IND vs SA: ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને 197 રનમાં સમેટી 130 રનની લીડ મેળવી, બીજા દાવની ખરાબ શરુઆત છતાં ટીમ ઇન્ડિયા મજબૂત સ્થિતીમાં

|

Dec 28, 2021 | 9:38 PM

દક્ષિણ આફ્રિકા (South Africa) ની ટીમનો પ્રથમ દાવ 197 રનમાં જ સમેટાઇ જતા ભારતને 130 રનની મોટી લીડ મળી હતી. આમ ભારત ત્રીજા દિવસે મજબૂત સ્થિતીમાં પહોંચ્યુ હતુ.

IND vs SA: ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને 197 રનમાં સમેટી 130 રનની લીડ મેળવી, બીજા દાવની ખરાબ શરુઆત છતાં ટીમ ઇન્ડિયા મજબૂત સ્થિતીમાં
India Vs South Africa

Follow us on

ભારત અને દક્ષિણ આફ્રિકા (India Vs South Africa) વચ્ચે સેન્ચ્યુરિયન (Centurion Test) માં સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ રમાઇ રહી છે. મેચનો બીજો સંપૂર્ણ દિવસ વરદાસે ધોઇ દીધા બાદ પ્રથમ દિવસની રમત આજે ભારતે (Team India) પોતાના દાવને આગળ વધાર્યો હતો. પરંતુ 272 રન થી શરુ કરેલો દાવ 327 રન પર સમેટાઇ ગયો હતો. દક્ષિણ આફ્રિકાની પ્રથમ દાવની શરુઆત સારી રહી નહોતી. ભારતીય બોલરોએ ઝડપ થી આફ્રિકી ટોપ ઓર્ડરને પેવેલિયન મોકલી દીધો હતો. 197 રનમાં આફ્રિકાનો પ્રથમ દાવ સમેટાયો હતો. ત્રીજા દિવસે ભારતીય ટીમ સરસાઇ સાથે એક વિકેટે 146 રનના સ્કોર પર રહી હતી.

એક સમયે એમ લાગતુ હતુ કે, દક્ષિણ આફ્રિકાની ટીમ પર ફોલોઓનનુ સંકટ રહેશે અને ભારતીય ટીમને ઝડપથી બીજા દાવ માટે મેદાને ઉતરવુ નહી પડે, પરંતુ ટેમ્બા બાવુમા (Temba Bavuma) અને ક્વિન્ટન ડ્વિકોકની રમતે ટીમને મુશ્કેલીમાંથી ઉગાર્યુ હતુ. દક્ષિણ આફ્રિકાની ટીમ 197 રન પર સમેટાઇ હતી. આમ ભારતને 130 રનની મોટી લીડ મળી હતી.

ભારતીય ઓપર કેએલ રાહુલ (KL Rahul) અને મયંક અગ્રવાલે (Mayank Agarwal) બીજા દાવની શરુઆત કરી હતી. મયંક અગ્રવાલ (4) ફરી એકવાર સસ્તામાં આઉટ થયો હતો. આમ ભારતે 12 રનના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી હતી. રાહુલ અને શાર્દૂલ ઠાકુર રમતમાં રહ્યા હતા. ભારતીય ટીમ દિવસના અંતે એક વિકેટ ગુમાવીને 16 રન ના સ્કોર સાથે રમતમાં હતી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ પહેલા ભારતીય ટીમના ઓપનર કેએલ રાહુલે 123 રન કર્યા હતા. જ્યારે દિવસની શરુઆતે રાહુલ સાથે રમતમાં રહેલા રહાણે પોતાનુ અર્ધશતક ચૂક્યો હતો. તે 48 રન બનાવીને આઉટ થયો હતો. ઋષભ પંત (8), અશ્વિન (4), શાર્દૂલ ઠાકુર (4), મોહમ્મદ શામી (8) અને જસપ્રિત બુમરાહ (14) ઝડપ થી પોતાની વિકેટ ગુમાવી બેઠા હતા. સિરાજ 4 રન સાથે અણનમ રહ્યો હતો. લુંગી એનગિડીએ 6 વિકેટ ઝડપી હતી. જ્યારે કાગીસો રબાડાએ 3 વિકેટ મેળવી હતી.

શામી સામે આફ્રિકા ઘૂંટણયે

ભારતીય ટીમને પ્રથમ સફળતા બુમરાહે અપાવી હતી. તેણે ઓપનર ડિન એલ્ગર (1) ને આફ્રિકન ટીમના દાવની શરુઆતની પ્રથમ ઓવરમાં જ પોતાનો શિકાર બનાવ્યો હતો. ત્યાર બાદ કિગન પિટરસન (15) અને એડન માર્ક્રરમ (13) પણ ઝડપથી પેવેલિયનનો રસ્તો માપી લીધો હતો. તે બંનેને શામી (Mohammed Shami) એ શિકાર બનાવ્યા હતા. ડુસન પણ સિરાજના બોલ પર માત્ર 3 રન જોડીને આઉટ થતા આફ્રિકાએ 32 રન ના સ્કોર પર જ 4 વિકેટ ગુમાવી દીધી હતી. જોકે ડિકોક (34) અને બાવુમા (52) એ સ્કોર બોર્ડને આગળ વધાર્યુ હતુ. બાવુમાએ અર્ધશતક જમાવ્યુ હતુ. મૂલ્ડર અને રબાડાએ પણ ટીમના માટે લડાયક સંઘર્ષ કર્યો હતો જોકે તે લીડને ઘટાડવા માટે પૂરતો રહ્યો હતો.

શામીએ 16 ઓવર કરીને 5 વિકેટ મેળવી હતી. શાર્દૂલ ઠાકુર અને જસપ્રિત બુમરાહે 2-2 વિકેટ મેળવી હતી. જ્યારે મોહમ્મદ સિરાજે એક વિકેટ ઝડપી હતી. રવિચંદ્રન અશ્વિને જોકે વિકેટ મેળવવાથી નિરાશ રહેવુ પડ્યુ હતુ. ભારતીય બોલરોએ દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોને તેમના જ ઘર આંગણે અને તેમના જ ગઢમાં મુશ્કેલીમાં મુકી દીધા હતા. પરીણામે ભારતીય ટીમ એક મજૂત સ્થિતીમાં પહોંચી શક્યુ હતુ.

 

આ પણ વાંચોઃ Ashes 2021: એશિઝ હારવાને લઇ ઇંગ્લેન્ડના કેપ્ટન જો રુટનુ તૂટ્યુ દિલ, સિરીઝ સમાપ્ત થતા જ છોડી દેશે કેપ્ટનશિપ!

આ પણ વાંચોઃ ICC: સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ક્રિકેટરના નોમિનેશનનુ એલાન, અશ્વિન રેસમાં આવતા જ પાકિસ્તાનમાં આ કારણે મચ્યો હંગામો, જાણો કારણ

Published On - 9:37 pm, Tue, 28 December 21

Next Article