IND VS SA: દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ વન ડેની ટીમમાં કોણ કોણ સામેલ, જાણો ભારતની સંભવિત Playing 11?

પાર્લમાં ભારત અને દક્ષિણ આફ્રિકા (India vs South Africa, 1st ODI) વચ્ચે રમાશે પ્રથમ ODI, જાણો કેએલ રાહુલ (KL Rahul) કયા ખેલાડીઓને આપી શકે છે તક?

IND VS SA: દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ વન ડેની ટીમમાં કોણ કોણ સામેલ, જાણો ભારતની સંભવિત Playing 11?
India vs South Africa: જાણો કેવી હશે ભારતની Playing 11?
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 18, 2022 | 10:32 PM

સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ સીરીઝ હાર્યા બાદ ટીમ ઈન્ડિયા સામે હવે ODI સીરીઝનો પડકાર છે. ભારતીય ટીમ મજબૂત છે, તેના તમામ શ્રેષ્ઠ ખેલાડીઓ ટીમમાં છે, તેથી ODI શ્રેણી (India vs South Africa, 1st ODI) માં માત્ર ટીમ ઈન્ડિયાને જ જીતની દાવેદાર માનવામાં આવી રહી છે. કેએલ રાહુલે પણ પાર્લમાં મેચ પહેલા આ વાત વ્યક્ત કરી હતી. કેએલ રાહુલે કહ્યું કે ટેસ્ટ સિરીઝ હાર્યા બાદ તે વન-ડે સિરીઝમાં જીત સાથે પ્રવાસનો અંત કરવા ઈચ્છશે. કેએલ રાહુલે પ્રથમ વનડેની પ્લેઈંગ ઈલેવનને ઈશારામાં પણ કહ્યું (India Probable Playing 11). કેએલ રાહુલે (KL Rahul) આ સવાલોના જવાબ આપ્યા કે ઓપનર કોણ હશે અને ટીમમાં કેટલા સ્પિનરોનો સમાવેશ કરવામાં આવશે.

કેએલ રાહુલે સ્પષ્ટપણે કહ્યું કે તે બોલેન્ડ પાર્કમાં બે સ્પિનરો સાથે જઈ શકે છે કારણ કે પિચ સારી લાગે છે. તેમજ કેએલ રાહુલે કહ્યું કે શિખર ધવન ઓપનિંગમાં તેની સાથે ઉતરશે. ત્યારે સવાલ એ છે કે પ્લેઇંગ ઇલેવનમાં કયા 11 ખેલાડીઓને સ્થાન મળશે અને કયા 8 ખેલાડીઓને પ્રથમ વનડેમાં તક નહીં મળે.

ભારત કયા બેટ્સમેન સાથે ઉતરશે?

કેએલ રાહુલ અને શિખર ધવન ભારતના બેટિંગ યુનિટમાં ઓપનર તરીકે રમશે. માનવામાં આવે છે કે ત્રીજા નંબર પર વિરાટ કોહલીની રમત ફિક્સ છે. શ્રેયસ અય્યર ચોથા નંબર પર વાપસી કરી શકે છે. શક્ય છે કે સૂર્યકુમાર યાદવને પ્રથમ વનડેમાં તક ન મળે. વિકેટકીપર તરીકે ઋષભ પંતનું પ્લેઈંગ ઈલેવનમાં આગમન નિશ્ચિત જણાય છે. વેંકટેશ અય્યરને છઠ્ઠા નંબર પર તક મળશે તેવું માનવામાં આવે છે, જેઓ મધ્યમ ગતિનો બોલર પણ છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ભારતનુ બોલિંગ આક્રમણ કેવુ હશે?

ભારતીય ટીમ 5 શુદ્ધ બોલરો સાથે મેદાનમાં ઉતરી શકે છે. જેમાં યુઝવેન્દ્ર ચહલ અને આર અશ્વિન સ્પિનર ​​તરીકે રમી રહ્યા હોવાનું માનવામાં આવે છે. જો અશ્વિન રમશે તો ચાર વર્ષ બાદ તે વન-ડે મેચ રમતા જોવા મળશે. શાર્દુલ ઠાકુર, ભુવનેશ્વર કુમાર અને જસપ્રિત બુમરાહને મીડિયમ પેસરોમાં રમવાની ખાતરી છે. મતલબ, પ્રથમ વનડેમાં ઋતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, દીપક ચહર, પ્રણભવ કૃષ્ણા, જયંત યાદવ, નવદીપ સૈની અને મોહમ્મદ સિરાજ બેન્ચ પર બેઠેલા જોઈ શકાય છે.

પ્રથમ ODI માટે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન

કેએલ રાહુલ, શિખર ધવન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઋષભ પંત, વેંકટેશ ઐયર, આર અશ્વિન, શાર્દુલ ઠાકુર, ભુવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ અને યુઝવેન્દ્ર ચહલ.

આ પણ વાંચોઃ IND VS SA: અશ્વિન કે ચહલ કોણ રમશે પ્રથમ વન ડે, વેંકટેશન અય્યર કેમ છે ખૂબ કિંમતી ? કેએલ રાહુલે કહી 4 મોટી વાત

આ પણ વાંચોઃ BWF રેંકિંગમાં સર્વશ્રેષ્ઠ સ્થાન પર પહોંચ્યો યુવા સ્ટાપ લક્ષ્ય સેન, સાત્વિક અને ચિરાગને પણ મળ્યો મોટો ફાયદો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">