી શક્યું નથી અને આ વખતે આશા હતી કે ટીમ ઈન્ડિયા આ દુષ્કાળને ખતમ કરી દેશે પરંતુ એવું થયું નહીં. ત્યારપછી વનડે શ્રેણીનો વારો આવ્યો અને અહીં પણ એવું લાગી રહ્યું હતું કે ટીમ ઈન્ડિયા ટેસ્ટની હારનો બદલો લેશે પરંતુ અહીં પણ આશાઓ પર પાણી ફરી વળ્યું. ટીમ ઈન્ડિયાએ પ્રથમ બે મેચ હારીને શ્રેણી ગુમાવી દીધી છે. પરંતુ એક બેટ્સમેન તેની રમતથી પ્રભાવિત થયો છે. તે ખેલાડી હતો શિખર ધવન (Shikhar Dhawan).

શ્રેણી પહેલા ધવનની પસંદગી પર સવાલો ઉઠ્યા હતા. તેનું કારણ ભારતની વન-ડે ડોમેસ્ટિક ટુર્નામેન્ટ વિજય હજારે ટ્રોફીમાં તેનું ફોર્મ હતું. ધવને પાંચ મેચમાં એક પણ અડધી સદી ફટકારી નથી. તેના આંકડા હતા- 0, 12, 14, 18, 12. આ પછી પણ, પસંદગીકારોએ તેના પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને ધવન તેના પર ખરો ઉતર્યો હતો.

3 મેચ 2 અર્ધશતક

ધવને દક્ષિણ આફ્રિકા પ્રવાસની શાનદાર શરૂઆત કરી હતી. પાર્લમાં રમાયેલી પ્રથમ મેચમાં તેણે 79 રન બનાવ્યા હતા. આ મેચમાં ધવને પોતાની આગવી શૈલીમાં બેટિંગ કરી હતી. તેણે 84 બોલમાં 79 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 10 ચોગ્ગા સામેલ હતા. આ મેચમાં વિરાટ કોહલીએ તેની સાથે ભાગીદારી કરી હતી પરંતુ બાકીના બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા અને ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી મેચમાં ધવનના બેટમાંથી માત્ર 12 રન આવ્યા હતા.

ત્રીજી મેચમાં ધવનનું બેટ ફરી બોલ્યુ. કેપટાઉનના ન્યુલેન્ડ્સ મેદાન પર તેણે ફરી એકવાર અડધી સદી ફટકારી હતી. ધવને રવિવારે બીજી મેચમાં 61 રન બનાવ્યા. જેના માટે તેણે 73 બોલનો સામનો કર્યો અને પાંચ ચોગ્ગા સાથે એક સિક્સર ફટકારી. એકંદરે, ધવને આ પ્રવાસમાં ત્રણ મેચમાં 169 રન બનાવ્યા અને આ સમયગાળા દરમિયાન તેણે 56.33ની એવરેજ બનાવી. તે ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી રહ્યો, જ્યારે તે સમગ્ર શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં ત્રીજા નંબરે રહ્યો.

ટીમ મેનેજમેન્ટને માથાનો દુઃખાવો

ધવન લાંબા સમયથી વનડેમાંથી બહાર ચાલી રહ્યો હતો. જો કે ગયા વર્ષે જુલાઈમાં શ્રીલંકા પ્રવાસ પર તે ટીમનો કેપ્ટન હતો. પરંતુ આ ટીમ ભારતની બી ટીમ જેવી હતી કારણ કે ભારતના મુખ્ય ખેલાડીઓથી સજ્જ ટીમ તે સમયે ઈંગ્લેન્ડના પ્રવાસે હતી. ધવને દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં જે પ્રદર્શન કર્યું છે તેનાથી ટીમ મેનેજમેન્ટ સામે મુશ્કેલી ઊભી થઈ છે.

રોહિત શર્મા ટીમમાં ન હોવાને કારણે ધવનને આ સિરીઝમાં તક મળી છે. જો તે ત્યાં હોત તો તેણે કેએલ રાહુલ સાથે ઇનિંગ્સની શરૂઆત કરી હોત. હવે ધવને રન બનાવીને પોતાનો દાવો મજબૂત કર્યો છે. આવી સ્થિતિમાં જો રોહિત આવે છે તો ટીમ મેનેજમેન્ટ અને કોચ રાહુલ દ્રવિડ સામે ધવનને બહાર રાખવાનો પડકાર રહેશે.

આ પણ વાંચોઃ IND vs SA: વિરાટ અને અનુષ્કા શર્માને લઈને શોએબ અખ્તરનું મોટું નિવેદન, કહ્યું- જો હું હોત તો આમ લગ્ન ન કર્યા હોત

આ પણ વાંચોઃ IND vs SA: કેએલ રાહુલે તોડી આશાઓ, બેટથી કર્યા નિરાશ, કેપ્ટનશિપમાં પણ નબળો સાબિત થયો

BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
g clip-path="url(#clip0_868_265)">