AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: MS ધોનીએ તેના પ્રોડક્શન હાઉસની પહેલી ફિલ્મનું ટ્રેલર કર્યું લોન્ચ, જુઓ Video

ધોની અને તેની પત્ની સાક્ષી ધોની ચેન્નાઈમાં એક ઈવેન્ટમાં પહોંચ્યા હતા, જ્યાં ધોનીએ તેની પ્રોડક્શન ડેબ્યૂ ફિલ્મ 'LGM' (લેટ્સ ગેટ મેરિડ)નું ગીત અને ટ્રેલર લોન્ચ કર્યું હતું. જેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

Viral: MS ધોનીએ તેના પ્રોડક્શન હાઉસની પહેલી ફિલ્મનું ટ્રેલર કર્યું લોન્ચ, જુઓ Video
MS Dhoni
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2023 | 11:51 PM
Share

ટીમ ઈન્ડિયાના વર્લ્ડ કપ વિજેતા કપ્તાન અને ચેન્નાઈના સુપર કિંગ મહેન્દ્ર સિંહ ધોનીનો તેની પત્ની સાથે ફિલ્મની ટ્રેલર લોન્ચના પ્રસંગનો Video થયો છે. આ ફિલ્મ ધોનીના પ્રોડક્શન હાઉસની સૌપ્રથમ ફિલ્મ છે. આ પ્રસંગે ધોનીએ તેના ચેન્નાઈ સાથેના ખાસ કનેક્શન વિશે વાત કરી હતી.

ત્રણ દિવસ પહેલા 42મો જન્મદિવસ ઉજવ્યો

એમએસ ધોનીએ ત્રણ દિવસ પહેલા 7 જુલાઇના દિવસે પોતાનો 42મો જન્મદિવસ ઉજવ્યો હતો. તેના જન્મદિવસના ત્રણ દિવસ બાદ જ તેમણે પોતાના પ્રોડક્શનની પહેલી ફિલ્મ લેટ્સ ગેટ મેરિડ (LGM)નું ટ્રેલર લોન્ચ કર્યું હતું. આ પ્રસંગે ચેન્નાઈ પહોંચતા ધોનીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેનો વીડિયો ખૂબ વાયરલ થયો હતો. હવે તેમની ફિલ્મના ટ્રેલર લોન્ચની તસવીરો અને વીડિયો પણ વાયરલ થયા છે.

ટ્રેલરનો વીડિયો સોશિયલ મીડિયા થયો વાયરલ

મહેન્દ્ર સિંહ ધોની અને તેની પત્ની સાક્ષી ધોનીએ સાથે મળીને તેમના પ્રોડક્શન હાઉસની ડેબ્યૂ ફિલ્મ લેટ્સ ગેટ મેરિડ (LGM)નું ટ્રેલર અને ઑડિયો લૉન્ચ કર્યું હતું . LGMનું ટ્રેલર લોન્ચ થયા બાદ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ચેન્નાઈ સાથે ધોનીનો ખાસ સંબંધ

લેટ્સ ગેટ મેરિડ ફિલ્મના ટ્રેલર લોન્ચ દરમિયાન ધોનીએ તેના ચેન્નાઈ સાથેના કનેક્શન વિશે વાત કરી હતી. ધોનીએ કહ્યું કે, મારો ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ ચેન્નાઈમાં જ થયો હતો. અંહી જ હું કરિયરની પ્રથમ ટેસ્ટ મેચ રમ્યો હતો. આ સિવાય સૌથી વધુ રન પણ ચેન્નાઈના મેદાનમાં જ બનાવ્યા છે. ચેન્નાઈ મારા માટે ખૂબ જ ખાસ છે. હવે મારી પહેલી તમિલ ફિલ્મ પણ ચેન્નાઈમાં બની રહી છે.

CSKએ શેર કર્યા ફોટો

ધોની IPLમાં જે ફ્રેન્ચાઇઝી તરફથી રમે છે એ ચેન્નાઈ સુપર કિંગ્સની ફ્રેન્ચાઈઝીએ તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર ધોની ધોની અને સાક્ષીની સુંદર તસવીર શેર કરી છે, જેમાં તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, આ સુપર કપલ માટે અમારો પ્રેમ દિવસેને દિવસે વધી રહ્યો છે.

આ પણ વાંચો : વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાનના ષડયંત્રનો પર્દાફાશ, ડરબનમાં ICCની બેઠકમાં કરશે આ માંગ

લેટ્સ ગેટ મેરિડની સ્ટાર કાસ્ટ

ધોની એન્ટરટેઈનમેન્ટની પહેલી ફિલ્મ લેટ્સ ગેટ મેરિડમાં હરીશ કલ્યાણ, ઈવાના, નાદિયા અને યોગી બાબુ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. રમેશ થમિલમાની આ ફિલ્મ દ્વારા દિગ્દર્શક તરીકેની શરૂઆત કરશે. તેણે આ ફિલ્મના ગીતો પણ કમ્પોઝ કર્યા છે. આ ફિલ્મ જલ્દી રિલીઝ થશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">