IND vs NZ Champions Trophy Final : ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ન્યુઝીલેન્ડને હરાવી ભારત બન્યું ‘ચેમ્પિયન’

IND vs NZ, Champions Trophy 2025 Final: ભારતે ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો. ટીમ ઈન્ડિયા 12 વર્ષ પછી બની ચેમ્પિયન. ટીમ ઈન્ડિયા છેલ્લી ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સામે હારી ગયું હતું. કેપ્ટન રોહિત શર્મા જીત્યો પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ.

IND vs NZ Champions Trophy Final : ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ન્યુઝીલેન્ડને હરાવી ભારત બન્યું ચેમ્પિયન
| Edited By: | Updated on: Mar 09, 2025 | 10:35 PM

IND vs NZ, Champions Trophy 2025 Final: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ભારતે ન્યુઝીલેન્ડને હરાવીને કમાલ કરી છે. ટીમ ઈન્ડિયાએ 12 વર્ષ પછી આ ટુર્નામેન્ટ જીતી છે. ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાને જીતવા માટે 252 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, જે ભારતે એક ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો. ભારતની જીતનો હીરો રોહિત શર્મા હતો, જેણે 83 બોલમાં 76 રન બનાવ્યા હતા. અય્યરે પણ 48 રનની ઈનિંગ રમી. કેએલ રાહુલ 34 રન બનાવી અણનમ રહ્યો. બોલિંગમાં વરુણ ચક્રવર્તી અને કુલદીપ યાદવે 2-2 વિકેટ લીધી.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 09 Mar 2025 10:33 PM (IST)

    રોહિત શર્મા બન્યો પ્લેયર ઓફ ધ મેચ

    ફાઈનલમાં રોહિત શર્માએ મેન ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો. તે આખી ટુર્નામેન્ટમાં બેટ્સમેન તરીકે નિષ્ફળ ગયો, પરંતુ આ ખેલાડીએ ફાઈનલમાં પોતાની તાકાત બતાવી.

  • 09 Mar 2025 10:32 PM (IST)

    ટીમ ઈન્ડિયા ‘ચેમ્પિયન’

    ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને ભારતે કમાલ કરી છે. ટીમ ઈન્ડિયાએ 12 વર્ષ પછી આ ટુર્નામેન્ટ જીતી છે. ફાઇનલ મેચમાં ટીમ ઇન્ડિયાને જીતવા માટે 252 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, જે ભારતે એક ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો. ભારતની જીતનો હીરો રોહિત શર્મા હતો, જેણે 83 બોલમાં 76 રન બનાવ્યા હતા. અય્યરે પણ 48 રનની ઈનિંગ રમી. કેએલ રાહુલ 34 રન બનાવી અણનમ રહ્યો. બોલિંગમાં વરુણ ચક્રવર્તી અને કુલદીપ યાદવે 2-2 વિકેટ લીધી.


  • 09 Mar 2025 10:19 PM (IST)

  • 09 Mar 2025 09:48 PM (IST)

    ભારત ‘ચેમ્પિયન’

    ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ન્યુઝીલેન્ડને હરાવી ભારત ‘ચેમ્પિયન’

  • 09 Mar 2025 09:41 PM (IST)

    હાર્દિક પંડયા 18 રન બનાવી આઉટ

    ભારતને છઠ્ઠો ઝટકો, હાર્દિક પંડયા 18 રન બનાવી થયો આઉટ

  • 09 Mar 2025 09:38 PM (IST)

    પંડ્યા-રાહુલની તોફાની ઈનિંગ્સ

    રચિન રવિન્દ્રના બોલ પર હાર્દિક પંડ્યાએ લાંબો સિક્સર ફટકાર્યો. કેએલ રાહુલ પણ ચોગ્ગા પછી ચોગ્ગા ફટકારી રહ્યો છે. ભારત હવે જીતની ખૂબ નજીક છે.

  • 09 Mar 2025 09:13 PM (IST)

    ભારતને પાંચમો ઝટકો

    ભારતને પાંચમો ઝટકો, અક્ષર પટેલ 29 રન બનાવી થયો આઉટ, ભારતે 200 રન પૂરા કર્યા

  • 09 Mar 2025 09:06 PM (IST)

    cricinfo સાઈટ ત્રીજી વખત ફરી ડાઉન

  • 09 Mar 2025 09:00 PM (IST)

    શ્રેયસ અય્યર 48 રન બનાવી આઉટ

    ભારતને મોટો ઝટકો, શ્રેયસ અય્યર 48 રન બનાવી થયો આઉટ, 2 રન માટે ફિફ્ટી ચૂકી ગયો, ભારતને જીતવા 68 બોલમાં 69 રનની જરૂર

  • 09 Mar 2025 08:51 PM (IST)

    શ્રેયસ અય્યરનો કેચ ડ્રોપ

    શ્રેયસ અય્યરનો સરળ કેચ ડ્રોપ, ન્યુઝીલેન્ડ તરફથી એક મોટી ભૂલ

  • 09 Mar 2025 08:34 PM (IST)

    cricinfo સાઈટ ફરી ડાઉન થઈ ગઈ

  • 09 Mar 2025 08:26 PM (IST)

    cricinfo વેબસાઈટ સામાન્ય થઈ

    ટીમ ઈન્ડિયાનો સ્કોર 3 વિકેટે 133 રન થયો ત્યારે cricinfo વેબસાઈટ સામાન્ય થઈ ગઈ

  • 09 Mar 2025 08:25 PM (IST)

    cricinfo ની સાઈટ ડાઉન, Live સ્કોર TV9 ગુજરાતી પર જુઓ

    cricinfo ની સાઈટ ડાઉન, Live સ્કોર TV9 ગુજરાતી પર જુઓ

    https://tv9gujarati.com/sports/cricket-news/india-vs-new-zealand-full-scorecard-live-cricket-score-icc-champions-trophy-2025-match-gujarati-255197.html

     

     

  • 09 Mar 2025 08:23 PM (IST)

    રોહિત શર્મા 76 રન બનાવીને આઉટ

    ભારતની ત્રીજી વિકેટ પડી, રોહિત શર્મા 76 રન બનાવીને આઉટ થયો. ખૂબ જ ખરાબ શોટ રમવા જતા રવિન્દ્રની બોલિંગમાં સ્ટમ્પ આઉટ થયો.

  • 09 Mar 2025 08:13 PM (IST)

    વડોદરા: પાદરામાં હચમચાવતી દુષ્કર્મની ઘટના

    • વડોદરા: પાદરામાં હચમચાવતી દુષ્કર્મની ઘટના
    • અસ્થિર મગજની યુવતી પર નરાધમે આચર્યું દુષ્કર્મ
    • પરિવાર ખેતરે કામ અર્થે ગયો હતો તે દરમિયાન ઘટના
    • એકલતાનો લાભ લઈ આરોપીએ દુષ્કર્મ આચર્યું
    • પોલીસે આરોપીની હાથ ધરી શોધખોળ
  • 09 Mar 2025 08:01 PM (IST)

    વિરાટ કોહલી એક રન બનાવી આઉટ

    ફાઈનલમાં વિરાટ કોહલી નિષ્ફળ ગયો, ફક્ત 2 બોલ રમી શક્યો, એક રન બનાવીને આઉટ થયો. બ્રેસવેલે વિકેટ લીધી

  • 09 Mar 2025 08:00 PM (IST)

    ભારતે પોતાની પહેલી વિકેટ ગુમાવી

    ટીમ ઈન્ડિયાને પહેલો ઝટકો, શુભમન ગિલ 31 રન બનાવીને આઉટ થયો. ગ્લેન ફિલિપ્સે એક અદ્ભુત કેચ પકડ્યો. સેન્ટનરે વિકેટ લીધી

  • 09 Mar 2025 07:44 PM (IST)

    રવીન્દ્ર જાડેજા લેશે નિવૃત્ત ?

    ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલની એક તસવીરે હંગામો મચાવી દીધો છે. ખરેખર, ન્યુઝીલેન્ડ સામેની ટાઈટલ મેચમાં, વિરાટ કોહલીએ ટીમના અનુભવી ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને ગળે લગાવ્યો હતો. ત્યારથી એવું કહેવામાં આવી રહ્યું છે કે જાડેજા આ મેચ પછી નિવૃત્તિ લેશે. બંનેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ સાથે, નિવૃત્તિની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે.

  • 09 Mar 2025 07:17 PM (IST)

    રોહિતની ફિફ્ટી

    રોહિત શર્માની 40 બોલમાં આક્રમક ફિફ્ટી, ભારતની જીતનો પાયો નાખ્યો

  • 09 Mar 2025 07:09 PM (IST)

    ભારતનો સ્કોર 50ને પાર

    રોહિત શર્માની વિસ્ફોટક બેટિંગ, ભારતે 50નો સ્કોર પાર કર્યો, રોહિત શર્માએ જોરદાર બાઉન્ડ્રી ફટકારી

  • 09 Mar 2025 07:08 PM (IST)

    શુભમન ગિલનો કેચ ડ્રોપ

    કાયલ જેમિસનના બોલ પર શુભમન ગિલનો કેચ છૂટયો. ડેરિલ મિશેલે કેચ ડ્રોપ કર્યો.

  • 09 Mar 2025 07:01 PM (IST)

    રોહિત રંગમાં દેખાઈ રહ્યો છે

    વિલિયમ ઓ’રોર્કની ઓવરમાં રોહિત શર્માએ બે ચોગ્ગા ફટકાર્યા. ભારતે 2 ઓવરમાં 22 રન બનાવ્યા. ભારત માટે ઝડપી શરૂઆત, રોહિત રંગમાં દેખાઈ રહ્યો છે

  • 09 Mar 2025 06:43 PM (IST)

    રોહિત શર્માની શાનદાર શરૂઆત

    રોહિત શર્માએ છગ્ગો મારીને પોતાનું ખાતું ખોલાવ્યું. જેમિસનના બીજા બોલ પર લાંબી સિક્સર ફટકારી. શોર્ટ બોલ પર અદ્ભુત સ્ટ્રોક માર્યો.

  • 09 Mar 2025 06:42 PM (IST)

    રોહિત-ગિલ ક્રીઝ પર

    ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા ક્રીઝ પર આવ્યા છે. શુભમન ગિલ પણ મેદાનમાં આવ્યો છે. રોહિતે આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી એક પણ અડધી સદી ફટકારી નથી. આજે ફાઇનલમાં તેની પાસે સારી તક છે.

  • 09 Mar 2025 06:02 PM (IST)

    ભારતને જીતવા 252 રનનો ટાર્ગેટ

    ન્યુઝીલેન્ડે ભારતને જીતવા 252 રનનો આપ્યો ટાર્ગેટ, ડેરીલ મિશેલ- માઈકલ બ્રેસવેલની ફિફ્ટી, વરુણ ચક્રવર્તી-કુલદીપ યાદવની બે-બે વિકેટ, મોહમ્મદ શમી-રવીન્દ્ર જાડેજાને મળી એક-એક વિકેટ

  • 09 Mar 2025 05:55 PM (IST)

    ન્યુઝીલેન્ડને સાતમો ઝટકો

    ન્યુઝીલેન્ડને સાતમો ઝટકો, કેપ્ટન સેન્ટનર માત્ર 8 રન બનાવી થયો આઉટ, વિરાટ કોહલીએ શાનદાર થ્રો કરી કર્યો રન આઉટ

  • 09 Mar 2025 05:37 PM (IST)

    મિશેલ 63 રન બનાવી આઉટ

    ડેરિલ મિશેલ 63 રન બનાવી થયો આઉટ, શમીને મળી પહેલી સફળતા, ન્યુઝીલેન્ડને છઠ્ઠો ઝટકો, ન્યુઝીલેન્ડનો સ્કોર 200 ને પાર

  • 09 Mar 2025 05:28 PM (IST)

    કુલદીપ યાદવ રન આઉટ ચૂકી ગયો

    41મી ઓવરના બીજા બોલ પર કુલદીપ યાદવે રન આઉટની તક ગુમાવી દીધી. માઈકલ બ્રેસવેલ રન આઉટ થઈ શક્યો હોત પણ કુલદીપ બોલ પકડવા માટે વિકેટની નજીક ન આવ્યો.

  • 09 Mar 2025 05:07 PM (IST)

    IND vs NZ LIVE Score : ન્યુઝીલેન્ડનો સ્કોર 5 વિકેટે 168 રન

    39 ઓવર પછી ન્યુઝીલેન્ડનો સ્કોર 5 વિકેટે 168 રન છે.

  • 09 Mar 2025 05:02 PM (IST)

    CT Final 2025 : ટીમ ઈન્ડિયાએ આ મેચમાં ચાર કેચ છોડ્યા છે.

  • 09 Mar 2025 05:00 PM (IST)

    IND vs NZ LIVE Score : વરુણ ચક્રવર્તીએ ન્યુઝીલેન્ડને પાંચમો ઝટકો આપ્યો

  • 09 Mar 2025 04:59 PM (IST)

    CT Final 2025: કેચ છોડી રહી છે

    શરુઆતમાં શમીએ કેચ છોડ્યા હતા. ત્યારબાદ ટીમના કેપ્ટન અને વાઈસ કેપ્ટને કેચ છોડ્યો. ભારતીય ટીમની ફિલ્ડિંગ આ રીતે નબળી દેખાય છે, આ બાબત તેમના માટે મુશ્કેલ સાબિત થઈ શકે છે.

  • 09 Mar 2025 04:56 PM (IST)

    CT Final 2025 : કુલદીપ યાદવે બે વિકેટ લીધી

    કુલદીપ યાદવે બે વિકેટ લીધી છે જ્યારે જાડેજા અને વરુણે એક-એક વિકેટ લીધી છે.

     

  • 09 Mar 2025 04:55 PM (IST)

    IND vs NZ LIVE Score : ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર

     ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ગંભીર રીતે ઘાયલ થયો છે, વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

  • 09 Mar 2025 04:50 PM (IST)

    IND vs NZ LIVE Score : ન્યુઝીલેન્ડનો સ્કોર 150ને પાર

  • 09 Mar 2025 04:49 PM (IST)

    IND vs NZ LIVE Score : કુલદીપ યાદવના અદ્દભૂત કેચનો વીડિયો જુઓ

  • 09 Mar 2025 04:48 PM (IST)

    IND vs NZ LIVE Score : રોહિત શર્માએ કેચ છોડ્યો

    20 બોલ બાદ ન્યુઝીલેન્ડની એક પણ બાઉન્ડ્રી આવી નથી

  • 09 Mar 2025 04:43 PM (IST)

    IND vs NZ LIVE Score :ન્યુઝીલેન્ડનો સ્કોર 147/4

    33 ઓવર પછી ન્યુઝીલેન્ડનો સ્કોર 4 વિકેટે 147 રન છે. ડેરીલ મિચેલ 67 બોલમાં એક ફોર સાથે 35 રન બનાવીને રમતમાં છે. ગ્લેન ફિલિપ્સ 35 બોલમાં 24 રન બનાવીને રમતમાં છે. તેણે બે ચોગ્ગા અને એક સિક્સ ફટકારી છે.

     

  • 09 Mar 2025 04:42 PM (IST)

    CT Final 2025: ફિલિપ્સ-મિચેલ ક્રિઝ પર

    ફિલિપ્સ અને ડેરેલ મિશેલે ક્રિઝ પર છે. આ બંન્નેની ભાગીદારી તોડવી પડશે, કારણ કે બંને ખેલાડીઓ જાણે છે કે મોટા શોટ કેવી રીતે રમી શકાય.

  • 09 Mar 2025 04:39 PM (IST)

    CT Final 2025: કેચ છૂટતા અનુષ્કા શર્માએ ચીસ નાંખી

    કુલદીપ યાદવે શરૂઆતમાં રચિન રવિન્દ્ર અને વિલિયમસનની 2 મહત્વપૂર્ણ વિકેટ લીધી. સ્ટેન્ડમાં બેઠેલી વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માની પ્રતિક્રિયા વાયરલ અહિ ક્લિક કરો

  • 09 Mar 2025 04:32 PM (IST)

    CT Final 2025 : ન્યુઝીલેન્ડનો સ્કોર 4 વિકેટે 131 રન

    29 ઓવર પછી ન્યુઝીલેન્ડનો સ્કોર 4 વિકેટે 131 રન છે.

  • 09 Mar 2025 04:31 PM (IST)

    CT Final 2025 : ગ્લેન ફિલિપ્સે ચોગ્ગો ફટકાર્યો

  • 09 Mar 2025 04:14 PM (IST)

    CT Final 2025:જાડેજાએ ભારતને ચોથી સફળતા અપાવી

    જાડેજાએ ભારતને ચોથી સફળતા અપાવી, લેથમ આઉટ

  • 09 Mar 2025 04:04 PM (IST)

    CT Final 2025: ન્યૂઝીલેન્ડના 20મી ઓવરમાં 100 રન પૂરા થયા

  • 09 Mar 2025 04:03 PM (IST)

    IND vs NZ LIVE Score :ન્યુઝીલેન્ડની ટીમ દબાણમાં

    અત્યાર સુધીમાં કિવી ટીમની ત્રણ વિકેટ પડી છે. લેથમ અને મિચેલ ક્રિઝ પર છે. ન્યુઝીલેન્ડની ટીમ દબાણમાં જોવા મળી રહી છે. રોહિત શર્માની કેપ્ટન્સી શાનદાર જોવા મળી રહી છે.

  • 09 Mar 2025 03:42 PM (IST)

    IND vs NZ LIVE Score : ન્યૂઝીલેન્ડનો સ્કોર 83/3

    ન્યૂઝીલેન્ડની ટીમે 15 ઓવરમાં 3 વિકેટના નુકસાનને 83 રન બનાવ્યા છે

  • 09 Mar 2025 03:41 PM (IST)

    IND vs NZ LIVE Score :ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં સૌથી વધુ રન

    260 – રચિન રવિન્દ્ર

    227 – બેન ડકેટ

    225 – જો રૂટ

    217* – વિરાટ કોહલી

    216 – ઇબ્રાહિમ ઝદરાન

  • 09 Mar 2025 03:33 PM (IST)

    IND vs NZ LIVE Score :કુલદીપ યાદવે ન્યુઝીલેન્ડને આપ્યો મોટો ઝટકો

    કુલદીપ યાદવે ન્યુઝીલેન્ડને આપ્યો મોટો ઝટકો, કેન વિલિયમસન માત્ર 11 રન બનાવીને પરત ફર્યો.

  • 09 Mar 2025 03:23 PM (IST)

    IND vs NZ : રચિન રવિન્દ્ર પેવેલિયન પરત ફર્યો

    કુલદીપ યાદવના જાદુઈ બોલ પર રચિન રવિન્દ્ર બોલ્ડ થયો, કુલદીપ યાદવે તેની પહેલી જ ઓવરના પહેલા બોલ પર રચિન રવિન્દ્રને બોલ્ડ કર્યો હતો.રચિન 29 બોલમાં 37 રન બનાવીને આઉટ થયો હતો.

  • 09 Mar 2025 03:17 PM (IST)

    IND vs NZ LIVE Score : કેન વિલિયમસને ક્રિઝ પર આવતા જ ચોગ્ગો ફટકાર્યો

  • 09 Mar 2025 03:12 PM (IST)

    IND vs NZ LIVE Score : ભારતીય ટીમને પ્રથમ સફળતા મળી

    ન્યૂઝીલેન્ડને પહેલો ઝટકો લાગ્યો છે, વરુણ ચક્રવર્તીએ વિલ યંગને આઉટ કર્યો

  • 09 Mar 2025 03:06 PM (IST)

    CT Final 2025 : શ્રેયસ અય્યરે કેચ છોડ્યો

    મોહમ્મદ શમી બાદ  શ્રેયસ અય્યરે 8મી ઓવરના પહેલા બોલ પર રચિન રવિન્દ્રનો કેચ છોડ્યો

  • 09 Mar 2025 03:01 PM (IST)

    CT Final 2025: મોહમ્મદ શમીએ કેચ છોડ્યો

    મોહમ્મદ શમીએ છઠ્ઠી ઓવરના ત્રીજા બોલ પર રચિન રવિન્દ્રનો કેચ છોડ્યો, મોહમ્મદ શમી ઘાયલ છે. રચિન રવિન્દ્રને પકડવાનો પ્રયાસ કરતી વખતે બોલ તેની આંગળીમાં વાગ્યો અને તેમાંથી લોહી નીકળવા લાગ્યું. મેચ રોકી દેવામાં આવી છે. પાટો બાંધ્યો હતો.

  • 09 Mar 2025 02:56 PM (IST)

    CT Final 2025: કીવી ટીમનો સ્કોર

    5 ઓવર પછી કીવી ટીમનો સ્કોર કોઈ પણ વિકેટ વગર 37 રન છે. વિલ યંગ 10 અને રચિન રવિન્દ્ર 25 રન બનાવી રમી રહ્યા છે

  • 09 Mar 2025 02:50 PM (IST)

    Champions Trophy 2025 Final : 4 ઓવર બાદ ન્યુઝીલેન્ડનો સ્કોર 26 /0

  • 09 Mar 2025 02:48 PM (IST)

    IND vs NZ : રચિન રવિન્દ્રે સિક્સ ફટકારી

    રચિન રવિન્દ્રે ચોથી બોલના ચોથા બોલ પર સિક્સ ફટકારી ત્યારબાદ પાંચમાં બોલ પર ચોગ્ગો ફટકાર્યો

  • 09 Mar 2025 02:45 PM (IST)

    Champions Trophy 2025 Final : 3 ઓવર બાદ ન્યુઝીલેન્ડનો સ્કોર 10 /0

    રચિન 8 બોલમાં 2 રન અને વિલ યંગ 10 બોલમાં 7 રન પર બેટિંગ કરી રહ્યો છે.3 ઓવર બાદ ન્યુઝીલેન્ડનો સ્કોર 10 /0

  • 09 Mar 2025 02:34 PM (IST)

    Champions Trophy 2025 Final :વિલ યંગે ચોગ્ગો ફટકાર્યો

  • 09 Mar 2025 02:31 PM (IST)

    Champions Trophy 2025 Final :ક્રિઝ પર રચિન રવિન્દ્ર અને વિલ યંગ

    પહેલી બોલિંગ મોહમ્મદ શમી લઈને આવ્યો

  • 09 Mar 2025 02:30 PM (IST)

    IND vs NZ :ભારત અને ન્યુઝીલેન્ડના આ ખેલાડીઓ ફોર્મમાં છે

    ટીમ ઈન્ડિયા માટે વિરાટ કોહલીએ સૌથી વધુ 217 રન બનાવ્યા છે, તેની એવરેજ 72થી વધુ છે. તેણે એક સદી અને એક અડધી સદી ફટકારી છે. શ્રેયસ ઐયરના પણ 48થી વધુની એવરેજથી 195 રન છે. ન્યૂઝીલેન્ડ માટે રચિન રવિન્દ્રએ સૌથી વધુ 226 રન બનાવ્યા છે. શ્રેયસ અય્યરે 195, ટોમ લાથમે 191 રન બનાવ્યા છે. કેન વિલિયમસને પણ 189 રન બનાવ્યા છે

  • 09 Mar 2025 02:15 PM (IST)

    IND vs NZ : ભારતની ટીમ જોઈએ તો

  • 09 Mar 2025 02:03 PM (IST)

    IND vs NZ : ન્યુઝીલેન્ડે ટોસ જીત્યો

    ન્યુઝીલેન્ડે ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી

  • 09 Mar 2025 01:54 PM (IST)

    IND vs NZ : થોડી વારમાં ટોસ થશે

    ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મેચ, થોડી વારમાં ટોસ થશે

  • 09 Mar 2025 01:52 PM (IST)

    IND vs NZ Champions Trophy 2025 Final :વિરાટની નજર મોટા રેકોર્ડ પર

    વિરાટ કોહલી આ મેચ દરમિયાન એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. આ મેચમાં 46 રન બનાવીને વિરાટ ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની જશે.

  • 09 Mar 2025 01:44 PM (IST)

    IND vs NZ : વિરાટ કોહલી મેદાનમાં જોવા મળ્યો

    વિરાટ કોહલી પ્રેક્ટિસ માટે દુબઈના મેદાન પર આવ્યો છે. તે આ ટૂર્નામેન્ટમાં સારા ફોર્મમાં જોવા મળી રહ્યો છે અને ચાહકોને આ મેચમાં વિરાટ પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા રહેશે.

  • 09 Mar 2025 01:34 PM (IST)

    અમિત શાહે, સસ્તુ સાહિત્ય મુદ્રણાલયના પુનઃ મુદ્રિત 24 પુસ્તકોનું કર્યું લોકાર્પણ

    ટ્રસ્ટના પ્રમુખ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ દ્વારા પુનઃ મુદ્રિત પુસ્તકોનું વિમોચન કર્યું હતું. પુનઃમુદ્રિત કરાયેલા પુસ્તકોમાં આયુર્વેદિક, ધાર્મિક અને સામાજિક મુદ્દાઓ આધારિતનો સમાવેશ થાય છે. વર્ષ 1907માં ગુજરાતના લોકોને સસ્તા પુસ્તક આપવાના હેતુથી સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટની શરૂઆત કરવામાં આવી હતી. પોતાના વિધાર્થીકાળ દરમિયાન અમિત શાહ પણ ભદ્ર વિસ્તારમાં આવેલ સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટના કાર્યાલયની અવારનવાર મુલાકાત લઈને અનેક પુસ્તકોની ખરીદી કરી હોવાનું જણાવ્યુ હતું.

  • 09 Mar 2025 01:23 PM (IST)

    IND vs NZ Champions Trophy 2025 Final :ભારતીય ટીમ સ્ટેડિયમ પહોંચી

    ભારતીય ટીમ આ મોટી મેચ માટે દુબઈના સ્ટેડિયમ પહોંચી ગઈ છે.  ન્યુઝીલેન્ડની ટીમ પણ સ્ટેડિયમમાં છે.

  • 09 Mar 2025 01:09 PM (IST)

    IND vs NZ Champions Trophy 2025 Final : રોહિત-વિરાટની 9મી ICC ફાઈનલ

    રોહિત શર્મા અને વિરાટ કોહલી પોતાની કારકિર્દીની 9મી ICC ફાઈનલ રમશે. બંને ખેલાડીઓની નજર સતત બીજી ICC ટ્રોફી જીતવા પર હશે.

  • 09 Mar 2025 12:58 PM (IST)

    IND vs NZ Champions Trophy 2025 Final : ચેમ્પિયન ટ્રોફીમાં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન

    વિરાટ આ મેચમાં 46 રન બનાવતા જ ચેમ્પિયન ટ્રોફીમાં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન થઈ જશે. આ રેકોર્ડ હાલમાં ક્રિસ ગેલના નામે છે. તેમણે 791 રન બનાવ્યા છે.આ સિવાય 55 રન બનાવતા જ વિરાટ કોહલી વનડે ક્રિકેટમાં બીજો સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન બનશે.

  • 09 Mar 2025 12:50 PM (IST)

    IND vs NZ Champions Trophy 2025 Final : કરિયરની 550મી ઈન્ટરનેશનલ મેચ

    વિરાટ કોહલીએ 2008માં પોતાના ઈન્ટરનેશનલ કરિયરની શરુઆત કરી હતી. ત્યારથી લઈ અત્યારસુધી ટીમ ઈન્ડિયાનો સૌથી મહત્વનો ખેલાડી રહ્યો છે.ન્યુઝીલેન્ડ વિરુદ્ધ રમાનાર આ મેચ તેના કરિયરની 550મી ઈન્ટરનેશનલ મેચ હશે. આટલી મેચ રમનાર બીજો ભારતીય ખેલાડી બનશે. આ પહેલા સચિન તેંડુલકરે તેના કરિયરમાં કુલ 664 ઈન્ટરનેશનલ મેચ રમી છે.

  • 09 Mar 2025 12:30 PM (IST)

    Champions Trophy 2025 Final : મેચ ટાઈ થશે તો શું થશે?

    જો ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચ ટાઈ થાય છે, તો સુપર ઓવર રમાશે અને જો તે પણ ટાઈ થશે તો પરિણામ આવે ત્યાં સુધી સુપર ઓવર રમાશે.

  • 09 Mar 2025 12:20 PM (IST)

    Champions Trophy 2025 Final : રોહિત શર્મા પહેલો કેપ્ટન છે

    તમને જણાવી દઈએ કે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા પુરુષોનીચારેય ICC ટૂર્નામેન્ટ – WTC (2023), ODI વર્લ્ડ કપ (2023), T20 વર્લ્ડ કપ (2024) અને ચેમ્પિયન્સ ટ્રોફી (2025)ની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ કેપ્ટન છે.

  • 09 Mar 2025 12:10 PM (IST)

    Champions Trophy 2025 Final : જો વરસાદ આવ્યો તો શું થશે?

    ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. રવિવારે મેચનું પરિણામ મેળવવા માટે, બંને ટીમોએ ઓછામાં ઓછી 25-25 ઓવર રમવી જોઈએ, તો જ પરિણામ જાણી શકાશે. નહિંતર, જો વરસાદને કારણે મેચ રમાશે નહી, તો પછી બીજા દિવસે એટલે કે સોમવારે જે ઓવરમાંથી મેચ બંધ થઈ હતી ત્યાંથી મેચ ચાલુ રહેશે.

  • 09 Mar 2025 11:20 AM (IST)

    IND vs NZ Champions Trophy 2025 Final : આજે વિરાટ કોહલીને મળશે 17 વર્ષની મહેનતનું ફળ

    આજે વિરાટ કોહલીને મળશે 17 વર્ષની મહેનતનું ફળ અહિ ક્લિક કરો

  • 09 Mar 2025 11:10 AM (IST)

    IND vs NZ Champions Trophy 2025 Final : ભારતની તમામ મેચ દુબઈમાં રમાઈ છે

    આ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની તમામ મેચ દુબઈમાં રમાઈ છે અને ચારમાંથી ત્રણ વખત બીજા નંબરે બેટિંગ કરનારી ટીમો જીતી છે. આ મેદાન પર ભારતે સૌથી મોટો લક્ષ્યાંક ત્યારે મેળવ્યો હતો જ્યારે તેણે સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા દ્વારા આપવામાં આવેલા 265 રનના લક્ષ્યને હાંસલ કર્યો હતો.

  • 09 Mar 2025 10:59 AM (IST)

    IND vs NZ Champions Trophy 2025 Final : ICC ઈવેન્ટ્સમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે કેટલી મેચો રમાઈ છે?

    આઈસીસી ઈવેન્ટ્સમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં 21 મેચ રમાઈ છે, જેમાં ભારતે 7માં જીત મેળવી છે.

  • 09 Mar 2025 10:59 AM (IST)

    Champions Trophy 2025 Final : ભારતીય ટીમનો રેકોર્ડ સારો

    દુબઈના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતીય ટીમનો રેકોર્ડ સારો છે. પરંતુ, જ્યારે ICC ઈવેન્ટ્સની ફાઈનલની વાત આવે છે, ત્યારે ન્યુઝીલેન્ડ મજબૂત દેખાય છે. ન્યુઝીલેન્ડની ટીમે અત્યાર સુધીમાં ભારત સામે બે ICC ઈવેન્ટની ફાઈનલ રમી છે અને બંનેમાં જીત મેળવી છે. આ બેમાંથી એક વર્ષ 2000ની ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલ છે અને બીજી વર્ષ 2021ની WTC ફાઈનલ છે.

  • 09 Mar 2025 10:50 AM (IST)

    Champions Trophy 2025 Final : ફાઇનલ મેચનો લાઇવ સ્કોર અહી જુઓ

    અહીં તમને ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ મેચનો લાઇવ સ્કોર અને ટાઇટલ મેચ સંબંધિત તમામ અપડેટ્સ મળશે.

  • 09 Mar 2025 10:50 AM (IST)

    Champions Trophy 2025 Final :ભારતની જીત માટે પ્રાર્થના અને હવન શરૂ

    ઉત્તર પ્રદેશના કાનપુરમાં ભારતીય ક્રિકેટ ટીમના સમર્થકો આજે ન્યુઝીલેન્ડ સામેની ફાઈનલ મેચમાં ટીમની જીત માટે પ્રાર્થના કરી રહ્યા છે અને રાધા માધવ મંદિરમાં હવન કરવામાં આવ્યો છે.

     

  • 09 Mar 2025 10:40 AM (IST)

    IND vs NZ Champions Trophy 2025 Final : ન્યૂઝીલેન્ડની ટીમનો ICC ટૂર્નામેન્ટમાં ભારત સામે સારો રેકોર્ડ

    ન્યૂઝીલેન્ડની ટીમનો ICC ટૂર્નામેન્ટમાં ભારત સામે સારો રેકોર્ડ છે.

  • 09 Mar 2025 10:40 AM (IST)

    Champions Trophy 2025 Final : ભારતીય ટીમે એક પણ મેચ હારી નથી

    ચેમ્પિયન્સ ટ્રોફીમાં અત્યાર સુધી એક પણ મેચ ન હારનાર ટીમ ઈન્ડિયાને ન્યૂઝીલેન્ડ સામેની ફાઈનલ મેચ જીતવાની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે.

  • 09 Mar 2025 10:40 AM (IST)

    Champions Trophy 2025 Final : ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ ભારત જીતશે કે ન્યૂઝીલેન્ડ ? કોમેન્ટમાં આપો જવાબ

  • 09 Mar 2025 10:30 AM (IST)

    IND vs NZ Champions Trophy 2025 Final : મેચ બપોરે 2.30 વાગ્યે શરૂ થશે

    ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2.30 વાગ્યે શરૂ થશે. તેનો ટોસ અડધો કલાક વહેલો બપોરે 2:00 કલાકે થશે.

  • 09 Mar 2025 10:30 AM (IST)

    Champions Trophy 2025 Final : ભારત-ન્યૂઝીલેન્ડ ફાઈનલ મેચ માટે બનારસમાં પૂજા

    ઉત્તર પ્રદેશના વારાણસીમાં ક્રિકેટ ચાહકોએ આજે ​​ન્યુઝીલેન્ડ સામે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચમાં ભારતની જીત માટે પ્રાર્થના કરી હતી.

     

  • 09 Mar 2025 10:20 AM (IST)

    IND vs NZ Champions Trophy 2025 Final : વનડેમાં ભારત અને ન્યુઝીલેન્ડનો કેવો રેકોર્ડ રહ્યો છે?

    ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 119 ODI મેચ રમાઈ છે, જેમાં ભારતે 61 મેચ જીતી છે અને કીવી ટીમે 50 મેચ જીતી છે. સાત મેચનું પરિણામ આવ્યું નથી અને એક મેચ ટાઈ રહી છે.

  • 09 Mar 2025 10:10 AM (IST)

    IND vs NZ Champions Trophy 2025 Final : આજે દુબઈમાં હવામાન કેવું રહેશે?

    દુબઈમાં આજે હવામાન ચોખ્ખું રહેવાની શક્યતા છે. દુબઈમાં આજે તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. વરસાદની કોઈ શક્યતા નથી.

  • 09 Mar 2025 10:01 AM (IST)

    Champions Trophy 2025 Final : આજે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલ મેચ

    ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલ મેચ આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. આ શાનદાર મેચ દુબઈમાં રમાશે. ભારતીય ટીમની કમાન રોહિત શર્માના હાથમાં છે, જ્યારે મિશેલ સેન્ટનર ન્યૂઝીલેન્ડ ટીમનું નેતૃત્વ કરતો જોવા મળશે.

  • 09 Mar 2025 01:10 AM (IST)

    IND vs NZ Champions Trophy 2025 Final : કરોડો ચાહકોની નજર આ મેચ પર

    દુનિયાભરના કરોડો ચાહકોની નજર આ મેચ પર છે. ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારત અને ન્યુઝીલેન્ડ છેલ્લી વખત 2000માં ટકરાયા હતા. ત્યારબાદ ન્યુઝીલેન્ડે ભારતને 4 વિકેટે હરાવીને ટાઈટલ જીત્યું હતું. જો કે હવે 25 વર્ષ બાદ ભારત પાસે ન્યૂઝીલેન્ડને હરાવીને એ હારનો બદલો લેવાની તક હશે.

  • 09 Mar 2025 01:10 AM (IST)

    IND vs NZ Champions Trophy 2025 Final : ટીમની નજર જીત પર

Published On - 10:01 am, Sun, 9 March 25