IND vs SA: ચેતેશ્વર પુજારા-રહાણેની નિષ્ફળતા વચ્ચે અમદાવાદના પ્રિયાંક પંચાલ થી લઇ આ સ્ટાર ખેલાડીઓનો સમય બર્બાદ

અજિંક્ય રહાણે (Ajinkya Rahane) અને ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) ને ભારતીય ક્રિકેટ ટીમમાં તેમના ખરાબ ફોર્મ બાદ પણ ઘણો સમય અને ભરોસો આપવામાં આવ્યો છે પરંતુ આ બંને રન બનાવવામાં નિષ્ફળ નિવડ્યા છે.

IND vs SA: ચેતેશ્વર પુજારા-રહાણેની નિષ્ફળતા વચ્ચે અમદાવાદના પ્રિયાંક પંચાલ થી લઇ આ સ્ટાર ખેલાડીઓનો સમય બર્બાદ
Ajinkya Rahane - Cheteshwar Pujara બંનેને નિષ્ફળતાઓ બાદ પણ મળી રહી છે તક.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 13, 2022 | 11:30 PM

અનુભવી ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) અને અજિંક્ય રહાણે (Ajinkya Rahane) આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વારંવારની નિષ્ફળતા પછી સોશિયલ મીડિયા પર ચર્ચાનો મુદ્દો રહ્યા છે. સાઉથ આફ્રિકા (South Africa) ના પ્રવાસમાં છ ઇનિંગ્સમાં પાંચ વખત નિષ્ફળ રહ્યા બાદ ફરી એકવાર સોશિયલ મીડિયા પર બંને વિરુદ્ધ ખૂબ લખવામાં આવી રહ્યું છે. ટીમ મેનેજમેન્ટ લાંબા સમયથી આ બાબતોને નજરઅંદાજ કરી રહ્યું છે પરંતુ આ પ્રવાસ બાદ તેમના માટે બંનેનો બચાવ કરવો મુશ્કેલ બનશે.

રહાણે આ ઇનિંગમાં પોતાનું ખાતું જ ખોલી શક્યો હતો. તેણે દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં 22.66ની એવરેજથી માત્ર 136 રન બનાવ્યા હતા જ્યારે પૂજારાના આંકડા તેનાથી પણ ખરાબ હતા. આ દરમિયાન તેણે 20.66ની એવરેજથી 124 રન બનાવ્યા. રહાણે અને પુજારાને સતત નિષ્ફળતા મળ્યા બાદ ભારતીય ક્રિકેટમાં કોઈ ખેલાડીને એટલી તકો આપવામાં આવી નથી. આ કારણે કેટલાક યુવા ખેલાડીઓ બહાર બેઠા છે અને સમય તેમના હાથમાંથી સરકી રહ્યો છે.

અમદાવાદના પ્રિયાંક પંચાલ પહેલાથી જ શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ અને હનુમા વિહારી પણ ટેસ્ટમાં મોકાની રાહ જોઇ રહ્યા છે અને તેમની ઉંમર વધતી જઇ રહી છે. આ ખેલાડીઓ પર કરીએ એક નજર.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

શ્રેયસ અય્યર, ડેબ્યૂ ટેસ્ટમાં ધમાલ મચાવી હતી

મુંબઈથી આવતા આ બેટ્સમેને થોડા મહિના પહેલા જ ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝમાં ડેબ્યૂ કર્યું હતું. અહીં તેણે ડેબ્યૂ ટેસ્ટમાં જ સદી અને ફિફ્ટી ફટકારી હતી. કાનપુરમાં રમાયેલી ટેસ્ટમાં શ્રેયસ અય્યરે મહત્વના પ્રસંગોએ રન બનાવ્યા હતા. પરંતુ સાઉથ આફ્રિકા પ્રવાસમાં તેને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું ન હતું. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેની પાસે શાનદાર ફિગર છે.

અય્યરે અત્યાર સુધી 56 ફર્સ્ટ ક્લાસ મેચમાં 52.10ની એવરેજથી 4794 રન બનાવ્યા છે. તેના નામે 13 સદી છે. તેમજ તેનો સ્ટ્રાઈક રેટ 80 છે. મતલબ કે તેની પાસે ઝડપથી રન બનાવવાની ક્ષમતા છે. શ્રેયસ અય્યર 27 વર્ષનો થઈ ગયો છે. આવી સ્થિતિમાં તેમને વહેલી તકે તક મળવી જોઈએ.

સૂર્યકુમાર યાદવ, મીડલ ઓર્ડર બેટ્સમેન હાલ શાનદાર ફોર્મ ધરાવે છે

આ ખેલાડી પણ મુંબઈથી આવે છે અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં શાનદાર દેખાવ ધરાવે છે. સૂર્યકુમાર યાદવે 77 મેચમાં 44.01ની એવરેજથી 5326 રન બનાવ્યા છે. તેના નામે 14 સદી છે. તે 62.68ના સ્ટ્રાઈક રેટથી રન બનાવે છે. આવી સ્થિતિમાં તે સ્પષ્ટ છે કે તેની પાસે મિડલ ઓર્ડરમાં રમવાની ઘણી ક્ષમતા છે. તે પણ અત્યારે શાનદાર ફોર્મમાં છે. સૂર્યા 31 વર્ષનો છે. જો તેમને જલ્દી તક નહીં મળે તો તેઓ પસંદગીના દાયરામાં બહાર થઈ શકે છે.

હનુમા વિહારી, રિપ્લેસમેન્ટના રુપમાં જ તક

હૈદરાબાદથી આવનાર આ બેટ્સમેને તેની ટૂંકી ટેસ્ટ કારકિર્દીમાં ઘણી શાનદાર ઇનિંગ્સ રમી છે. પરંતુ તે એકમાત્ર એવો ખેલાડી છે જેનું સ્થાન નિશ્ચિત નથી. હનુમા વિહારીને કોઈપણ ખેલાડી ઈજાગ્રસ્ત થવાના કિસ્સામાં સામેલ કરવામાં આવ્યો હોત પરંતુ તે પછી તેને પણ પડતો મૂકવામાં આવ્યો હતો. તેણે અત્યાર સુધી 13 ટેસ્ટમાં 34.20ની એવરેજથી 684 રન બનાવ્યા છે.

પરંતુ એક હકીકત એ પણ છે કે તે સતત ચાર ટેસ્ટ એક પણ વખત રમ્યો નથી. ઉપરાંત, ભારતમાં તેના નામે માત્ર એક જ ટેસ્ટ છે. એટલે કે તેમને ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિઓમાં તક આપવામાં આવે છે. તેના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના આંકડા તેની ક્ષમતાની વધુ સારી તસવીર આપે છે. 28 વર્ષીય હનુમાએ 98 ફર્સ્ટ ક્લાસ મેચમાં 55.50ની એવરેજથી 7548 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી 21 સદી નીકળી છે.

પ્રિયંક પંચાલ, અનુભવનુ શતક છતાં ડેબ્યૂ થી દુર

ગુજરાતમાંથી આવનાર આ ક્રિકેટરને 100 ફર્સ્ટ ક્લાસ મેચ રમવાનો અનુભવ છે. પરંતુ હજુ સુધી એક પણ ટેસ્ટ રમાઈ નથી. પ્રિયંક પંચાલના ફર્સ્ટ ક્લાસ મેચોમાં 45.52ની એવરેજથી 7011 રન છે. તેણે આ ફોર્મેટમાં 24 સદી ફટકારી છે. તે દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં ટીમ ઈન્ડિયા સાથે હતો પરંતુ તેને રમવાની તક મળી ન હતી. પ્રિયંક પંચાલ 31 વર્ષનો થઈ ગયો છે. જો તેમને જલ્દી તક ન મળે તો સમય તેમની વિરુદ્ધ જઈ શકે છે.

આ પણ વાંચોઃ IND vs SA: કેપટાઉન્ટ ટેસ્ટમાં ત્રીજા દિવસના અંતે દક્ષિણ આફ્રિકા મજબૂત સ્થિતીમાં, જીત માટે 111 રન દુર, ભારતને 8 વિકેટની જરુર

આ પણ વાંચોઃ IND vs SA: કેપટાઉનમાં થયો ગજબનો ચમત્કાર ! 145 વર્ષના ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ના થઇ શક્યુ એ કમાલનો રેકોર્ડ રચાયો

g clip-path="url(#clip0_868_265)">