IND vs NZ: મુંબઇ ટેસ્ટમાં બે મહિલાઓ કરશે કમાલ, ભારત vs ન્યુઝીલેન્ડ ટેસ્ટ દરમ્યાન નિભાવશે આ મહત્વની જવાબદારી

ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે બીજી ટેસ્ટ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાવાની છે અને આ મેચમાં સામાન્ય રીતે જોવા ન મળે તેવું કંઈક થશે.

IND vs NZ: મુંબઇ ટેસ્ટમાં બે મહિલાઓ કરશે કમાલ, ભારત vs ન્યુઝીલેન્ડ ટેસ્ટ દરમ્યાન નિભાવશે આ મહત્વની જવાબદારી
India Vs New Zealand
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2021 | 8:12 AM

ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે શુક્રવાર, 3 ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી ટેસ્ટ મેચમાં સૌની નજર આ મેચમાં કોણ જીતશે અને સીરીઝ પણ જીતશે તેના પર રહેશે. બંને ટીમો જીતવા માટે ભરપૂર પ્રયાસ કરશે. પરંતુ આ મેચમાં કંઈક એવું થશે જે સામાન્ય રીતે જોવા મળતું નથી. આ કામ મેદાનમાં નહીં પરંતુ પ્રેસ બોક્સમાં થશે. બીજી ટેસ્ટ મેચ (Mumbai Test) દરમિયાન બે મહિલા સ્કોરર પ્રેસ બોક્સમાં પત્રકારોને મદદ કરતી જોવા મળશે.

બંને ટીમો વચ્ચેની આ અંતિમ ટેસ્ટ મેચ માટે, વાનખેડે ખાતે સેવા આપનાર મહિલા સ્કોરર ક્ષમા સાને (Kshama Sane) અને સુષ્મા સાવંત (Sushma Sawant) છે. મુંબઈ ક્રિકેટ એસોસિયેશન (Mumbai Cricket Association) ના એક વરિષ્ઠ સ્કોરરે ન્યૂઝ એજન્સીને કહ્યું, કદાચ આ પ્રથમ વખત હશે જ્યારે ટેસ્ટ મેચ માટે બે મહિલા સ્કોરરને રાખવામાં આવી હોય.

ક્ષમાની ઉંમર 45 વર્ષની છે અને તે નાહુરની રહેવાસી છે. તેણે 2010 માં ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ની સ્કોરરની પરીક્ષા પાસ કરી અને ત્યારથી તે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) અને રણજી ટ્રોફી મેચોમાં સ્કોરીંગ કરી રહી છે. છેલ્લા 11 વર્ષોમાં, તેણે સિનિયર અને જુનિયર સ્તરે ઘણી મેચોમા સ્કોરીંગ કર્યુ અને તે MCA ના અગ્રણી સ્કોરર છે. તે 1990ના દાયકામાં અંડર-15 કેટેગરીમાં મુંબઈ તરફથી રમી ચૂકી છે. તેણે 1996માં અમ્પાયરના કોર્સ માટેની પરીક્ષા પાસ કરી હતી, પરંતુ તેને વ્યવસાયિક રીતે આગળ ધપાવ્યો નહોતો. તેણે 2006માં MCA સ્કોરરની પરીક્ષા પાસ કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

તેણે કહ્યું, “હું મારા માતા-પિતાનું એકમાત્ર સંતાન છું. મારી માતાએ મને 11 વર્ષની ઉંમરે ક્રિકેટમાં મૂકી હતી. મારી માતા મહારાષ્ટ્ર સરકારમાં નોકરી કરતી હતી અને પિતા સંગીતકાર હતા જેઓ ડ્રમ વગાડતા હતા.

મહિલા વર્લ્ડ કપમાં કર્યું કામ

સુષ્મા 50 વર્ષની છે અને ચેમ્બુરમાં રહે છે. તે 2010માં મહિલાઓ માટે BCCIના સ્પેશિયલ સ્કોરિંગ કોર્સમાં સફળ રહી હતી અને મહિલા વર્લ્ડ કપ 2013માં તેણે સેવા આપી હતી. તે પછી તેણે પાછું વળીને જોયું નથી અને આઈપીએલ, BCCI ડોમેસ્ટિક, જુનિયર અને સિનિયર મેચોમાં સ્કોરીંગ કરી ચૂકી છે. તેણે કહ્યુ હું ક્રિકેટનો આનંદ માણું છું અને પ્રથમ વખત ટેસ્ટ મેચમાં સ્કોર કરવા માટે ઉત્સુક છું. મહિલાઓ માટે સ્કોરિંગમાં ઘણી સંભાવનાઓ છે.

સૌરાષ્ટ્રની હેમાલી દેસાઈ અને સેજલ દવે એ અન્ય મહિલા સ્કોરર છે જેમણે ભૂતકાળમાં ટેસ્ટ મેચોમાં સ્કોરીંગ કર્યુ છે.

ભારતની પ્રતિષ્ઠા દાવ પર

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાનાર બીજી ટેસ્ટ મેચ ભારત માટે ઘણી મહત્વની છે. કાનપુરમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે જીત મેળવતા સહેજ માટે ચૂકી હતી અને છેલ્લા દિવસે ન્યૂઝીલેન્ડે મેચ ડ્રો થઈ હતી. હવે મુંબઈ ટેસ્ટમાં તેની પ્રતિષ્ઠા દાવ પર લાગી ગઈ છે. ભારતે કોઈ પણ સંજોગોમાં આ મેચ જીતવી પડશે. કારણ કે આ શ્રેણી ઘરઆંગણે રમાઈ રહી છે અને ભારતે 2012 પછી ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી ગુમાવી નથી. આ મેચમાં ભારતની સામે પણ સમસ્યાઓ છે. વિરાટ કોહલી આ મેચમાંથી પુનરાગમન કરી રહ્યો છે, આવી સ્થિતિમાં તેની જગ્યાએ કોણ ટીમની બહાર જશે, ટીમ મેનેજમેન્ટે આ માટે માથાકૂટ કરવી પડશે.

આ પણ વાંચોઃ IPL 2022: કેએલ રાહુલ અને શ્રેયસ અય્યર આ રીતે બની જશે માલા-માલ,કરોડો રુપિયાનો થશે વરસાદ, નહીં જવુ પડે IPL Auction !

આ પણ વાંચોઃ IND vs NZ, 2nd Test Match Live Streaming: આજે મુંબઇ ટેસ્ટ, ક્યાં, ક્યારે અને કેવી રીતે નિહાળી શકાશે મેચ? જાણો

g clip-path="url(#clip0_868_265)">