Asia Cup 2023 Schedule Breaking News: એશિયા કપનું શેડ્યુલ જાહેર, 2 સપ્ટેમ્બરે ભારત પાકિસ્તાન ટકરાશે આમને-સામને

Asia Cup 2023: ટૂર્નામેન્ટની સૌથી મહત્વપૂર્ણ મેચ, જેના પર બધાની નજર છે, એટલે કે ભારત-પાકિસ્તાનની ટક્કર 2 સપ્ટેમ્બરે થશે. આ મેચ અપેક્ષા મુજબ કેન્ડી, શ્રીલંકામાં રમાશે.

Asia Cup 2023 Schedule Breaking News: એશિયા કપનું શેડ્યુલ જાહેર, 2 સપ્ટેમ્બરે ભારત પાકિસ્તાન ટકરાશે આમને-સામને
Asia Cup 2023
Follow Us:
| Updated on: Jul 19, 2023 | 7:31 PM

Asia Cup 2023: ઘણા વિવાદ અને લાંબી રાહ બાદ આખરે એશિયા કપ 2203નું (Asia Cup 2023) શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ અને BCCI સેક્રેટરી જય શાહે ટૂર્નામેન્ટના સમગ્ર કાર્યક્રમની જાહેરાત કરી છે. ટૂર્નામેન્ટની સૌથી મહત્વપૂર્ણ મેચ, જેના પર બધાની નજર છે, એટલે કે ભારત-પાકિસ્તાનની ટક્કર 2 સપ્ટેમ્બરે થશે. આ મેચ અપેક્ષા મુજબ કેન્ડી, શ્રીલંકામાં રમાશે. ટૂર્નામેન્ટ 30 ઓગસ્ટે યજમાન પાકિસ્તાનના મુલતાનથી શરૂ થશે. તે જ સમયે, ટૂર્નામેન્ટની ફાઇનલ 17 સપ્ટેમ્બરે કોલંબોમાં રમાશે.

જય શાહે કર્યુ ટ્વીટ

આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન
શ્રાદ્ધમાં આ સરળ ટીપ્સની મદદથી બનાવો દૂધપાક
આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneમાં ઝડપથી થઈ જશે ચાર્જિંગ? ફોલો કરી લો બસ આ ટ્રિક

(Credit- Jay Shah Tweet)

તમને જણાવી દઈએ કે ગયા વર્ષથી એશિયા કપના આયોજનને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. લાંબી ચર્ચાઓ અને સમજૂતીઓ બાદ આખરે શ્રીલંકામાં તેનું આયોજન કરવા પાકિસ્તાન સાથે સહમતિ બની હતી. આ ‘હાઈબ્રિડ મોડલ’ હેઠળ, 13 મેચની ટૂર્નામેન્ટની 4 મેચો મૂળ યજમાન પાકિસ્તાનને આપવામાં આવી હતી અને ફાઈનલ સહિત 9 મેચ શ્રીલંકાને આપવામાં આવી હતી.

આ પણ વાંચો: IND vs BAN: જેમિમાહ રોડ્રિગ્સનું શાનદાર પ્રદર્શન, ભારતે બાંગ્લાદેશને 108 રને હરાવ્યું

4 શહેરોમાં યોજાશે ટુર્નામેન્ટ

આ હાઇબ્રિડ મોડલના આધારે શેડ્યૂલ પણ જાહેર કરવામાં આવ્યું છે. ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન અને શ્રીલંકાના 2-2 શહેરોની પસંદગી કરવામાં આવી છે. અગાઉ એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે મેચ પાકિસ્તાનના લાહોરમાં જ યોજાશે, જ્યારે ચોમાસાને કારણે મેચ શ્રીલંકામાં કોલંબોને બદલે દામ્બુલામાં રમાશે. જોકે, આવું થયું નથી.

ટૂર્નામેન્ટ 30 ઓગસ્ટથી પાકિસ્તાનના મુલતાનમાં શરૂ થશે, જ્યાં તેનો સામનો નેપાળ સાથે થશે. પાકિસ્તાનની બાકીની 3 મેચ લાહોરમાં રમાશે. શ્રીલંકામાં કેન્ડીમાં ગ્રુપ સ્ટેજની મેચો રમાશે, જ્યારે સુપર-4 અને ફાઈનલ કોલંબોમાં જ રમાશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">