AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs IRE: ટીમ ઈન્ડિયામાં ‘જમ્મુ એક્સપ્રેસ’ ની એન્ટ્રી, ઉમરાન મલિકને ડેબ્યૂ કરવાની મળી તક

ઉમરાન મલિક (Umran Malik) ને દક્ષિણ આફ્રિકા શ્રેણીમાં પણ ટીમ ઈન્ડિયા (Team India) સાથે રાખવામાં આવ્યો હતો, પરંતુ તે પછી તેને એક પણ મેચમાં તક મળી ન હતી.

IND vs IRE: ટીમ ઈન્ડિયામાં 'જમ્મુ એક્સપ્રેસ' ની એન્ટ્રી, ઉમરાન મલિકને ડેબ્યૂ કરવાની મળી તક
Umran Malik એ આઇપીએલમા સારો દેખાવ કર્યો હતો
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2022 | 10:05 PM
Share

ભારત અને આયર્લેન્ડ (India vs Ireland) વચ્ચેની પ્રથમ T20 મેચમાં ફાસ્ટ બોલર ઉમરાન મલિક (Umran Malik) ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કરી રહ્યો છે. ઉમરાન મલિક 26 જૂન રવિવારના રોજ ડબલિનના માલાહાઇડમાં યોજાનારી પ્રથમ T20 મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનનો ભાગ હશે. મેચ પહેલા, ટીમના વરિષ્ઠ બોલર અને U-કેપ્ટન ભુવનેશ્વર કુમારે ઉમરાનને તેની ટીમ ઈન્ડિયાની કેપ આપીને ભારતીય ટીમ (Indian Cricket Team) માં આવકાર્યો હતો. આ સાથે, ઉમરાન મલિક અને તેની ભારતીય જર્સીને જોવાની આશા રાખતા લાખો ચાહકોની રાહનો અંત આવ્યો.

ડેબ્યૂની રાહ પૂરી થઈ

મેચના ટોસ પહેલા ઉમરાન મલિકને તેની ટીમ ઈન્ડિયાની કેપ આપવામાં આવી હતી. આ સાથે તે ભારત માટે T20 ક્રિકેટ રમનાર 98મો ખેલાડી બન્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઉમરાન મલિકની તસવીરો પોસ્ટ કરી અને તેના ડેબ્યૂ વિશે જાણકારી આપી. આ પહેલા ઉમરાન મલિકને સાઉથ આફ્રિકા સામેની ટી20 સીરીઝ માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેને પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા મળી શકી ન હતી.

કોરોનાને કારણે મળી તક

22 વર્ષીય ઉમરાન મલિકે ગયા વર્ષે IPL દ્વારા પોતાની ઓળખ બનાવી હતી. તે IPL 2022 માં સનરાઈઝર્સ હૈદરાબાદ માટે નેટ બોલર તરીકે UAE માં હાજર હતો, પરંતુ તે દરમિયાન ટી નટરાજન કોરોના વાયરસથી સંક્રમિત થવાને કારણે હૈદરાબાદે ઉમરાનને ટીમમાં સામેલ કર્યો હતો. તેની પહેલી જ મેચમાં ઉમરાને 150 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે સતત બોલિંગ કરીને બધાને ચોંકાવી દીધા હતા. આ પછી હૈદરાબાદે ઉમરાનને જાળવી રાખ્યો હતો.

IPL 2022 માં જબરદસ્ત પ્રદર્શન કર્યુ

IPL 2022 ઉમરાન માટે શાનદાર રહ્યું, જ્યાં તેણે હૈદરાબાદ માટે દરેક મેચ રમી અને દરેક મેચમાં તોફાની ગતિએ બોલિંગ કરી. આ દરમિયાન તેણે IPLમાં 157 કિલોમીટરની ઝડપે બોલિંગ કરવાની સાથે નવો ભારતીય રેકોર્ડ પણ બનાવ્યો હતો. જોકે, માત્ર પેસ જ નહીં પરંતુ જમ્મુના આ યુવા પેસરે બેટ્સમેનોને પેવેલિયન મોકલવામાં પણ સફળતા મેળવી હતી. ‘જમ્મુ એક્સપ્રેસ’ તરીકે પોતાની ઓળખ બનાવી રહેલા ઉમરાને હૈદરાબાદ માટે 22 વિકેટ ઝડપી હતી. તેના પ્રદર્શન બાદ જ ટીમ ઈન્ડિયાના દરવાજા ખુલ્યા.

ભારત: હાર્દિક પંડ્યા (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, અવેશ ખાન, યુઝવેન્દ્ર ચહલ અને ઉમરાન મલિક.

આયર્લેન્ડ: એન્ડ્રુ બલબરની (કેપ્ટન), પોલ સ્ટર્લિંગ, ગેરેથ ડેલેની, હેરી ટેક્ટર, લોર્કન ટકર (વિકેટકીપર), જ્યોર્જ ડોકરેલ, માર્ક એડેયર, એન્ડી મેકબ્રાઈન, ક્રેગ યંગ, જોશ લિટિલ અને કોનોર ઓલ્ફર્ટ

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">