U19 Asia Cup: નાતાલના દિવસે ભારત vs પાકિસ્તાન, જાણો ભારતીય ટીમનુ પુરુ શિડ્યૂલ

|

Dec 11, 2021 | 4:13 PM

UAEમાં U19 એશિયા કપ (Asia Cup) નું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) ને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે.

U19 Asia Cup: નાતાલના દિવસે ભારત vs પાકિસ્તાન, જાણો ભારતીય ટીમનુ પુરુ શિડ્યૂલ
Yash Dhull

Follow us on

BCCIની જુનિયર પસંદગી સમિતિએ UAEમાં 23 ડિસેમ્બરથી શરૂ થનારા અંડર-19 એશિયા કપ (U19 Asia Cup) માટે ટીમની જાહેરાત કરી છે. ટી-20 વર્લ્ડ કપ બાદ ફરી એકવાર ચાહકોને ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચેની હાઈવોલ્ટેજ મેચ જોવા મળશે. ટી-20 વર્લ્ડ કપ (T20 World Cup) માં ભારત પ્રથમ વખત પાકિસ્તાન સામે હારી ગયું હતું, જે બાદ તે ટૂર્નામેન્ટમાંથી જ બહાર થઈ ગયું હતું. આવી સ્થિતિમાં, ચાહકો આતુરતાથી જુનિયર ટીમનો બદલો લેવા માટે રાહ જોઈ રહ્યા છે.

UAEમાં રમાઈ રહેલા આ એશિયા કપમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ, અફઘાનિસ્તાન, કુવૈત અને UAEની ટીમો ભાગ લઈ રહી છે. આ 8 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ Aમાં ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને UAE છે. બીજા ગ્રુપમાં શ્રીલંકા, બાંગ્લાદેશ, કુવૈત અને નેપાળની ટીમ સામેલ છે. દરેક ગ્રૂપમાંથી બે ટીમો આગળના રાઉન્ડમાં જશે, જેની વચ્ચે સેમિ-ફાઇનલ મેચો રમાશે.

 

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

ભારત 23 ડિસેમ્બરથી અભિયાન શરૂ કરશે

આગામી વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં અંડર-19 વર્લ્ડ કપનું આયોજન થવા જઈ રહ્યું છે. આવી સ્થિતિમાં, આ ટૂર્નામેન્ટ તમામ ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી ટીમો તેમના સંયોજન અને તૈયારીને ચકાસી શકે. ભારત તેનું અભિયાન 23 ડિસેમ્બરથી શરૂ કરશે. દરમિયાન, પાકિસ્તાન સામે તેની સૌથી વધુ વોલ્ટેજ મેચ 25 ડિસેમ્બરે રમાશે. ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 1 જાન્યુઆરીએ રમાશે.

 

ટુર્નામેન્ટનું સંપૂર્ણ શેડ્યૂલ

23 ડિસેમ્બર-ભારત vs UAE

પાકિસ્તાન vs અફઘાનિસ્તાન
બાંગ્લાદેશ vs નેપાળ

24 ડિસેમ્બર–શ્રીલંકા vs કુવૈત

25 ડિસેમ્બર – ભારત vs પાકિસ્તાન

બાંગ્લાદેશ vs કુવૈત
અફઘાનિસ્તાન vs UAE

26 ડિસેમ્બર – શ્રીલંકા vs નેપાળ

27 ડિસેમ્બર – ભારત vs અફઘાનિસ્તાન

પાકિસ્તાન vs UAE

28 ડિસેમ્બર – નેપાળ vs કુવૈત
શ્રીલંકા vs બાંગ્લાદેશ

30 ડિસેમ્બર- પ્રથમ અને બીજી સેમિફાઇનલ

જાન્યુઆરી 1 – ફાઇનલ મેચ

એશિયા કપ માટે ભારતીય ટીમની પસંદગી
ભારતીય ટીમે સૌથી વધુ અંડર-19 એશિયા કપનો ખિતાબ જીત્યો છે. અત્યાર સુધી ટીમ 7 વખત એશિયા કપ જીતી ચુકી છે. આ વખતે ટીમની કમાન યશ ઢૂલને આપવામાં આવી છે. અંડર 19 વર્લ્ડ કપ પહેલા યશ પાસે પોતાને કેપ્ટન તરીકે સાબિત કરવાની મોટી તક છે.

ટીમ: હરનૂર સિંહ પન્નુ, અંગક્રિશ રઘુવંશી, અંશ ગોસાઈ, એસકે રશીદ, યશ ઢૂલ (કેપ્ટન), અણેશ્વર ગૌતમ, સિદ્ધાર્થ યાદવ, કૌશલ તાંબે, નિશાંત સિંધુ, દિનેશ બાના (વિકેટકીપર), આરાધ્યા યાદવ (વિકેટકીપર), રાજંગદ બાવા, રાજકુમાર હેંગરગેકર, ગર્વ સાંગવાન, રવિ કુમાર, ઋષિથ રેડ્ડી, માનવ પારેખ, અમૃત રાજ ઉપાધ્યાય, વિકી ઓસ્તવાલ, વાસુ વત્સ (ફિટનેસ મંજૂરીને આધીન).

 

આ પણ વાંચો:  સાબરકાંઠા: CM ભૂપેન્દ્ર પટેલે વંચિત વર્ગની મહિલાઓના પગ ધોઇ લૂછ્યા, CR પાટીલે કહ્યુ, પેજ પ્રમુખ વિમા સુરક્ષિત પેજ ની ફરજ અદા કરે

 

આ પણ વાંચો: IND vs SA: ટીમ ઇન્ડિયાને દક્ષિણ આફ્રિકામાં જીત માટે નવદિપ સૈની સ્ટેન્ડ બાય ખેલાડી રહીને આપી શકે છે મહત્વનુ યોગદાન!

 

Published On - 4:12 pm, Sat, 11 December 21

Next Article