AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA: ઋષભ પંતે મુશ્કેલ સમયે ફટકાર્યુ શતક, દક્ષિણ આફ્રિકા સામે ભારતે જીત માટે 212 રનનો લક્ષ્યાંક રાખ્યો

ત્રણ મેચની શ્રેણી 1-1 થી બરાબર છે અને ભારત પાસે દક્ષિણ આફ્રિકામાં પ્રથમ વખત ટેસ્ટ શ્રેણી જીતવાની તક છે.

IND vs SA: ઋષભ પંતે મુશ્કેલ સમયે ફટકાર્યુ શતક, દક્ષિણ આફ્રિકા સામે ભારતે જીત માટે 212 રનનો લક્ષ્યાંક રાખ્યો
Rishabh Pant: અણનમ શતક નોઁધાવી ટીમને સન્માનજનક સ્કોરે પહોંચાડ્યુ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 13, 2022 | 8:06 PM
Share

કેપટાઉન ટેસ્ટ (Cape Town Test) માં ભારતે દક્ષિણ આફ્રિકા સામે જીતવા માટે 212 રનનો ટાર્ગેટ આપ્યો છે. સિરીઝની છેલ્લી મેચના ત્રીજા દિવસે સાઉથ આફ્રિકાની બોલિંગ સામે ભારતીય બેટ્સમેનો ફરી ફ્લોપ રહ્યા હતા, પરંતુ ઋષભ પંતે (Rishabh Pant) પોતાની તાકાત બતાવી અને ઐતિહાસિક સદી (અણનમ 100) ફટકારીને ટીમ ઈન્ડિયા (Team India) ની જીતની આશા જગાવી. ભારતે તેના બીજા દાવમાં માત્ર 198 રન બનાવ્યા હતા. પંત 100 રને અણનમ પરત ફર્યો હતો.

પંત સિવાય માત્ર કેપ્ટન વિરાટ કોહલી (29) જ સંઘર્ષ કરી શક્યો અને લાંબા સમય સુધી પીચ પર ટકી શક્યો. દક્ષિણ આફ્રિકા માટે ડાબોડી ફાસ્ટ બોલર માર્કો યાનસને સૌથી વધુ 4 વિકેટ લીધી હતી, જ્યારે કાગીસો રબાડા અને લુંગી એનગિડીએ પણ 3-3 વિકેટ લીધી હતી.

ભારત આજ સુધી દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણી જીતી શક્યું નથી. તેમજ કેપટાઉનમાં ટીમ ઈન્ડિયા ક્યારેય જીતી શકી નથી. આવી સ્થિતિમાં, ભારતીય ટીમ માટે ઇતિહાસ રચવા માટે, દક્ષિણ આફ્રિકાને 211 પહેલા આઉટ કરવું પડશે. ત્રણ મેચની સિરીઝ હાલમાં 1-1 થી બરાબર છે. ભારતે સેન્ચુરિયન ખાતેની પ્રથમ ટેસ્ટ મેચ જીતી હતી, જ્યારે જોહાનિસબર્ગમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને હરાવીને શ્રેણીમાં બરાબરી કરી હતી.

પ્રથમ બે ઓવરમાં રમત ખરાબ રહી

કેપટાઉન ટેસ્ટના ત્રીજા દિવસે ભારતે 2 વિકેટે 57 રનના સ્કોરથી પોતાની ઇનિંગ આગળ શરૂ કરી હતી. ચેતેશ્વર પુજારા અને કોહલી ક્રિઝ પર હતા, પરંતુ દિવસના બીજા બોલ પર પુજારા માર્કો યાનસનના હાથે આઉટ થયો હતો. કીગન પીટરસને લેગ સ્લિપ પર એક હાથે પુજારાનો કેચ ઝડપ્યો હતો.

ત્યારપછી બીજી જ ઓવરમાં અજિંક્ય રહાણે સ્લિપમાં કાગીસો રબાડાના હાથે કેચ આઉટ થયો હતો. ભારતે માત્ર 58 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. આવી સ્થિતિમાં ટીમને મોટી ભાગીદારીની જરૂર હતી અને તે રિષભ પંત અને કોહલીએ કરી બતાવ્યું.

કોહલી-પંતે જવાબદારી સંભાળી, બાકી બધા નિષ્ફળ

બંનેએ પ્રથમ સેશનમાં ઇનિંગ્સને સંભાળી હતી. કેપ્ટન કોહલીએ પ્રથમ દાવની જેમ એક છેડો સાચવવાનુ કામ કર્યું અને દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલરોના આક્રમણનો કરવાનું ચાલુ રાખ્યું. કોહલીએ આ દરમિયાન સતત 36 બોલમાં એકપણ રન બનાવ્યો ન હતો. બીજી તરફ રિષભ પંતે કેટલીક બાઉન્ડ્રી મેળવવાની સાથે સ્ટ્રાઈક પણ રોટેટ કરી હતી. પંતે પણ સત્રની છેલ્લી ઓવરમાં માત્ર 58 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી.

જોકે, બીજું સત્ર ભારત માટે ઘણું ખરાબ સાબિત થયું. કોહલી (29 રન, 143 બોલ), ઓફ-સ્ટમ્પ બોલ છોડીને અંતે કવર ડ્રાઈવ રમવાનો પ્રયાસ કરતી વખતે સ્લિપના હાથે કેચ થયો હતો. કોહલીએ પંત સાથે પાંચમી વિકેટ માટે 94 રનની ભાગીદારી કરી હતી, જેમાં તેણે માત્ર 15 રન બનાવ્યા હતા. દરમિયાન રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર અને ઉમેશ યાદવે પણ ચાલવાનું શરૂ કર્યું.

પંતનો એકતરફી સંઘર્ષ, રેકોર્ડ સદી

આવી સ્થિતિમાં પંતે ઝડપી સ્કોર કરવાનો પ્રયાસ કર્યો અને દક્ષિણ આફ્રિકાના બોલરોને નિશાન બનાવવાનું શરૂ કર્યું. તેણે કેશવ મહારાજ પર સતત બે છગ્ગા ફટકાર્યા, જ્યારે ડુઆન ઓલિવિયરને પણ સતત બોલમાં 6 અને 4 રન માટે મોકલ્યા. તે જ સમયે, પંતે એટલો જોરદાર શોટ રમ્યો કે બોલ ડીપ બેકવર્ડ પોઈન્ટ બાઉન્ડ્રી તરફ ગયો, જ્યારે બેટ હાથમાંથી છૂટીને બેકવર્ડ સ્ક્વેર લેગમાં જઇને પડ્યુ.

આખરે પંતે મોહમ્મદ શામી અને જસપ્રિત બુમરાહની મદદથી 133 બોલમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકારીને તેની ચોથી ટેસ્ટ સદી ફટકારી હતી. દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ સદી ફટકારનાર તે માત્ર ભારતનો જ નહીં પરંતુ એશિયાનો પ્રથમ વિકેટકીપર બન્યો હતો.

આ પણ વાંચોઃ Ravindrasinh Jadeja: ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પર સવાર થયુ પુષ્પાનુ ‘ભૂત’, અલ્લુ અર્જૂનના અવતારમાં જોવા મળ્યો, વાયરલ થઇ તસ્વીર

આ પણ વાંચોઃ IPL 2022: આગામી સિઝનના સ્થળ પસંદગી માટે BCCI એ નવો ‘પ્લાન’ ઘડ્યો, UAE નહી આ બે દેશોના નામ છે આગળ

અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
g clip-path="url(#clip0_868_265)">