IND vs NZ: કાનપુરમાં ભારતીય ટીમને પિરસવામાં આવશે હલાલ મીટ! BCCI સામે ક્રિકેટ ચાહકોએ મચાવી દીધો હંગામો
કાનપુરમાં ભારત અને ન્યુઝીલેન્ડ (India Vs New Zealand) વચ્ચે રમાનારી ટેસ્ટ મેચને લઇને બંને ક્રિકેટ ટીમો પહોંચી ચૂકી છે. આ સાથે જ ભારતીય ખેલાડીઓને પિરસાનાર ભોજનને લઇને હંગામો મચી ગયો છે.
ભારત અને ન્યુઝીલેન્ડ (India Vs New Zealand) વચ્ચે 25 નવેમ્બર થી બે મેચોની ટેસ્ટ સિરીઝ શરુ થઇ રહી છે. કાનપુરમાં પ્રથમ ટેસ્ટ (Kanpur Test) રમાનારી છે. ટેસ્ટ મેચની શરુઆત પહેલા જ સોશિયલ મીડિયા પર ટેસ્ટ મેચ દરમ્યાન ભારતીય ખેલાડીઓને ભોજન અને નાસ્તામાં શુ શુ પિરસવામાં આવશે, એ વાત સામે આવી છે. જેને લઇને સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો છે. કારણ કે ટીમ ઇન્ડિયા (Team India) ના ખેલાડીઓને જે ભોજન પિરસવામાં આવશે તેમાં, હલાલ મીટ (Halal Meat) નો સમાવેશ કરાયો છે.
ક્રિકેટરોને માટે ખાસ ડાયટ પ્લાન હોય છે અને તે અંગે ખાસ દરકાર રાખવામાં આવતી હોય છે. મીડિયા રિપોર્ટનુસાર ટેસ્ટ મેચ માટે થઇને ડાયટ પ્લાન મુજબની ફૂડ મેનુ બહાર પાડવામાં આવેલ છે. જેમાં આખા દિવસ માટે કાઉન્ટર, સ્ટેડિયમમાં મીની બ્રેકફાસ્ટ, લંચ અને ચાના સમયે સ્નેક્સ તથા ડીનરનો સમાવેશ કરવામાં આવ્યો છે. પોર્ક અને બીફને આ મેનુમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. જ્યારે નોન-વેજીટેરિયન વાનગીઓમાં હલાલ મીટનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ક્રિકેટ ચાહકોએ સોશિયલ મીડિયા પર હલાલ મીટને લઇને હંગામો મચાવી દીધો છે. જે પ્રમાણે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ માટેના ભોજન અને નાસ્તાનુ મેનુ જાહેર થયુ છે તેમાં હલાલ મીટના સમાવેશને લઇને ચાહકો ભડક્યા છે. ચાહકોએ બીસીસીઆઇને ટાર્ગેટ કરીને સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ શરુ કર્યો હતો. કાનપુર ટેસ્ટના આડે માત્ર હવે બુધવારનો દિવસ જ રહ્યો છે. એ પહેલા જ ચાહકોએ હોબાળો મચાવીને ક્રિકેટની દુનિયાનુ ધ્યાન આ ફુડ મેનુ પર ખેંચ્યુ છે.
ધાર્મિકતાનો મુદ્દો પણ ઉઠ્યો
ધર્મને લઇને પણ ફુડ મેનુ પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. કેટલાક યુઝર્સે હેલ્થને ધ્યાનમાં રાખીને મુદ્દામાં પોતાનુ જ્ઞાન પિરસ્યુ છે તો, કેટલાકે ધાર્મિકતાની વાત આગળ ધરી છે. જેમાં BCCI સામે સવાલ કરનારા કેટલાક હલાલ મીટ મુસ્લીમ લોકો ઉપયોગ કરતા હોવાની વાત કહેવામાં આવી છે. જેથી અન્ય ધર્મના લોકોને તેનાથી કોઇ જ જરુરી નથી હોતુ. આમ ક્રિકેટ ટીમમાં દરેક ધર્મના લોકોનો સમાવેશ થો હોય છે, જેથી કોઇ એક ધર્મને લઇને નિર્ણય લેવાને અયોગ્ય ગણાવ્યો હતો.
India is a secular democratic country. Why should we follow Islamic rules by enforcing Halal certified products? How can BCCI impose this on Indian players in the name of improving the performance as if consuming halal meat will guarantee a victory?#BCCI_Promotes_Halal pic.twitter.com/DawkJRMBez
— Vinaya Bhat (@VinayaBhat15) November 23, 2021
જોકે હજુ સુધી BCCI દ્વારા કોઇ પણ પ્રકારની પ્રતિક્રિયા જારી કરી નથી. સાથે જ એ પણ સ્પષ્ટ કર્યુ નથી કે, ફુડ મેનુ બીસીસીઆઇ દ્વારા અધિકારીક રીતે જારી કરવામાં આવ્યુ છે કે નહી. જોકે હાલ તો મુદ્દો ઝડપથી ફેલાવવા લાગ્યો છે.