IND vs SA: મોહમ્મહ શામીએ રેકોર્ડ રચ્યા બાદ પિતાને યાદ કર્યા, કહ્યુ 30 કિમી સાયકલ ચલાવીને પોતાને ક્રિકેટ એકડમી લઇ જતા હતા

|

Dec 29, 2021 | 7:53 AM

મોહમ્મદ શામી (Mohammed Shami) એ સાઉથ આફ્રિકા સામે સેન્ચુરિયન ટેસ્ટ (Centurion Test) ની પ્રથમ ઇનિંગમાં પાંચ વિકેટ ઝડપી હતી. આ સાથે શામીએ ટેસ્ટમાં 200 વિકેટ પણ પૂરી કરી હતી.

IND vs SA: મોહમ્મહ શામીએ રેકોર્ડ રચ્યા બાદ પિતાને યાદ કર્યા, કહ્યુ 30 કિમી સાયકલ ચલાવીને પોતાને ક્રિકેટ એકડમી લઇ જતા હતા
Virat Kohli-Mohammed Shami

Follow us on

સેન્ચુરિયન ટેસ્ટ (Centurion Test) ના ત્રીજા દિવસે મોહમ્મદ શામી (Mohammed Shami) એ શાનદાર બોલિંગના આધારે ટીમ ઈન્ડિયાને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધી. ભારતીય ટીમ (Team India) ત્રીજા દિવસ બાદ 146 રનથી આગળ છે અને તેની પાસે જીતવાની દરેક તક છે. ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં 327 રન પર સમેટાઈ ગઈ હતી, પરંતુ તે પછી મોહમ્મદ શામીએ સાઉથ આફ્રિકા (South Africa) ના બેટ્સમેનો પર તબાહી મચાવી દીધી હતી.

શામીએ માત્ર 44 રનમાં 5 વિકેટ ઝડપી હતી અને યજમાન ટીમ બીજા દાવમાં માત્ર 197 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ પ્રથમ દાવમાં 5 વિકેટ લીધા બાદ શામીએ તેના પિતાને યાદ કર્યા હતા.

મીડિયા સાથે વાત કરતા મોહમ્મદ શામીએ કહ્યું કે આજે તે જે કંઈ પણ છે તે તેના પિતાના કારણે છે. મોહમ્મદ શામીએ કહ્યું, ‘હું આજે જે કંઈ પણ છું તે મારા પિતાના કારણે છું. હું એવા વિસ્તારનો છું જ્યાં આજે પણ ક્રિકેટ માટે ઘણી સુવિધાઓ નથી. પાંચ વિકેટ લેવી એક ખાસ વાત છે, તેના માટે સખત મહેનત કરવી પડે છે. મારા પિતા 30 કિ.મી. દૂર મને એકેડમીમાં લઈ જવા માટે તે સાઈકલ ચલાવતા હતા. એ બલિદાન મને આજે પણ યાદ છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

પિતાએ શામીને પૂરો સાથ આપ્યો

અમરોહાના એક ગરીબ ખેડૂતના ઘરે જન્મેલા મોહમ્મદ શામીને બાળપણથી જ ક્રિકેટ રમવાનો શોખ હતો. જ્યારે તેના પિતાએ તેના પુત્રને ઝડપી બોલિંગ કરતા જોયો ત્યારે તે તેના પર વારી ગયા હતા. શામી જ્યારે 15 વર્ષનો હતો ત્યારે તેના પિતાએ તેને મુરાદાબાદ ક્રિકેટ એકેડમીમાં ટ્રેનિંગ માટે મોકલ્યો હતો. કોચ બદરુદ્દીન સિદ્દીકી પણ શામીના ઝડપી બોલ જોઈને દંગ રહી ગયા હતા. કોચ બદરુદ્દીન તેને યુપી અંડર-19 ક્રિકેટ ટીમના ટ્રાયલ્સ માટે લઈ ગયા જ્યાં શામીની પસંદગી કરવામાં આવી ન હતી. આ નિષ્ફળતા બાદ કોચ બદરુદ્દીને તેને કોલકાતા જવાની સલાહ આપી હતી.

શામીએ કોલકાતાની ડેલહાઉસી ક્લબમાંથી રમવાનું શરૂ કર્યું અને ત્યાં તેને બંગાળ ક્રિકેટ એસોસિએશનના ભૂતપૂર્વ અધિકારીએ બોલિંગ કરતા જોયો. શામીને મોહન બાગાન ક્લબમાં મોકલવામાં આવ્યો જ્યાં સૌરવ ગાંગુલીએ તેની બોલિંગ જોઈ. દાદાએ શામીની પ્રતિભાને ઓળખી અને પસંદગીકારોને શામી પર ખાસ નજર રાખવા કહ્યું. આ પછી શામીએ ક્યારેય પાછું વળીને જોયું નથી અને આજે આ ફાસ્ટ બોલરે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 200 વિકેટ પૂરી કરી લીધી છે.

મોહમ્મદ શામીનું રેકોર્ડબ્રેક પ્રદર્શન

બોલર મોહમ્મદ શામી ભારત માટે સૌથી ઓછા બોલમાં 200 ટેસ્ટ વિકેટ લેનારો બોલર બની ગયો છે. મોહમ્મદ શામીએ 9896 બોલમાં 200 ટેસ્ટ વિકેટ લઈને અશ્વિનનો રેકોર્ડ તોડ્યો, જેણે 10,248 બોલમાં આ કારનામું કર્યું હતું. શામી ભારતનો માત્ર પાંચમો ફાસ્ટ બોલર છે જેણે 200 થી વધુ ટેસ્ટ વિકેટ પોતાના નામે કરી છે. શામી હાલમાં તેના તબાહીને કારણે ભારતના સૌથી મોટા મેચ-વિનર્સમાંનો એક છે.

 

આ પણ વાંચોઃ Year Ender 2021: મીરાબાઇ ચાનૂના મેડલથી ભારતીય વેઇટલીફ્ટીંગમાં ચાંદી, ડોપિંગ-કરપ્શને લગાવ્યો ડાઘ

આ પણ વાંચોઃ IND vs SA: દક્ષિણ આફ્રિકામાં તરખાટ મચાવનારા ‘બંગાળના સુલ્તાન’ પર પૂર્વ કોચ ખુશખુશાલ, કહ્યુ આમ

Next Article