AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA: દક્ષિણ આફ્રિકામાં તરખાટ મચાવનારા ‘બંગાળના સુલ્તાન’ પર પૂર્વ કોચ ખુશખુશાલ, કહ્યુ આમ

સેન્ચુરિયન (Centurion Test) માં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે સાઉથ આફ્રિકા (South Africa) પર પોતાની પક્કડ મજબૂત કરી છે અને આમાં મોહમ્મદ શમી (Shami) એ મહત્વની ભૂમિકા ભજવી છે.

IND vs SA: દક્ષિણ આફ્રિકામાં તરખાટ મચાવનારા 'બંગાળના સુલ્તાન' પર પૂર્વ કોચ ખુશખુશાલ, કહ્યુ આમ
Mohammed Shami
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 29, 2021 | 7:47 AM
Share

ભારતીય ક્રિકેટ ટીમે (Indian Cricket Team) સેન્ચુરિયન (Centurion Test) માં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે પોતાની પકડ મજબૂત કરી લીધી છે. ભારતે (Team India) તેની પ્રથમ ઈનિંગમાં 327 રન બનાવ્યા હતા અને ત્યારબાદ યજમાન ટીમને પ્રથમ દાવમાં માત્ર 197 રનમાં જ ઓલઆઉટ કરી દીધી હતી. ત્યારપછી ભારતે તેની બીજી ઇનિંગમાં એક વિકેટ ગુમાવીને 16 રન બનાવીને દિવસની રમત સમાપ્ત કરી અને આ સાથે તેણે દક્ષિણ આફ્રિકા (South Africa) પર 146 રનની લીડ મેળવી લીધી. ભારતને આ સ્થાન સુધી પહોંચાડવામાં ફાસ્ટ બોલર મોહમ્મદ શામી (Mohammed Shami) એ મહત્વની ભૂમિકા ભજવી હતી.

શામીએ પ્રથમ દાવમાં પાંચ વિકેટ ઝડપી હતી અને યજમાન ટીમને ઝડપથી સમેટી લેવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ પ્રદર્શન બાદ દરેક શામીના વખાણ કરી રહ્યા છે. જેમાં ટીમના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનું નામ પણ સામેલ છે.

શાસ્ત્રીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શામીને અભિનંદન અને વખાણ કર્યા છે. શાસ્ત્રીએ ટ્વીટ કરીને શામીના વખાણ કર્યા અને લખ્યું, બંગાળના સુલતાન મોહમ્મદ શામી શાબાશ. જોવાની મજા આવી. બિરયાની. બે દિવસ પછી. મહેનતનું ફળ. ભગવાન તમારી રક્ષા કરે. શાસ્ત્રીએ આ વર્ષે ICC T20 વર્લ્ડ કપ બાદ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચનું પદ છોડી દીધું હતું.

શામીએ એક રેકોર્ડ બનાવ્યો હતો

દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનો પર શામી તૂટી પડ્યો હતો. પહેલા એડન મકરમ (13) આઉટ ને કર્યો હતો. આ પછી કીગન પીટરસન તેના નિશાના પર આવ્યો. અડધી સદી ફટકારનાર ટેમ્બા બાવુમા પણ શામીનો શિકાર બન્યો હતો. વિયાન મુલ્ડર પણ શામીના હાથે ચઢી ગયો. શામીએ કાગીસો રબાડાને પણ પોતાનો શિકાર બનાવ્યો અને દક્ષિણ આફ્રિકાની હાલત ખરાબ કરી દીધી.

આ મેચમાં શામીએ 16 ઓવરમાં પાંચ મેડન ઓવર નાખી અને પાંચ વિકેટ પોતાના નામે કરી. આ સાથે શામીએ ટેસ્ટમાં પોતાની 200 વિકેટ પૂરી કરી લીધી. તે 200 ટેસ્ટ વિકેટ લેનારો ભારતનો પાંચમો ઝડપી બોલર બની ગયો છે. તેમના પહેલા કપિલ દેવ, જવાગલ શ્રીનાથ, ઝહીર ખાન, ઈશાંત શર્માનું નામ આ લિસ્ટમાં છે.

આ સાથે જ શામી ભારત માટે સૌથી ઓછા બોલમાં 200 વિકેટ લેનારો બોલર બની ગયો છે. તેણે આ મામલે રવિચંદ્રન અશ્વિનને પાછળ છોડી દીધો છે. શામીએ 9896 બોલમાં 200 ટેસ્ટ વિકેટ પૂરી કરી હતી જ્યારે ઓફ સ્પિનર ​​અશ્વિને 10,248 બોલ ફેંકીને આટલી વિકેટ લીધી હતી. શામીએ આ અગાઉ 2018માં દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં એક ઇનિંગ્સમાં પાંચ વિકેટ લેવાની સિદ્ધિ પણ હાંસલ કરી હતી.

આ પણ વાંચોઃ Year Ender 2021: મીરાબાઇ ચાનૂના મેડલથી ભારતીય વેઇટલીફ્ટીંગમાં ચાંદી, ડોપિંગ-કરપ્શને લગાવ્યો ડાઘ

આ પણ વાંચોઃ ICC: સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ક્રિકેટરના નોમિનેશનનુ એલાન, અશ્વિન રેસમાં આવતા જ પાકિસ્તાનમાં આ કારણે મચ્યો હંગામો, જાણો કારણ

Follow Us
સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો
સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો
તાલાલા ગીરમાં અનેક ખેડૂતોએ સંતાનોની જેમ ઉછેરેલા આંબા કાપી નાખવા બન્યા
તાલાલા ગીરમાં અનેક ખેડૂતોએ સંતાનોની જેમ ઉછેરેલા આંબા કાપી નાખવા બન્યા
ભાવનગર શહેરમાં માવઠાનો માર, કેરીના પાકને ભારે નુકસાન- જુઓ Video
ભાવનગર શહેરમાં માવઠાનો માર, કેરીના પાકને ભારે નુકસાન- જુઓ Video
ખેડામાં કુદરતનો પ્રકોપ: ભર ઉનાળે 'અષાઢી' માહોલ
ખેડામાં કુદરતનો પ્રકોપ: ભર ઉનાળે 'અષાઢી' માહોલ
અમદાવાદની આ રેસ્ટોરન્ટની ગુજરાતી થાળીમાંથી મળી આવી ઈયળ
અમદાવાદની આ રેસ્ટોરન્ટની ગુજરાતી થાળીમાંથી મળી આવી ઈયળ
રાજકોટમાં સ્ટેમ્પ ડ્યુટી વિભાગના કર્મચારીએ રૂ. 5000 માંગ્યાનો આક્ષેપ
રાજકોટમાં સ્ટેમ્પ ડ્યુટી વિભાગના કર્મચારીએ રૂ. 5000 માંગ્યાનો આક્ષેપ
Skymetની આગાહી, કેવું રહેશે ચોમાસુ 2026 ? કયાં, કેવો વરસશે વરસાદ ?
Skymetની આગાહી, કેવું રહેશે ચોમાસુ 2026 ? કયાં, કેવો વરસશે વરસાદ ?
GPSCની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન અંગે સ્પષ્ટ જવાબ ન મળતા HC નારાજ
GPSCની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન અંગે સ્પષ્ટ જવાબ ન મળતા HC નારાજ
60 વર્ષથી વધુ અને 3 ટર્મ વાળાને નહીં મળે ટિકિટ, જુઓ Video
60 વર્ષથી વધુ અને 3 ટર્મ વાળાને નહીં મળે ટિકિટ, જુઓ Video
બાળકીના શંકાસ્પદ મોત મામલે હવે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે બહાર કઢાયો
બાળકીના શંકાસ્પદ મોત મામલે હવે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે બહાર કઢાયો
g clip-path="url(#clip0_868_265)">