AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup 2023: પાકિસ્તાને વાઈસ કેપ્ટનને ટીમમાંથી હટાવી 9ની એવરેજ ધરાવતા બેટ્સમેનની કરી પસંદગી

એશિયા કપ 2023 માટે પાકિસ્તાનની ટીમની જાહેરાત કરવામાં આવી છે. બાબર આઝમ (Babar Azam)ના નેતૃત્વમાં 17 સભ્યોની ટીમની પસંદગી કરવામાં આવી છે. મોટા સમાચાર એ છે કે શાન મસૂદ (Shan Masood)ને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. સાથે જ એવા બેટ્સમેનને ટીમમાં રાખવામાં આવ્યા છે જેની બેટિંગ એવરેજ ઘણી ઓછી છે.

Asia Cup 2023: પાકિસ્તાને વાઈસ કેપ્ટનને ટીમમાંથી હટાવી 9ની એવરેજ ધરાવતા બેટ્સમેનની કરી પસંદગી
Shan Masood
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2023 | 9:20 AM
Share

એશિયા કપ 2023 (Asia Cup 2023) માટે પાકિસ્તાન ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. ચીફ સિલેક્ટર ઈંઝમામ-ઉલ-હકે (Inzamam-ul-Haq) પાકિસ્તાનની ટીમની જાહેરાત કરી અને તેણે બાબર આઝમની કપ્તાની હેઠળ કુલ 17 ખેલાડીઓને આ ટીમમાં જગ્યા આપી. મોટી વાત એ છે કે જે ખેલાડીને ન્યૂઝીલેન્ડ વનડે સીરિઝ માટે પાકિસ્તાન ( Pakistan) ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો તે જ ખેલાડીને એશિયા કપ માટે ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.

શાન મસૂદને ટીમની બહાર રાખવામાં આવ્યો

ડાબોડી બેટ્સમેન શાન મસૂદ વિશે વાત કરવામાં આવી રહી છે જે એશિયા કપમાં રમી શકશે નહીં. ઇન્ઝમામ-ઉલ-હકે કહ્યું કે શાન મસૂદને ટીમની બહાર રાખવામાં આવ્યો છે કારણ કે તેનું પ્રદર્શન સારું નથી. તે છેલ્લા ત્રણ મહિનાથી ખરાબ પ્રદર્શન આપી રહ્યો હતો. જોકે, મસૂદની જગ્યાએ ઈન્ઝમામ-ઉલ-હક દ્વારા તક આપવામાં આવેલ ખેલાડીનું પ્રદર્શન તેનાથી પણ વધુ ખરાબ છે.

અબ્દુલ્લા શફીકને ટીમમાં પસંદ કરવામાં આવ્યો

મોહમ્મદ રિઝવાન અને ઈમામ-ઉલ-હક ઉપરાંત ત્રીજા ઓપનર અબ્દુલ્લા શફીકને પાકિસ્તાનની ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. અબ્દુલ્લા શફીક પાકિસ્તાન માટે શાનદાર ટેસ્ટ ક્રિકેટ રમી રહ્યો છે પરંતુ તેને ODI ક્રિકેટ માટે પસંદ કરવામાં આવતા આશ્ચર્ય થયું છે. કારણ કે સફેદ બોલની ક્રિકેટમાં આ ખેલાડીએ અત્યાર સુધી બધાને નિરાશ કર્યા છે.

શફીકના આંકડા ઘણા ખરાબ

અબ્દુલ્લા શફીકના ODI અને T20 ઈન્ટરનેશનલના આંકડા ઘણા ખરાબ છે. ODIમાં આ ખેલાડીએ 3 મેચમાં 9.33ની એવરેજથી માત્ર 28 રન બનાવ્યા છે. જ્યારે T20માં શફીક 6 મેચમાં માત્ર 12.8ની એવરેજથી માત્ર 64 રન જ બનાવી શક્યો હતો. આટલા નબળા આંકડા છતાં શફીકને એશિયા કપ જેવી મોટી ટુર્નામેન્ટ માટે પાકિસ્તાની ટીમમાં જગ્યા આપવામાં આવી છે.

શાન મસૂદ ODI ટીમનો વાઇસ કેપ્ટન હતો

પાકિસ્તાને આ ખેલાડીને ODI ટીમનો ઉપ-કેપ્ટન બનાવ્યો હતો, પરંતુ શાન આ જવાબદારી યોગ્ય રીતે નિભાવી શક્યો નહોતો. તેણે 9 મેચ બાદ જ પસંદગીકારોનો વિશ્વાસ ગુમાવી દીધો હતો. શાને અત્યાર સુધી 9 વનડેમાં માત્ર 18.11ની એવરેજથી 163 રન બનાવ્યા છે અને તેનો સ્ટ્રાઈક રેટ 70થી ઓછો છે.

આ પણ વાંચોઃ Asia Cup 2023: એશિયા કપ 2023 માટે પાકિસ્તાન ટીમની જાહેરાત, સ્ટાર ખેલાડીની બાદબાકી

એશિયા કપ માટે પાકિસ્તાનની ટીમ:

બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન, ઉસામા મીર, અબ્દુલ્લા શફીક, મોહમ્મદ હરિસ, ફહીમ અશરફ, ઇમામ-ઉલ-હક તૈયબ તાહિર, હરિસ રઉફ, ફખર ઝમાન, મોહમ્મદ વસીમ, આગા સલમાન, શાદાબ ખાન, નસીમ શાહ, ઇફ્તિખાર અહેમદ, મોહમ્મદ નવાઝ અને શાહીન શાહ આફ્રિદી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની બેદરકારી સામે આવી - જુઓ Video
કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની બેદરકારી સામે આવી - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">