IND vs ENG: અશ્વિનને લઇને વિરાટ કોહલી કહ્યુ આમ, તો રવિન્દ્ર જાડેજાએ બહાર બેસવુ પડી શકે છે !

|

Aug 25, 2021 | 8:45 AM

ભારતીય ટીમ (Team India) ની પ્રથમ બે ટેસ્ટમાં ચાર ઝડપી બોલરો રમ્યા છે. તેમની સામે ઇંગ્લેન્ડની બેટિંગ શકી નહોતી. જો અશ્વિનને ટીમમાં તક મળે તો રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર થઇ શકે છે. જાડેજા પ્રથમ બે ટેસ્ટ રમ્યો હતો.

IND vs ENG: અશ્વિનને લઇને વિરાટ કોહલી કહ્યુ આમ, તો રવિન્દ્ર જાડેજાએ બહાર બેસવુ પડી શકે છે !
Virat Kohli-Ravindra Jadeja

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ, ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ પહેલા પ્લેઇંગ ઇલેવનમાં ફેરફારના સંદર્ભમાં વાત કરી હતી. તેણે કહ્યું કે, અંતિમ મેચમાં સફળ રહેલી ટીમને બદલવાનું કોઈ કારણ નથી. પરંતુ જો પીચ સ્પિનરોને અનુકૂળ આવે તો અનુભવી રવિચંદ્રન અશ્વિનને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરી શકાય છે. ઓફ સ્પિનર ​​અશ્વિનને પ્લેઇંગ ઇલેવનમાં બાકાત કરવાની ચર્ચા વચ્ચે કોહલીએ સ્પષ્ટતા કરી હતી. તેણે કહ્યુ કે તે બુધવારથી શરૂ થઇ રહેલી મેચ માટે વિજેતા ઇલેવનમાં કોઇ ફેરફાર કરવાનું વિચારી રહ્યો નથી.

કોહલીએ કહ્યુ હતુ કે, અમારી પાસે પરિવર્તનનું કોઈ કારણ નથી, સિવાય કે અંતિમ ટેસ્ટ રમનાર ખેલાડીઓ ઈજાગ્રસ્ત ન થાય. ખાસ કરીને જ્યારે ટીમે બીજી ટેસ્ટમાં અવિશ્વસનીય વિજય હાંસલ કર્યો હોય, ત્યારે તમે વિજયી સંયોજન બદલવા નથી ઇચ્છતા.

જો કે, તેમણે એમ પણ કહ્યું હતું કે ભારત પિચની સ્થિતિને આધારે અશ્વિનને રમાડવાનો પ્રયાસ કરી શકે છે. તેમણે કહ્યું કે ટીમ મેનેજમેન્ટ અશ્વિન પર નિર્ણય લેતા પહેલા ત્રીજા અને ચોથા દિવસે પીચનો મિજા કેવો હોઈ શકે તેનું આંકલન કરશે. તેણે કહ્યું, ‘જ્યાં સુધી અશ્વિનના રમવાની વાત છે, અમે પિચ જોઈને ખૂબ જ આશ્ચર્ય અનુભવીએ છીએ. સાચું કહું તો, અમે એવી પિચો જોઈ રહ્યા છીએ જેની મને અપેક્ષા નહોતી. મેં વિચાર્યું કે પીચ પર ઘણું ઘાસ હશે. તે વધુ જીવંત હશે. પરંતુ આવું થઈ રહ્યું નથી. આવામાં કંઈપણ થઈ શકે છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

અશ્વિન આવશે તો જાડેજા બહાર

ભારતે પ્રથમ બે ટેસ્ટમાં ચાર ઝડપી બોલરો ને રમાડ્યા હતા. જેમની આગળ ઇંગ્લેન્ડની બેટિંગ પરાસ્ત થઇ હતી. લોર્ડ્સ ટેસ્ટની બીજી ઇનિંગમાં ભારતીય બોલરોએ જે રીતે ઇંગ્લિશ બેટ્સમેનોને નિપટાવ્યા, તે જોતાં યજમાનોએ પીચ પર ઘાસ ન રાખવાનો નિર્ણય કર્યો હોઇ શકે.

કોહલીએ ટીમ કોમ્બિનેશન વિશે કહ્યું, ‘અમે હંમેશા 12 ખેલાડીઓની જાહેરાત કરીએ છીએ અને પછી મેચના દિવસે પીચ પર નજર કરીએ છીએ. જેમાં ત્રીજા દિવસે કે ચોથા દિવસે પીચ કેવી હશે તે મુજબ, અમે યોગ્ય કોમ્બિનેશન સાથે ઉતરીશું. જો અશ્વિનને ટીમમાં તક આપવામાં આવે તો, રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર થઇ શકે છે. જાડેજા પ્રથમ બે ટેસ્ટ રમ્યો હતો. જાડેજા પ્રથમ બે ટેસ્ટમાં વિકેટ ઝડપવામાં નિષ્ફળ રહ્યો છે.

આ પણ વાંચોઃ IPL 2021: ટૂર્નામેન્ટને અધૂરી છોડી ગયેલા RCB ના ક્રિકેટરની પત્નિને તેના પતિ થી દૂર રહેવાતુ નથી! લખ્યુ કંઇક આમ

આ પણ વાંચોઃ IND vs ENG: ઇંગ્લેન્ડના આ ખેલાડીના મગજમાંથી હજુ પણ જસપ્રિત બુમરાહનો ડર જતો નથી, કહ્યુ ક્યારેય આવુ નથી જોયુ

Next Article