IND vs SA: રાહુલ દ્રવિડના નિવેદને ચાહકોને સસ્પેન્સમાં મૂકી દીધા, વાંચો પ્લેઈંગ 11ને લઈ શું કહ્યું

Cricket : આ મહિને દક્ષિણ આફ્રિકા (Cricket South Africa) અને ટીમ ઈન્ડિયા (Team India) વચ્ચે 5 T20 મેચોની શ્રેણી થવાની છે. પ્રથમ મેચ 9 જૂને દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે.

IND vs SA: રાહુલ દ્રવિડના નિવેદને ચાહકોને સસ્પેન્સમાં મૂકી દીધા, વાંચો પ્લેઈંગ 11ને લઈ શું કહ્યું
Umran Malik and Rahul Dravid (PC: BCCI)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 08, 2022 | 6:45 AM

સાઉથ આફ્રિકા (Cricket South Africa) ની ક્રિકેટ ટીમ આ દિવસોમાં ભારતના પ્રવાસે છે. અહીં આફ્રિકન ટીમને ટીમ ઈન્ડિયા (Team India) સામે 5 T20 મેચોની શ્રેણી રમવાની છે. પ્રથમ મેચ 9 જૂને દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. ફાસ્ટ બોલર ઉમરાન મલિક (Umran Malik) આ સીરિઝથી ડેબ્યૂ કરે તેવી પૂરી શક્યતા છે. પરંતુ તે પહેલા જ કોચ રાહુલ દ્રવિડ (Rahul Dravid) એ મોટું નિવેદન કરીને ચાહકોને સસ્પેન્સમાં મૂકી દીધા છે.

સાઉથ આફ્રિકા સામેની પહેલી ટી20 મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં ઉમરાન મલિક પર પૂછવામાં આવેલા સવાલ અંગે દ્રવિડે કહ્યું કે, આપણે વાસ્તવિકતા સમજવાની જરૂર છે. આપણી ભારતીય ટીમ ઘણી મોટી છે. તેથી પ્લેઈંગ-11માં દરેકને તક આપવામાં આવે તે શક્ય નથી.

પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર
સારા તેંડુલકર આ સગાઈથી ખુશ છે, જુઓ ફોટો

આપણે હકીકતને સમજવાની જરુર છેઃ રાહુલ દ્રવિડ

ઉમરાન મલિક વિશે કોચ રાહુલ દ્રવિડે કહ્યું, ‘ચોક્કસપણે તે શીખી રહ્યો છે. તે યુવાન છે અને પોતાનામાં ઘણો સુધારો કરી રહ્યો છે. તે જેટલું વધારે રમશે તેટલું તેના માટે સારું. ટીમમાં આવા અદ્ભુત બોલરોનું મિશ્રણ જોઈને આનંદ થયો. અમારે જોવાનું છે કે અમે તેને કેટલી મેચો આપી શકીએ છીએ. આપણે વાસ્તવિકતા સમજવાની જરૂર છે. અમારી પાસે વિશાળ ભારતીય ટીમ છે. આવી સ્થિતિમાં પ્લેઇંગ-11માં દરેકને તક મળે તે શક્ય નથી.’

ટીમમાં અર્શદીપ પણ છે, જે ઘણો શાનદાર ખેલાડી છેઃ રાહુલ દ્રવિડ

દ્રવિડે કહ્યું, ‘મને લાગે છે કે હું એવો વ્યક્તિ છું જે સતત લોકોને તક આપે છે અને તેમને અહેસાસ કરાવે છે કે તેમનું સ્થાન કાયમી છે. એ જોવું રસપ્રદ રહેશે કે અમે ઉમરાનને કેટલી તક આપી શકીએ છીએ. અમારી પાસે અર્શદીપ સિંહ પણ છે. તે પણ અદ્ભુત છે. અમારી પાસે હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર અને અવેશ ખાનના રૂપમાં પણ સારા યુવા બોલરો છે. અમારા માટે સારી વાત છે કે અમારી પાસે આટલા સારા યુવા ખેલાડીઓ છે.’

ટી20 સીરિઝ માટે બંને ટીમના ખેલાડીઓઃ

સાઉથ આફ્રિકાના ટીમઃ ટેમ્બા બાવુમા (સુકાની), ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), રીઝા હેન્ડ્રીક્સ, હેનરિક ક્લાસેન, કેશવ મહારાજ, એઈડન માર્કરામ, ડેવિડ મિલર, લુંગી એનગીડી, એનરિક નોર્કિયા, વેઈન પાર્નેલ, ડ્વેન પ્રિટોરિયસ, કાગીસો રબાડા, તબારીઝ શમ્સી, ટ્રિસ્તાન સેન્ટ, ડેવિડ સેન્ટ, ડેવિડ માર્કો જેન્સેન. ટીમ ઇન્ડિયાઃ કેએલ રાહુલ (સુકાની), ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન(વિકેટકીપર), દીપક હુડા, શ્રેયસ અય્યર, ઋષભ પંત (વાઈસ-કેપ્ટન, વિકેટકીપર), દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, વેંકટેશ અય્યર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, ભુવનવર કુમાર, હર્ષલ પટેલ, અવેશ ખાન, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક.

Latest News Updates

CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ મારી બાજી, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ મારી બાજી, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો
રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો
કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો
કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
વલસાડ અને ડાંગમાં સતત બીજા દિવસે માવઠાનો માર, ખેડૂતો પર ઘેરાયુ સંકટ
વલસાડ અને ડાંગમાં સતત બીજા દિવસે માવઠાનો માર, ખેડૂતો પર ઘેરાયુ સંકટ
અડાજણ વિસ્તારમાં એપાર્ટમેન્ટનો સ્લેબ ધરાશાયી, જુઓ Video
અડાજણ વિસ્તારમાં એપાર્ટમેન્ટનો સ્લેબ ધરાશાયી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">