IND vs NZ: વિરાટ કોહલીએ આરામ પળો માણવાની મોટી કિંમત ચુકવવી પડશે, નંબર વન નો મહત્વનો રેકોર્ડ પડ્યો ખતરામાં

વિરાટ કોહલી (Virat Kohli) એ T20 વિશ્વકપ 2021 અગાઉ જ ટીમ ઇન્ડિયાની T20 ટીમની કેપ્ટનશિપ છોડવાની ઘોષણા કરી દીધી હતી. ન્યુઝીલેન્ડ સામેની ટી20 સિરીઝ દરમ્યાન તે આરામ જવા ટીમથી હટી ગયો હતો.

IND vs NZ: વિરાટ કોહલીએ આરામ પળો માણવાની મોટી કિંમત ચુકવવી પડશે, નંબર વન નો મહત્વનો રેકોર્ડ પડ્યો ખતરામાં
એકંદર પરિણામ એ આવ્યું કે કોહલીના ખાતામાં 0 આવ્યો અને આ સાથે કેટલાક અનિચ્છનીય રેકોર્ડ પણ તેના નામે આવ્યા.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2021 | 9:46 PM

ભારત અને ન્યુઝીલેન્ડ (India Vs New Zealand) વચ્ચે હાલમાં ઘર આંગણે T20 સિરીઝ રમાઇ રહી છે. ત્રણ મેચોની સિરીઝની પ્રથમ મેચ જયપુરમાં રમાઇ હતી. જે મેચ ભારતે જીતી લઇને શ્રેણીમાં 1-0 થી સરસાઇ મેળવી છે. T20 ફોર્મેટમાં ટીમ ઇન્ડિયા (Team India) ના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) આરામને લઇને વર્તમાન સિરીઝથી દૂર છે. જોકે તેના તેણે પોતાના નામે રહેલો એક મહત્વનો રેકોર્ડ ગુમાવીને આરામની પળોની કિંમત ચૂકવવી પડશે.

વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટમાં સૌથી વધુ રન ધરાવવાનો રેકોર્ડ પોતાના નામે ધરાવે છે. ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રન નોંધાવવાને લઇને પોતાનુ સર્વોચ્ચ સ્થાન ગુમાવી શકે છે. કારણ કે તેના પછી બીજા સ્થાને રહેલ માર્ટિન ગુપ્ટીલ (Martin Guptill) તેનો આ રેકોર્ડ છીનવી શકે છે. ગુપ્ટીલ હાલમાં 3217 રન નોંધાવીને આ યાદીમાં બીજા સ્થાને છે. જ્યારે રોહિત શર્મા ગુપ્ટીલ બાદ 3086 રન સાથે ત્રીજા સ્થાને છે.

કોહલી, ગુપ્ટીલ અને રોહિત શર્મા આ ત્રણ જ બેટ્સમેન અત્યાર સુધીમાં ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રણ હજાર રનના આંકડાને સ્પર્શી શક્યા છે. આ ત્રણેય બેટ્સમેન હાલમાં ટી20 ક્રિકેટમાં એક્ટીવ જ નહી સુપર એક્ટીવ મોડમાં છે. આમ તેઓ માટે, તેમનો આ રેકોર્ડ સુધારવા માટે હજુ પણ ખુબ જ સમય છે. તે ત્રણેય બાદ ઓસ્ટ્રેલિયાનો આરોન ફિંચ ચોથા સ્થાને છે. જે 392 રન દુર છે 3 હજારના આંકડે પહોંચવા માટે. જ્યારે રોહિત ને પહોંટવા માટે વધુ 478 રનની જરુર છે, સિરીઝના અંત સુધીમાં અંતર વધુ મોટુ થઇ શકે છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

ગુપ્ટીલ હવે નંબર વન ની ખુરશી પર પહોંચવા માટે માત્ર 10 જ રન દૂર છે. તેના ફોર્મ અને તેના ગત મેચના પ્રદર્શનને જોતા તેના માટે આ વિક્રમ પોતાને નામે નોંધાવવા સરળ છે. તો વિરાટ કોહલીએ ફરી થી નંબર વનનો તાજ પોતાના શિરે મેળવવા માટે લાંબી રાહ અને શાનદાર પ્રદર્શનની જરુર પડશે. તો વળી રોહિત શર્માનુ આગામી બે મેચમાં પ્રદર્શન કોહલીને ત્રીજા નંબર પર પણ ધકેલી શકે છે. કારણ કે રોહિત શર્માના બેટને જોતા આ અંતર તેના માટે મોટુ નથી.

જયપુરમાં રોહિત-ગુપ્ટીલનુ દમદાર પ્રદર્શન

બુધવારે જયપુરમાં રમાયેલી સિરીઝની પ્રથમ ટી20 મેચમાં માર્ટિન ગુપ્ટીલ અને રોહિત શર્માએ જબરદસ્ત પ્રદર્શન કર્યુ હતુ. પ્રથમ બેટીંગ ન્યુઝીલેન્ડના હિસ્સે રહી હતી.જેમાં ઓપનર ગુપ્ટીલે 70 રનની ઇનીંગ 4 છગ્ગા સાથે રમી હતી. આમ તે કોહલીના રેકોર્ડને તોડવાની નજીક પહોંચી ગયો હતો. જ્યારે રોહિત શર્મા ફીફટી લગાવવા થી અણી ચૂક્યો હતો. તેણે 48 રનની ઇનીંગ રમી હતી. આમ બંને એ પોતાના રેકોર્ડને સુધારવા રુપ દમદાર પ્રદર્શન કર્યુ હતુ. આમ કોહલીને આરામની કિંમત મોટી ચૂકવવી પડશે.

આ પણ વાંચોઃ IND vs NZ: ન્યુઝીલેન્ડ સામે રાંચીમાં રમાનારી બીજી T20 મેચ પર સંકંટ! મેચ રોકવા માટે ઝારખખંડ હાઇકોર્ટ પિટિશન કરાઇ

આ પણ વાંચોઃ  Cheteshwar Pujara: ચેતેશ્વર પુજારાની ઇંગ્લેન્ડના ક્રિકેટરે માંગી માફી, વંશીય વ્યવહારનો લાગ્યો હતો આરોપ

Latest News Updates

આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
g clip-path="url(#clip0_868_265)">